હવે ડ્રાઇવિંગ લાયસન્સ 50 વર્ષ માટે માન્ય રહેશે, માલિકી ટ્રાન્સફર પણ ઓનલાઇન, નિયમોમાં ફેરફારની તૈયારી

દેશભરના લાખો વાહન માલિકો અને ડ્રાઇવરો માટે રાહત મળે તેવા ખુબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) અને વાહનો સંબંધિત નિયમોમાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય RTO ઓફિસોમાં વારંવાર જવાની ઝંઝટને સંપૂર્ણપણે દૂર કરવાનો છે. આ માટે બે મુખ્ય દરખાસ્તો પર ચર્ચા થઈ રહી છે. પહેલું ડ્રાઇવિંગ લાઇસન્સની વેલિડિટી (સમયમર્યાદા) લંબાવવાની છે. આ ઉપરાંત બીજું, વાહન સંબંધિત આવશ્યક સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઇન પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરવાનો છે. તો ચાલો આ આખી વાત શું છે તે તમને જણાવી દઈએ....

Driving License Validity
india.com

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, આ નવા પ્રસ્તાવ હેઠળ, ડ્રાઇવિંગ લાઇસન્સ હવે 50 વર્ષની ઉંમર સુધી માન્ય રહી શકે છે. હાલના નિયમોની વાત કરીએ તો, નવું ડ્રાઇવિંગ લાઇસન્સ સામાન્ય રીતે 20 વર્ષ માટે માન્ય હોય છે. તે પછી, લોકોએ તેને રિન્યુ કરાવવા માટે RTOના આંટા ફેરા કરવાની ઝંઝટનો સામનો કરવો પડે છે. માર્ગ પરિવહન મંત્રાલય માને છે કે, આ નવી પહેલ સામાન્ય લોકોને વારંવાર કાગળકામ અને લાંબી રિન્યુ પ્રક્રિયાઓમાંથી ખુબ મોટી રાહત આપશે. આ સરકારના એક મોટા મિશન 'જીવનની સરળતા' દ્વારા એટલે કે સામાન્ય લોકોના જીવનને સરળ બનાવવાનો એક ભાગ છે.

લાઇસન્સની સાથે, વાહનોની ખરીદી અને વેચાણ અંગે પણ બીજો મોટો ફેરફાર થવાનો છે. સરકાર એક એવી સિસ્ટમ પર કામ કરી રહી છે, જે વાહન માલિકી ટ્રાન્સફર અને પરમિટ રિન્યુઅલ જેવા મહત્વપૂર્ણ કાર્યોને સંપૂર્ણપણે ડિજિટલ બનાવશે. જો આ દરખાસ્ત અમલમાં મૂકવામાં આવે છે, તો તમારે હવે જૂના વાહન ખરીદ્યા કે વેચ્યા પછી નામ ટ્રાન્સફર કરવા માટે RTO ઓફિસના આંટા ફેરા કરવાની જરૂર રહેશે નહીં. આ સમગ્ર પ્રક્રિયા આરામથી તમારા ઘરના કમ્પ્યુટર અથવા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને થોડી જ મિનિટોમાં પુરી થશે.

Driving License Validity
abplive.com

આ સમગ્ર ફેરફારને કારણે કેટલાક રાજ્યોમાં મહેસૂલનું નુકસાન થવાની પણ ચિંતા ઉભી થઇ હતી. જોકે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, આનાથી રાજ્ય સરકારની આવક પર કોઈ અસર થશે નહીં. લાઇસન્સ અને વાહનો સંબંધિત તમામ ફી અને ચાર્જ ઓનલાઈન સિસ્ટમ દ્વારા સરળતાથી વસૂલવામાં આવશે. ફરક માત્ર એટલો રહેશે કે અરજદારોને હવે કોઈપણ કામ માટે RTO ઓફિસની રૂબરૂ મુલાકાત લેવાની ફરજ પાડવામાં આવશે નહીં. સમગ્ર વહીવટી તંત્ર હવે ડિજિટલ અને પારદર્શક રીતે કામ કરશે.

નિયમોને સરળ બનાવવાની સાથે, સરકાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી રહી છે. નવી સિસ્ટમ હેઠળ, ડ્રાઇવરોને ચલણ અને ઉલ્લંઘન માટે નેગેટિવ પોઇન્ટ આપવામાં આવશે. જો કોઈ ડ્રાઇવરના નક્કી કરેલા ચોક્કસ મર્યાદા કરતાં વધુ નેગેટિવ પોઇન્ટ થઇ જાય છે, તો તેનું લાઇસન્સ સસ્પેન્ડ અથવા કાયમી ધોરણે રદ કરવામાં આવશે. સરકાર માને છે કે આ પગલું સારા અને કાયદાનું પાલન કરનારા ડ્રાઇવરો માટે જીવન ખૂબ સરળ બનાવશે, સાથે સાથે બેદરકારીથી વાહન ચલાવનારાઓ પર એક પ્રકારની બ્રેક લાગી જશે.

About The Author

Top News

સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે

(ઉત્કર્ષ પટેલ) હિન્દુ ધર્મમાં સમયને માત્ર ઘડિયાળના કાંટા તરીકે નહીં પણ દિવ્ય શક્તિ તરીકે જોવામાં આવે છે. સંધ્યાકાળ અથવા ગૌધુલી...
Opinion 
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે

છૂટાછેડાના કાગળો ફાડી પત્ની પતિને વળગી પડી, 5 વર્ષ લાંબી લડાઈનો ભાવુક અંત

નફરત, કડવાશ અને પાંચ વર્ષ લાંબી કાનૂની લડાઈ સેકન્ડોમાં ઓગળી ગઈ જ્યારે દિલ્હીની એક કોર્ટમાં પત્નીએ પોતાના છૂટાછેડાના કાગળો...
Lifestyle 
છૂટાછેડાના કાગળો ફાડી પત્ની પતિને વળગી પડી, 5 વર્ષ લાંબી લડાઈનો ભાવુક અંત

મને જણાવતા આનંદ થાય છે કે 100% ઈથેનોલ ઈંધણને મંજૂરી આપવાની ફાઈલ પર ગઈકાલે રાત્રે 8 વાગ્યે મેં સાઈન કરી દીધી છેઃ ગડકરી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઇંધણ પુરવઠા પર વધતા દબાણ વચ્ચે, ભારતે વૈકલ્પિક ઇંધણ તરફ એક મોટું પગલું...
Tech and Auto 
મને જણાવતા આનંદ થાય છે કે 100% ઈથેનોલ ઈંધણને મંજૂરી આપવાની ફાઈલ પર ગઈકાલે રાત્રે 8 વાગ્યે મેં સાઈન કરી દીધી છેઃ ગડકરી

ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં આઇસલૅન્ડ સતત 19મી વખત સૌથી શાંતિપૂર્ણ દેશ, જાણો ભારત અને પાકિસ્તાનનો નંબર

મંગળવારે જાહેર કરાયેલા એક નવા અહેવાલ મુજબ, પાછલાં એક વર્ષમાં દુનિયા પહેલા કરતાં વધુ ખતરનાક બની ગઈ છે. ગ્લોબલ...
World 
ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં આઇસલૅન્ડ સતત 19મી વખત સૌથી શાંતિપૂર્ણ દેશ, જાણો ભારત અને પાકિસ્તાનનો નંબર
Copyright (c) Khabarchhe All Rights Reserved.