ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટાયા બાદ ગુજરાતમાં ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યા છે. તેઓ સતત ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરે. અત્યારે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સુરત અને રાજકોટના ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કરવાનો સનસનાટી ભર્યો દાવો કર્યો છે.

તેમણે આ મામલે ફેસબુક પર પોસ્ટ કરી છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, ભાજપની પોલ ખોલે તેવી માહિતી સામે આવી છે. જ્યારે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ એમ કહ્યું હતું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર 300 યુનિટ વીજળી મફત આપે છે. પંજાબમાં પણ આપે છે તો ગુજરાતમાં પણ ગુજરાતમાં સામાન્ય જનતા માટે 300 યુનિટ મફત મળવી જોઇએ. ત્યારે ભાજપના તમામ નેતાઓએ અરવિંદ કેજરીવાલની અને ગુજરાતના સામાન્ય લોકોની મજાક ઉડાવી હતી કે ગુજરાતમાં તો કંઈ જરૂર નથી. ગુજરાતમાં તો મોદી સાહેબ છે એટલે બધા લોકોને વીજળી ગમે તેટલી મોંઘી હોય તોય પોસાય છે. આવી બધી મજાક કરતા હતા. આજે મારો 10 નંબરનો પ્રશ્ન હતો વીજળી મંત્રીને.

gopal
facebook.com/gopalitaliaofficial

તેમણે કહ્યું કે, આ પ્રશ્નના જવાબમાં ખુલાસો થયો છે કે રાજકોટ અને સુરત 2 જ જિલ્લામાં ઔદ્યોગિક એકમોને 1100 કરોડ રૂપિયા વીજળીના પૈસા માફ કર્યા છે. એટલે કે મોટા-મોટા ઉદ્યોગપતિઓ હોય, અને ખાલી આંકડો તો બે જ જિલ્લાનો છે. આખા ગુજરાતમાં આ આંકડો કદાચ 50 હજાર કરોડ રૂપિયાની વીજ માફીનો હોય શકે છે. અમે કહીએ કે, ગરીબોને મફત વીજળી આપો તો ભાજપવાળા મજાક ઉડાવે છે.

1100 કરોડ રૂપિયાની મફત વીજળી ઉદ્યોગપતિ ભાઈબંધ, દોસ્તરો, યારો-મિત્રોને આપી દીધી ગુજરાત સરકારે. તો ભાજપવાળા કોઈ મજાક ઉડાવતા નથી. 2 જિલ્લાઓમાં ઉદ્યોગપતિઓને 1100 કરોડ રૂપિયાની વીજળી મફત આપી. પરંતુ ગરીબ માણસના ઘરે એક પાંખો ફરે, એકાદ નાનો બલ્બ ચાલુ રહે, એકાદ ટ્યૂબલાઈટ એકાદ ઇલેક્ટ્રીક સાધન હોય એમાં ફ્રિજ હોય કે, TV કે વોશિંગ મશીન. આટલી વસ્તુ જો નાનો માણસ વાપરે તો ભાજપને નથી પોસાતું. ત્યારે વીજળી નહીં આપીએ. કેજરીવાલ મફત વીજળી આપે ત્યારે તો તેનો વિરોધ કરવો છે. અને એક તરફ ઉદ્યોગપતિઓ મિત્રોને મફત વીજળી પૂરી પાડવી છે. આ બે મોઢાની વાતો આજે વિધાનસભાના માધ્યમથી ખુલ્લી પડી છે.

Xiaomi-17
navbharattimes.indiatimes.com

તેમણે વધુમાં કહ્યું કે, મેં ઉર્જા મંત્રીને વળતો પ્રશ્ન પૂછ્યો કે આ ઉદ્યોગપતિઓને મફતની વીજળી આપો છો તેના નીતિ નિયમો શું છે? તો તેમણે મને એવો લાંબો લાંબો જવાબ આપ્યો કે સ્પષ્ટ કંઈ સમજાય નહીં. મેં એમ પણ પુછ્યું કે, કેટલી કંપનીઓએ આ મફત વીજળી લેવા અરજી કરી? તે પૈકી કેટલી કંપનીની અરજી મંજૂર થઈ અને કેટલાંય નામંજૂર? તો તેની પણ મને કોઈ ચોક્કસ આંકડાકીય માહિતી મળી નથી. આ સિવાય મેં એમ પણ પુછ્યું કે એ કઈ કંપની છે જેમને તમે મફત વીજળી આપો છો. નામ તો આપો. વિગત તો આપો કે કોણ છે એવા લોકો. જેને સરકારે 1100 કરોડ રૂપિયાની મફત વીજળી આપી કે જાવ લઈ જાવ.

તેમણે કહ્યું કે, એક તરફ ગરીબોને, હમણાં જ આખા ગુજરાતમાં વીજળી કંપનીઓએ સ્પેશિયલ ડ્રાઈવના નામે હદ વટાવી દીધી, અનેક ગરીબ લોકોના ઘરના કનેક્શન કાપ્યા, અનેક લોકોના ઘરે પોલીસ મોકલી, તોડફોડ કરી. અને પૈસા વસૂલવાનું કામ હમણાં જ વીજળી કંપનીઓએ કર્યું. ઉદ્યોગો માટે ગુજરાતમાં મફત વીજળી છે અને ગરીબોએ બિલ ભરી-ભરીને લેણામાં ડૂબી જાય એટલી હદ સુધી તકલીફ ભોગવવાની છે. આજે અરવિંદ કેજરીવાલ કહેતા હતા એ સાબિત થયું. ગુજરાતની ભાજપની સરકાર ઉદ્યોગપતિઓ માટેની પાંચ પચ્ચીસ માળતિયા માટેની સરકાર છે. સામાન્ય માણસને ભાજપની સરકાર કશું જ આપી શકે તેમ નથી. એ મારા વિધાનસભાના 10 નંબરના પ્રશ્નથી સાબિત થયું છે.

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.