ભાજપના લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજકોટમાં જે નિવેદન આપ્યું હતું તેને કારણે ક્ષત્રિય સમાજમાં જે વિરોધનો વંટોળ ઉભો થયો છે, તેમાં ક્ષત્રિય સમાજના આ 10 મોટા ચહેરાંઓ છે જેમણે ભાજપ અને રૂપાલાની ઉંઘ હરામ કરી નાંખી છે. છેલ્લાં 22 દિવસથી રૂપાલાને હટાવોની માંગ સાથે ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ કરી રહ્યો છે.
ક્ષત્રિય સમાજના જે 10 ચહેરાં ઓ આંદોલનની આગેવાની કરી રહ્યા છે તેમાં પદ્મિનીબા વાળા, પૂર્વ પોલીસ કર્મચારી પી.ટી. જાડેજા,ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને કોંગ્રેસ નેતા નયનાબા જાડેજા, નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તૃપ્તિબા રાઓલ, GEBના પૂર્વ એન્જિનિયર રમજુબા જાડેજા,