- Gujarat
- રાજકોટની રિક્ષા ગેંગ, ઉલટી થાય એવું નાટક કરીને મોટો ખેલ કરતા, ઝડપાયા
રાજકોટની રિક્ષા ગેંગ, ઉલટી થાય એવું નાટક કરીને મોટો ખેલ કરતા, ઝડપાયા

રાજકોટ શહેરમાં પેસેન્જર બની ઉલટી-ઉબકાનું નાટક કરીને રિક્ષામાં મુસાફરોના ખિસ્સામાંથી નાણાં ચોરતી ગેંગનો પર્દાફાશ થયો છે. માલવીયાનગર પોલીસે પીડીએમ કોલેજ પાસેથી બે શખ્સોને ઝડપી લીધા છે, જેમાં મુખ્ય સૂત્રધાર ધનજી ઉર્ફે ધનો ઉર્ફ કાળો ચોર દેવજીભાઈ ડેડાણી (ઉ.વ.42, રહે. ઘનશ્યામ સોસાયટી, પોપટપરા સ્મશાન સામે)અને તેના સાથી સુનિલ પેરવાણી (ઉ.વ.45, રહે. આસ્થા ચોક/ રેલનગર)નો સમાવેશ થાય છે.

રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ ભીડભંજન સોસાયટીમાં રહેતા 41 વર્ષીય ડ્રાઈવર મુકેશભાઈ સોલંકી તા. 21ના રોજ બપોરે ગોંડલ ચોકડીએથી પોતાના ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં પહેલેથી જ એક પેસેન્જર બેઠો હતો, જેણે રસ્તામાં ઉલટી-ઉબકાનું નાટક કર્યું. ઉલટી-ઉબકાનું નાટક કરી તેણે મુકેશભાઈના ખિસ્સામાંથી રૂ. 15,500 ચોરી લીધા બાદ પુનિતનગરના ટાંકા નજીક ઉતારી દીધા હતા.
આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં મુકેશભાઈ સોલંકી દ્વારા ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પીડીએમ કોલેજ પાસેથી રિક્ષા ગેંગના બે સભ્યો ધનજી અને સુનિલ મોહનભાઈ પેરવાણીને ઝડપવામાં આવ્યા હતા. બંનેએ છેલ્લા અઠવાડિયામાં ગોંડલ ચોકડી પાસેથી ત્રણ પેસેન્જરોના ખિસ્સામાંથી રૂ. 2500, રૂ. 4700 અને રૂ. 13,300ની ચોરી કર્યાની કબૂલાત આપી છે. જોકે, આ ચોરીઓ અંગે હજુ સુધી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા નથી.

મુખ્ય આરોપી ધનજી ઉર્ફ ધમો પર ચોરી, દારૂ અને જુગારના કુલ 15 ગુના તથા સુનિલ વિરુદ્ધ ત્રણ ગુના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા છે. પોલીસે બંને પાસેથી રોકડ રકમ અને રિક્ષા કબજે કરી છે.
Related Posts
Top News
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
શું વિદ્યાર્થીઓ સરકાર દ્વારા સંચાલિત કેન્દ્રીય વિદ્યાલયોથી નિરાશ થઇ ગયા છે? શિક્ષણ મંત્રી પ્રધાને ચોંકાવનારા આંકડા રજૂ કર્યા
Opinion
