ચંદન રાઠોડના અકસ્માત સ્થળે લોકો ચઢાવી રહ્યા છે અગરબત્તી અને પાણી, ખજૂરભાઇએ વ્યક્ત કરી ભારે નારાજગી, બોલ્યા- ‘ગુજ્જુને પ્રેમ કરતા હોવ તો...’

17 સપ્ટેમ્બરના રોજ સુઈગામના કોમેડિયન અને સોશિયલ મીડિયા ક્રિએટર ચંદન રાઠોડ ઉર્ફ 'ગુજ્જુ લવ ગુરુ'નું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ તેના પરિવાર અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવાર પર આભ તૂટી પડ્યા બાદ લોકસેવકો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર્સે પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા ભંડોળ એકઠું કરવાની ઝુંબેશ ઉપાડી હતી. ઓનલાઈન 2.96 કરોડ અને રોકડ રૂપે 53 લાખની સહાય લોકોએ કરી હતી. જેનો આંકડો ગતરોજ જાહેર કરાયો હતો. જેમાં પત્ની, બાળકોના નામે 41-41 લાખની FD કરાશે. ચંદન રાઠોડના પરિવારની અત્યંત દયનીય સ્થિતિ જોતા સેવાભાવી અગ્રણીઓ દ્વારા રૂ. 2 કરોડની આર્થિક સહાય એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે, ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા ચાહકો અને દાતાઓએ મુક્ત મને દાન આપતા આ આંકડો અંદાજે ₹3.60 કરોડને વટાવી ગયો છે.

chandan-rathod2
divyabhaskar.co.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ બનાસકાંઠામાં જે જગ્યાએ પહોંચ્યા હતા, જ્યાં ‘ગુજ્જુ લવગુરુ’નું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યાં કેટલાક લોકો અગરબત્તી કરતા હતા, તો કેટલાક પાણી ચઢાવતા હતા. પૂજા-અર્ચના અને અંધશ્રદ્ધા જેવી પ્રવૃત્તિઓ જોઈને તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આવી ગેરસમજ અને અંધશ્રદ્ધા ન ફેલાવવા અપીલ કરી હતી.

ખજૂરભાઈએ જણાવ્યું કે, આ એ જ જગ્યા છે જ્યાં ગુજ્જુ લવગુરુનો અકસ્માત થયો હતો. આજે બનાસના જેટલા પણ ક્રિએટર્સ છે, જે વીડિયો બનાવે છે કે જેટલા સામાન્ય માણસો છે, તેઓ આ જગ્યા પર આવીને નાળિયેર મૂકે છે, કોઈ અગરબત્તી મૂકે છે, કોઈ થમ્સઅપની બોટલો કે વેફરના પડીકા મૂકે છે. ખજૂરભાઈ અને તેમના સાથીઓએ આ તમામ ચીજવસ્તુઓ જાતે જમીન પરથી ઉપાડીને હટાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ પ્રકારની પ્રવૃત્તિઓથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે છે. તમે જો ગુજ્જુને પ્રેમ કરતા હોવ, તો એના નામના હેલમેટ લોકોને વહેંચો જેથી રોડ પર અકસ્માત ન થાય. પરંતુ તમે આ જે અંધશ્રદ્ધાનું કામ કરો છો, તેવું ન કરો. આ હાઈવે રોડ છે, અહીંયા અકસ્માતના કિસ્સાઓ વધે છે.

chandan-rathod1
divyabhaskar.co.in

ખજૂરભાઈ અને તેમના સાથીઓએ વધુમાં જણાવ્યું કે, આ એક વ્યસ્ત હાઇવે રોડ છે, જ્યાં પહેલેથી જ અકસ્માતના બનાવો વધુ બને છે. આવી સ્થિતિમાં રોડની સાઇડમાં ભીડ કરવી કે પૂજા-પાઠ જેવી પ્રવૃત્તિઓ કરવી અન્ય વાહનચાલકો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. તેમણે તમામ યુવાનોને બે હાથ જોડીને વિનંતી કરી કે, ગુજ્જુ લવગુરુના નામે સેવાકીય પ્રવૃત્તિઓ કરો અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરો.

તો સુઈગામ પંથકના ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડના નિધન બાદ તેમના પરિવારને મળવા કરશનદાસ બાપુ તેમના ઘરે પહોંચ્યા હતા. કરશનદાસ બાપુએ ચંદન રાઠોડના પરિવારજનોને મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે ચંદન રાઠોડની દીકરીના શિક્ષણ માટે દર વર્ષે 11 હજાર રૂપિયા રોકડા આપવાની જાહેરાત કરી હતી.

ચંદન રાઠોડનું થોડા સમય અગાઉ માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. તેમના નિધન બાદ અનેક લોકો અને સામાજિક આગેવાનો પરિવારને મળવા પહોંચ્યા છે. ત્યારે કરશનદાસ બાપુ પણ ચંદન રાઠોડના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. દરમિયાન તેમણે ચંદન રાઠોડની દીકરીના શિક્ષણમાં સહયોગ આપવાની જાહેરાત કરી હતી. બાપુએ દર વર્ષે 11 હજાર રૂપિયા રોકડા આપવાની જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે.

ચંદન રાઠોડના અકસ્માત અંગે વાત કરતા કરશનદાસ બાપુએ કહ્યું હતું કે, ‘જો ચંદન રાઠોડે હેલમેટ પહેર્યું હોત તો આજે આપણી વચ્ચે હાસ્ય કલાકાર હોત. તેમના આ નિવેદનમાં હેલમેટના ઉપયોગ અંગે લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ચંદનભાઈએ સમાજને એક સંદેશ આપ્યો છે કે, નિર્દોષ હાસ્યથી મોટું કોઈ દાન નથી. કોઈના આંસુએ હરખમાં ફેરવવા એનાથી મોટી કોઈ વાત નથી.

About The Author

Top News

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? જાણો ક્રૂડ ઓઇલના ભાવ અચાનક કેમ વધ્યા?

પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ અને US-ઈરાન વાટાઘાટોને લગતી અનિશ્ચિતતાએ સતત બીજા સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે....
Business 
શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? જાણો ક્રૂડ ઓઇલના ભાવ અચાનક કેમ વધ્યા?

UPમાં કોંગ્રેસે 150 બેઠકોની માંગ કરતા SP નેતાએ કહ્યું, 'આગામી 5 પેઢી સુધી PM નહીં બની શકે..'

સમાજવાદી પાર્ટીના નેતા IP સિંહે ઉત્તર પ્રદેશમાં 150થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાના કોંગ્રેસના દાવા પર કટાક્ષ કર્યો છે....
National 
UPમાં કોંગ્રેસે 150 બેઠકોની માંગ કરતા SP નેતાએ કહ્યું, 'આગામી 5 પેઢી સુધી PM નહીં બની શકે..'

આ સ્ટોક માત્ર ચાર દિવસમાં 43% ગગડ્યો, કંપનીની કમાણી પર જોખમ!

પોલિસીબજાર અને પૈસાબજારની પેરેન્ટ કંપની 'પીબી ફિનટેક લિમિટેડ'ના શેરમાં મંગળવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન પણ ભારે ઘટાડો જોવા...
Business 
આ સ્ટોક માત્ર ચાર દિવસમાં 43% ગગડ્યો, કંપનીની કમાણી પર જોખમ!

શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન

મહારાષ્ટ્રમાં NCP (SP)ના પ્રમુખ શરદ પવારે સોમવાર 28 સપ્ટેમ્બર 2026ના રોજ તે અટકળોને ફગાવી દીધી હતી કે તેમની...
Politics 
શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.