- National
- આ મહિલા પાસે ટિકિટ માગી તો GRP કોન્સ્ટેબલે TTEને ટ્રેનમાંથી ઉતારી મરઘો બનાવ્યા
આ મહિલા પાસે ટિકિટ માગી તો GRP કોન્સ્ટેબલે TTEને ટ્રેનમાંથી ઉતારી મરઘો બનાવ્યા

હીરાકુંડ એક્સપ્રેસના થર્ડ AC કોચમાં ટિકિટ માગવા પર GRP કોન્સ્ટેબલ અને TTE વચ્ચે વિવાદ થઈ ગયો. આરોપ છે કે કોન્સ્ટેબલે TTEનો કોલર પકડીને તેને નીચે ઉતાર્યો અને તેને મરઘો બનાવીને કૂકડે-કૂ કહેવા માટે મજબૂર કર્યો. રેલવેએ આ આરોપને ગંભીરતાથી લીધો છે અને આ મામલાની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. તેમાં રેલવેના સહાયક સુરક્ષા કમિશનર, સહાયક વાણિજ્યિક વ્યવસ્થાપક અને GRPના નાયબ પોલીસ ઉપાધિક્ષક સામેલ છે. GRPના SP વિપુલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સમિતિના તપાસ રિપોર્ટના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટના સોમવારની છે. જબલપુર ડિવિઝનના કટનીના ડેપ્યુટી CTI દિનેશ કુમાર હીરાકુંડ એક્સપ્રેસ (20808)માં ડ્યૂટી કરી રહ્યા હતા. ઝાંસીથી ટ્રેન નીકળ્યા બાદ તેઓ કોચમાં મુસાફરોની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન B-1 કોચમાં એક મહિલા બેઠેલી જોવા મળી. ટિકિટ માગવા પર તેણે કહ્યું કે પતિ સાથે વાત કરી લે. થોડે દૂર એક સીટ પર વર્દીમાં બેઠેલા કોન્સ્ટેબલ પાસે ટિકિટ માગવા પર તે ગુસ્સે થઈ ગયો. એવો આરોપ છે કે કોન્સ્ટેબલે ધમકી આપી હતી કે તે લલિતપુરના GRP પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ છે, પરંતુ TTE ટિકિટ બતાવવાની માગ પર અડગ રહ્યો. કોન્સ્ટેબલે તેની સાથે મારામારી કરી દીધી. ટ્રેન લલિતપુર સ્ટેશન પહોંચતા જ કોન્સ્ટેબલે TTEને બળજબરીથી ટ્રેનમાંથી ઉતાર્યો. જેથી ટ્રેન TTE વિના જ રવાના થઈ ગઈ.
આરોપ છે કે ત્યારબાદ TTEને પોલીસ સ્ટેશન લઈ જઇને કોન્સ્ટેબલે તેને મરઘો બનાવ્યો અને દર 5 મિનિટે કૂકડે-કૂ બોલાવતો હતો. જાણકારી અન્ય TTEને મળી તો હોબાળો કરી દીધો. મંગળવારે ભારતીય રેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય પ્રમુખ સંજય સિંહે સીનિયર DCM અમન વર્માને મળીને કાર્યવાહીની માગણી કરતા આવેદન આપ્યું હતું. ટિકિટ ચેકિંગ કર્મચારીઓનો આક્રોશ જોઈને રેલવે અધિકારીઓએ ટિકિટ વિના મુસાફરી કરનાર પોલીસકર્મીને ભારે દંડ ફટકારવાની તૈયારી કરી લીધી છે. ટિકિટ ચેકિંગ કર્મીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે પોલીસકર્મી મળવા પર તેમની પાસે ટિકિટ માગે.

ટિકિટ ન મળે તો તેમની સાથે દલીલ ન કરો, પરંતુ તાત્કાલિક મોબાઇલ ફોન દ્વારા રેલવે કંટ્રોલને જાણ કરો. આગામી સ્ટેશન પર TTE ફોર્સ સાથે પહોંચીને સંબંધિત પોલીસકર્મીને ઉતારીને તેની પૂરી માહિતી એકત્ર કરીને કંટ્રોલ રૂમમાં નોંધવામાં આવશે. ત્યારબાદ દંડ વસૂલીને તેનો રિપોર્ટ તૈયાર કરીને સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષકને મોકલવામાં આવશે.
Related Posts
Top News
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?
Opinion
