બુધવારે ગુજરાતના 19 જિલ્લામાં સાયરન વાગશે, રાત્રે બ્લેક આઉટ

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશના 244 જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરવા માટે કહ્યું છે. જેમાં યુદ્ધના સમયે જો સાયરન વાગે તો લોકો પોતાની સુરક્ષા અને બચાવ કેવી રીતે કરી શકે તેની મોકડ્રીલ થશે. ગુજરાતના 19 જિલ્લામાં બુધવારે મોકડ્રીલ થવાની છે.

સુરત, વડોદરા, કાકરાપાળ, અમદાવાદ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરુચ, ડાંગ, કચ્છ, મહેસાણા, ભૂજ, નર્મદા અને નવસારીનો સમાવેશ થાય છે.

બુધવારે હવાઇ હુમલાની ચેતવણી આપતું સાયરન વગાડવામાં આવશે. નાગરીકોને સુરક્ષાની તાલીમ અપાશે, રાત્રે બ્લેક આઉટ થઇ શકે છે. લોકોને જગ્યા ખાલી કરાવવા અને સલામત સ્થળે લઇ જવાની તાલીમ અપાશે.

મોક઼ડ્રીલ કરીને એ તપાસવામાં આવે છે કે, તંત્ર અને લોકો કેટલો જલ્દી રિસ્પોન્સ કરે છે અને હોસ્પિટલ અને ફાયર ફાયટર કેટલી ઝડપથી કામ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી વિજ્ઞાન અને સામાન્ય જનતા બંનેને ચોંકાવી દીધા...
National 
કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

પશ્ચિમ બંગાળ અને આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની નિમણૂંકને વધુ ઝડપી બનાવવામાં આવી છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ...
National 
બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

(ઉત્કર્ષ પટેલ)આજના વૈશ્વિકયુગમાં કોઈ પણ દેશની સમૃદ્ધિ તેની કંપનીઓની વૈશ્વિક હાજરી પર આધારિત છે. સરકાર દ્વારા પોતાની કંપનીઓને વિદેશમાં...
Opinion 
સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના શીર્ષકને લઈને થયેલા વિવાદ બાદ, 'પંડિત' શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો...
National 
 ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.