10 હજારથી ઓછી કિંમતમાં ભારતમાં 5000mAh બેટરી અને 120Hz ડિસ્પ્લેવાળો ફોન લોન્ચ

Tecnoએ ભારતમાં બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં નવો Tecno Pop X લોન્ચ કરી દીધો છે. કંપનીએ 120Hz રિફ્રેશ રેટવાળી સ્ક્રીન અને IP64 રેટિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જે આ કિંમતમાં ઓછું જોવા મળે છે. ફોનની બીજી ખાસિયત એ પણ છે કે તે નજીકના સેલ્યુલર નેટવર્ક પાસે ઉપસ્થિત યુઝર્સ સાથે પણ કૉલિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત ફોનમાં 6.75-ઇંચ HD+ LCD ડિસ્પ્લે અને 5000mAhની બેટરી મળે છે. ચાલો જાણીએ ફોનની કિંમત અને અન્ય સ્પેસિફિકેશન બાબતે.

કિંમત અને ઉપલબ્ધતા

Tecno Pop Xની ભારતમાં કિંમત 8,499 રૂપિયા રાખવામાં આવી છે અને તે 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિયન્ટમાં આવે છે. આ ફોન ચિલી ગ્રીન અને ફ્લેર વ્હાઇટ રંગોમાં ઉપલબ્ધ થશે. કંપનીએ પુષ્ટિ કરી છે કે, તેનું વેચાણ 6 માર્ચથી એમેઝોન અને ઑફલાઇન રિટેલ ચેનલો દ્વારા શરૂ થશે. લોન્ચ ઓફર હેઠળ HDFC બેંક કાર્ડથી ખરીદવા પર ફોનની કિંમત ઘટીને 7,749 રૂપિયા થઈ શકે છે.

TECNO-POP-X2
gadgets360.com

Tecno Pop X: સ્પેસિફિકેશન

Tecno Pop Xમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.75-ઇંચ HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન Android 15 પર આધારિત HiOS 15 પર ચાલે છે. પરફોર્મન્સ માટે 12nm ઓક્ટા-કોર Unisoc T7250 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેને 4GB LPDDR4x RAM અને 64GB eMMC સ્ટોરેજ સાથે જોડવામાં આવ્યું છે.

Tecno Pop X: કેમેરા અને બેટરી

ફોટોગ્રાફી માટે Tecno Pop Xમાં પાછળના ભાગમાં 13MPનો પ્રાથમિક કેમેરા અને સેલ્ફી માટે 8MP ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 5,000mAh બેટરી છે જે આખો દિવસ બેકઅપ આપવાનો દાવો કરે છે. તે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે અને બોક્સમાં 10W ચાર્જર મળે છે. સાથે જ IP64 રેટિંગ તેને ધૂળ અને સામાન્ય પાણીના છાંટાથી  સુરક્ષિત બનાવે છે.

TECNO-POP-X
fonearena.com

Tecno Pop Xમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ 5.2, GPS અને USB ટાઇપ-C પોર્ટ મળે છે. ફોનમાં IR ટ્રાન્સમીટર પણ આપવામાં આવ્યું છે, જેને યુઝર્સ TV અથવા અન્ય ઘરગથ્થુ ઉપકરણોને નિયંત્રિત કરી શકે છે. 3.5mm હેડફોન જેક પણ ઉપલબ્ધ છે.

About The Author

Related Posts

Top News

ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટાયા બાદ ગુજરાતમાં ખૂબ જ સક્રિય દેખાઈ...
Gujarat 
ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!

નિર્લિપ્ત રાયનું નામ આવતા જ ગુનેગારોમાં તો ફફડાટ ફેલાઇ જ જાય છે પરંતુ તેમનાથી નેતાઓ અને તેમના ડિપાર્ટમેન્ટની પોલીસ પણ...
Opinion 
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!

દેશમાં પહેલીવાર કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી, એવી છે કહાની કે જજ પણ રડી પડ્યા

ગાઝિયાબાદના હરીશ રાણાને સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી છે. દેશમાં આ પહેલો એવો કેસ છે જેમાં ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપવામાં...
National 
દેશમાં પહેલીવાર કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી, એવી છે કહાની કે જજ પણ રડી પડ્યા

ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) સુરત વિશ્વનું હીરા ઉદ્યોગનું હૃદય. અહીં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં પરંપરાગત કામથી આગળ વધીને વિકાસ અને નવીનતાની નવી...
Business  Opinion 
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.