પાક. કેપ્ટનની એક ભૂલ કેવી રીતે બની ગઈ ગેમ ચેન્જર, કેપ્ટન સૂર્યાએ કોલંબોની જીત બાદ રહસ્ય ખોલ્યું

ભારતે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. આ T20 વર્લ્ડ કપ મેચ અગાઉ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ હતો. પરંતુ સૂર્યા બ્રિગેડે અલગ શૈલીમાં રમીને પાકિસ્તાનને હરાવ્યું. જીત બાદ, કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટપણે કહ્યું કે ટીમે  એવી જ રીતે ક્રિકેટ રમી છે, જે તે રમે છે અને જેવી રમવા માંગે છે.

સૂર્યાએ કહ્યું કે, ‘મને લાગે છે કે આ જીત ભારત માટે ખાસ છે. અમે અમારા બ્રાન્ડની ક્રિકેટ રમ્યા. આ વિકેટ પર પહેલા બેટિંગ કરવી શ્રેષ્ઠ વિકલ્પ હતો. તેણે સ્વીકાર્યું કે શરૂઆતમાં 0/1નો સ્કોર થયા બાદ કોઈ એક બેટ્સમેને જવાબદારી લેવાની હતી, અને ઇશાન કિશને તે જવાબદારી શાનદાર રીતે નિભાવી. ઉલ્લેખનીય છે કે ટોસ જીત્યા બાદ, પાકિસ્તાને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું, જેન સૂર્યાની નજરમાં ખોટો નિર્ણય હતો.

suryakumar
BCCI

કેપ્ટનના મતે, પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવી સરળ નહોતી કારણ કે ઝાકળ આવશે કે નહીં અથવા પ્રકાશમાં પીચ કેવી રીતે વર્તશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો. સૂર્યકુમારે બોલરોની પણ પ્રશંસા કરતા કહ્યું કે બધાએ સાથે મળીને યોગદાન આપ્યું. તેણે એમ પણ કહ્યું કે ટીમ હવે અમદાવાદ જશે અને આગામી મેચો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પ્લેયર ઓફ ધ મેચ ઇશાન કિશને કહ્યું કે, ‘શરૂઆતમાં વિકેટ સરળ નહોતી. તમારે તમારી તાકાત પર વિશ્વાસ રાખવાનો હોય છે. હું ઈચ્છતો હતો કે, બોલરોને મારી બાજુ વધુ દોડાવું. મેં ઓફ-સાઇડ રમત પર સખત મહેનત કરી છે.'

suryakumar
BCCI

ઇશાને કહ્યું કે તેના મનમાં 160-170 રનનો લક્ષ્યાંક હતો, જે આ પીચ પર સારો સ્કોર સાબિત થઈ શકતો હતો. તેણે સ્વીકાર્યું કે ભારત-પાકિસ્તાન મેચ હંમેશા ખાસ હોય છે અને આ જીત ટીમના આત્મવિશ્વાસને વધુ વધારશે. હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ સ્વીકાર્યું કે તેની સ્પિન બોલિંગ અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શકી. અમારા સ્પિનરોનો દિવસ સારો ન રહ્યો. તેમણે છેલ્લા છ મહિનામાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ આજે અભાવ રહ્યો.

તેણે સ્વીકાર્યું કે પાવરપ્લેમાં વધુ વિકેટ ગુમાવવી ટીમ માટે નુકસાનકારક હતી. આગાના મતે, પહેલી ઇનિંગમાં પીચ ધીમી હતી અને બોલ ધીમે-ધીમે આવી રહ્યો હતો, જ્યારે બીજી ઇનિંગમાં બેટિંગ સરળ બની ગઈ. આ મેચમાં, ભારતે પ્રથમ બેટિંગ કરીને પાકિસ્તાન સામે 176 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, પાકિસ્તાન માત્ર 114 રન જ બનાવી શક્યું.

About The Author

Related Posts

Top News

બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

23 તારીખે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળ  જ્યાં ચૂંટણીઓ માત્ર બે 23 એપ્રિલ અને 29 એપ્રિલ...
Politics 
બંગાળમાં 25 વર્ષ બાદ માત્ર બે તબક્કામાં મતદાન, કોને ફાયદો-કોને નુકસાન?

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.