મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક

ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ શરૂ કરી છે. પરિવાર હવે એક ફિલ્મના માધ્યમથી ન્યાયની લડાઈ લડવા જઈ રહ્યો છે. રાજા રઘુવંશીની રહસ્યમય હત્યાએ દેશભરમાં સનસની મચાવી દીધી હતી. હવે પરિવારે આ મામલે એક મોટું પગલું ઉઠાવ્યું છે. રાજાના જીવન અને તેના મોત સાથે જોડાયેલા સત્યને પડદા પર લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આજે પણ રાજા રઘુવંશીની હત્યાને લઈને ઘણા સવાલ વણઉકેલાયેલા છે. પરિવારનું માનવું છે કે આ કોઈ અકસ્માત નહોતો, પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર હતું, જેને 'હનીમૂન' નામ આપવામાં આવ્યું હતું. આ કારણોસર ફિલ્મનું નામ પણ રાખવામાં આવ્યું છે- હનીમૂન ઇન શિલોંગ.

ફિલ્મના નિર્માણને લઈને હવે બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજાના ભાઈ વિપિન રઘુવંશી અને ફિલ્મ ડિરેક્ટર વચ્ચે કહાનીને લઈને અંતિમ વાતચીત થઈ ગઈ છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે, જેમાં રાજાની જિંદગી, તેનું વ્યક્તિત્વ, તેના લગ્ન અને પછી હનીમૂન દરમિયાન થયેલા રહસ્યમય મોતને પૂરી ઈમાનદારીથી બતાવવામાં આવશે. ડિરેક્ટર અને પ્રોડક્શન ટીમ ઇન્દોરમાં રાજાના ઘરે પહોંચી ગઈ છે અને રઘુવંશી પરિવારના ઘર પર ઉપસ્થિત છે. રાજા સાથે જોડાયેલી બધી માહિતી, તસવીરો, દસ્તાવેજો અને કૌટુંબિક અનુભવો એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જેથી ફિલ્મને વાસ્તવિક ઘટનાઓની ખૂબ નજીક રાખી શકાય.

sonam
timesofindia.indiatimes.com

પરિવારનું કહેવું છે કે, આ ફિલ્મ માત્ર એક કહાની નથી, પરંતુ રાજા માટે ન્યાયની લડાઈ છે. તેઓ ઇચ્છે છે કે જે સત્ય અત્યાર સુધી સામે આવ્યું નથી તે આ ફિલ્મ દ્વારા જનતા અને કાયદાની સામે આવે. રાજા રઘુવંશીની કહાની હવે માત્ર ઇન્દોર સુધી સીમિત નહીં રહે. તે રાષ્ટ્રીય બહેસ બનશે અને કદાચ ન્યાયના માર્ગ પર એક મજબૂત કડી પણ. પરિવારને આશા છે કે આ પહેલથી રાજાને ન્યાય મળશે અને સમાજમાં નવી જાગૃતિ લાવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.