અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો મારો શરૂ થયો છે. હાલમાં મે મહિનાનો મધ્ય સમય ચાલી રહ્યો છે અને આવી પરિસ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની સંભાવના છે.

rain
thehindubusinessline.com

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ સંદર્ભે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી હવામાની પ્રવૃત્તિઓના આધારે એવી શક્યતા છે કે ચોમાસાની રેખા ધીમે ધીમે આગળ વધી રહી છે અને 8 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આગામી 24 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, આંધી-પવન અને કમોસમી વરસાદની શક્યતા છે. 25 મે બાદ રાજ્યમાં ફરીથી ગરમી જોર પકડે તેવી શક્યતા છે, જેમાં તાપમાન 42°C થી 44°C સુધી પહોંચી શકે છે.

rain1
economictimes.indiatimes.com

અંબાલાલ પટેલે લોકોને ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને તીવ્ર ગરમીથી બચવાની સલાહ આપી છે. સાથે જ ખેડૂતોએ પણ સાવચેત રહેવું જરૂરી છે કારણ કે હાલનો કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે. જેમણે વાવણી માટે જમીન તૈયાર કરી છે, તેમણે પાણી ભરાવા સામે જાગૃતિ રાખવી જરૂરી છે. આગામી દિવસોમાં હવામાન પલટા ખેડૂતો અને સામાન્ય જનતા બંને માટે મહત્વપૂર્ણ છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

Top News

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

અમેરિકન રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ શુક્રવારે (25 જુલાઈ) રોકાણકારો માટે ચેતવણી સંદેશ શેર કર્યો અને તેમને ETF ખરીદવા વિનંતી કરી. ...
Business 
 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, ...
Health 
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.