- National
- LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જ...
LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'
મધ્યપ્રદેશના બરવાનીથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલેક્ટર જયતિ સિંહે ઇંધણ સંકટ વચ્ચે જનતાને એક અનોખી અપીલ કરી છે. કલેક્ટરે સૂચન કર્યું છે કે, લોકો રસોઈ ગેસ અને ઇંધણ પર બચત કરવા માટે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના ખાવાના મેનુમાં ફેરફાર કરે.
મધ્યપ્રદેશના બરવાની કલેક્ટરે જિલ્લાના લોકોને ઇંધણનો વપરાશ ઘટાડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ એક સારી તક છે, જ્યારે આપણે આપણી ઇંધણની જરૂરિયાતોની સમીક્ષા કરી શકીએ છીએ. તેમણે વધારે ઇંધણ વપરાય તેવી વાનગીઓને બદલે આપણે આપણી ખાવાની વાનગી જ બદલી નાખીએ, જેથી ખાવાનું બનાવવામાં ઓછું ઇંધણ વપરાય અને આપણને ખાવાનું પણ મળી રહે, ઉપરાંત આપણે ગેસ પણ બચાવી શકીએ.
કલેક્ટરે જિલ્લાના નાગરિકોને ઇંધણ બચાવવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ તેમની ઇંધણની જરૂરિયાતો પર ફરીથી વિચાર કરવો જોઈએ. આપણે વિચારવાની જરૂર છે કે આપણે આપણા ઇંધણનો વપરાશ કેવી રીતે ઘટાડી શકીએ.
IAS અધિકારીએ સૂચન કર્યું કે, લોકો તેમના ખાવાના મેનુમાં પણ ફેરફાર કરી શકે છે. ખાસ કરીને, જે વાનગીઓ ખૂબ ઇંધણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તેને થોડા સમય માટે ઘટાડી શકાય છે. ઉદાહરણો આપતા તેમણે કહ્યું કે રોટલી અને પરાઠા જેવી વાનગીઓની જગ્યાએ ઓછા ઇંધણના વપરાશથી જે વાનગી બનતી હોય તેના વડે બદલી શકાય છે.
કલેક્ટર માને છે કે, જો દરેક વ્યક્તિ થોડું યોગદાન આપે તો બળતણની બચત શક્ય છે. આ ઉપરાંત, ગેસની ઉપલબ્ધતામાં પણ સરળતાથી સુધારો કરી શકાય છે.
IAS જયતિ સિંહે કહ્યું, 'હું દરેકને વિનંતી કરીશ કે આ તેમની બળતણની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવાની સારી તક છે. આપણે આપણા ખાવાના મેનુમાં પણ ફેરફાર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, રોટલી અને પરાઠા બનાવવા માટે ઘણું બળતણની જરૂર પડે છે. આને આપણે બદલીને આમાંથી ઓછા બળતણનો ઉપયોગ કરતી અન્ય વાનગીઓના વિકલ્પો તરફ વળી શકીએ છીએ.'

હકીકતમાં, ઈરાન, ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના તણાવને કારણે, મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ગેસ સિલિન્ડરોની અછત જોવા મળી રહી છે. ગેસ એજન્સીઓની બહાર સિલિન્ડર માટે લાંબી કતારો લાગી રહી છે. ઘણી જગ્યાએ કાળાબજારીની ફરિયાદો પણ છે. દરેક ઘરના લોકો ગેસની અછતથી ચિંતિત છે. જોકે, સરકાર દાવો કરે છે કે LPGની કોઈ અછત નથી.
મધ્યપ્રદેશમાં, બરવાની જિલ્લા કલેક્ટર IAS જયતિ સિંહને તેમની આ વાતને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેમનો વીડિયો, જેમાં 'રોટલી અને પરાઠાને અન્ય વિકલ્પોથી બદલવા અને લગ્નમાં ઇન્ડક્શન સ્ટવ અને ડીઝલ ભઠ્ઠીઓનો ઉપયોગ કરવાની' સૂચના આપવામાં આવી છે, તે વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમને તેમના AC રૂમમાંથી બહાર નીકળીને વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરવાની સલાહ આપી રહ્યા છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે, તેમને LPG સિલિન્ડરની સમસ્યાની ખરી હકીકતની સમજ નથી.

