એક્સિડેન્ટની સારવાર ‘કૈશલેસ’ થશે, જાણો શું છે સરકારનો મહા પ્લાન

એફઆઈસીસીઆઈની એક રિપોર્ટ અનુસાર, રોડ અકસ્માતમાં દર વર્ષે 15 લાખ લોકોના મોત થઇ જાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં સૌથી વધારે રોડ અકસ્માત થાય છે. યુરોપીય દેશ એસ્ટોનિયાની જનસંખ્યાના બરાબર દર વર્ષે આપણા દેશમાં રોડ અકસ્માત થાય છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સમયસર સારવાર ન મળવાને કારણે તેમના મોત થઇ જાય છે. પણ હવે મોદી સરકાર આનાથી જોડાયેલ એક ગેમચેંજર સ્કીમ લાવવાની તૈયારીમાં છે.

રોડ અકસ્માતમાં થનારી મોતોને રોકવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. દેશભરમાં રસ્તાઓની જાળ જે પ્રકારે વધી છે, તેવી જ રીતે રોડ અકસ્માતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. પણ હવે રોડ અકસ્માતમાં પીડિતોની સારવાર માટે કૈશલેસ ચિકિત્સા વ્યવસ્થા શરૂ કરવાની કવાયત થઇ રહી છે. જેથી લોકોના જીવ બચાવી શકાય.

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય(MoRTH) આવનારા 3-4 મહિનામાં દેશભરમાં રોડ અકસ્માતના પીડિતો માટે કૈશલેસ ટ્રીટમેન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ યોજના નવા સંશોધિત મોટર વ્હીકલ એક્ટ 2019નો ભાગ રહેશે. જોકે અમુક રાજ્યો પહેલાથી જ કૈશલેસ સારવારની યોજના લાગૂ કરી ચૂક્યા છે. પણ અપડેટ બાદ આ દેશભરમાં લાગૂ થઇ જશે.

આ જાહેરાત દિલ્હીમાં આયોજિત 3 દિવસીય ગ્લોબલ રોડ સેફ્ટી ઈનિશ્યેટિવમાં કરવામાં આવી. જેનું આયોજન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાફિક એજ્યુકેશને MoRTHની સાથે પાર્ટનરશિપમાં કર્યું હતું. MoRTHના સચિવ અનુરાગ જૈને કહ્યું કે, કૈશલેસ ટ્રીટમેન્ટને મોટર વ્હિકલ એક્ટ દ્વારા પરિભાષિત ગોલ્ડન ઓવર રોડ એક્સીડેંટ પીડિતો માટે પણ વધારવામાં આવશે.

તેમણે કહ્યું કે, ભારતમાં રોડ અકસ્માતથી થનારી મોતોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. 2030 સુધીમાં અકસ્માતોને 50 ટકા ઓછા કરવા માટે મંત્રાલયે રોડ સેફ્ટી માટે 5E રણનીતિ તૈયાર કરી છે. જેનો અર્થ છે...એજ્યુકેશન, એન્જીનિયરિંગ, ઈન્ફોર્સમેન્ટ અને ઈમરજેંસી કેયર છે. જેમાં એન્જીનિયરિંગ હેઠળ રોડ સેફ્ટીને વધારે સારી કરવામાં આવશે.

દેશભરના રોડ અકસ્માતોના આંકડાઓની રિપોર્ટિંગ, મેજેજમેન્ટ અને વિશ્લેષણ એક કે બે મહિનાની અંદર એન્જીનિયરિંગ દોષોને યોગ્ય કરવા માટે એક કેન્દ્રીય ભંડાર સ્થાપિત કરવા માટે ઈલેક્ટ્રોનિક વિસ્તૃત અકસ્માત રિપોર્ટ(ઈ-ડીએઆર) પરિયોજના શરૂ કરવામાં આવી છે. આવનારા એક કે બે મહિનામાં દેશભરમાં રોડ અકસ્માતોના આંકાડાઓના વિશ્લેષણ, આંકલન અને એનાલિસિસ માટે એક ઈલેક્ટ્રોનિક ડિટેલ્ડ એક્સીડેન્ટ રિપોર્ટ(e-DAR) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

About The Author

Top News

રામાનંદ સાગરની 'રામાયણ'માં ડિઝની રોકાણ કરવાની હતી, લલિત મોદીએ કહ્યું- 'અંગ્રેજો ભગવાન રામની વાર્તા જ ન સમજી શક્યા'

1980ના દાયકાને યાદ કરો, જ્યારે ટેલિવિઝન તેની શરૂઆતના તબક્કામાં હતું. તે સમયે, ભારતમાં આજની જેમ ખાનગી OTT ...
Entertainment 
રામાનંદ સાગરની 'રામાયણ'માં ડિઝની રોકાણ કરવાની હતી, લલિત મોદીએ કહ્યું- 'અંગ્રેજો ભગવાન રામની વાર્તા જ ન સમજી શક્યા'

ભાજપશાસિત આ રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ; બનાવવા-વેચવા અને ખાવા પર રોક

ઉત્તરાખંડ સરકારે સમગ્ર રાજ્યમાં ગુટખા અને પાન મસાલા સહિત તમાકુ અને નિકોટિન યુક્ત તમામ ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, ...
National 
ભાજપશાસિત આ રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ; બનાવવા-વેચવા અને ખાવા પર રોક

સરકારે કેનેડાની કંપનીને ભારતીય સરકારી બેંકનો 60.72% હિસ્સો 52878 કરોડમાં વેચી દીધો

બુધવારે, કેન્દ્રીય કેબિનેટે IDBI બેંકમાં 60.72 ટકા હિસ્સો કેનેડિયન નાણાકીય સેવાઓ કંપની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની પેટાકંપનીને રૂ. 52,878.08 કરોડમાં...
Business 
સરકારે કેનેડાની કંપનીને ભારતીય સરકારી બેંકનો 60.72% હિસ્સો 52878 કરોડમાં વેચી દીધો

સુપ્રીમ કોર્ટે 10 ઓક્ટોબરે ટ્રેન અને મેટ્રો ચાલુ રાખવા આદેશ કર્યો છતા આદેશ ન માનવામાં આવ્યો, ક્યાં ગયો કોર્ટોનો ડર?

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઇને જ્યારે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિપક્ષે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી...
National 
સુપ્રીમ કોર્ટે 10 ઓક્ટોબરે ટ્રેન અને મેટ્રો ચાલુ રાખવા આદેશ કર્યો છતા આદેશ ન માનવામાં આવ્યો, ક્યાં ગયો કોર્ટોનો ડર?
Copyright (c) Khabarchhe All Rights Reserved.