Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ

Realme ટૂંક સમયમાં ભારતમાં તેની GT 7 શ્રેણી લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ એપ્રિલમાં ચીનની બજારમાં Realme GT 7 લોન્ચ કર્યો હતો. બ્રાન્ડે આગામી સ્માર્ટફોનની લોન્ચ તારીખ જાહેર કરી નથી. આ સ્માર્ટફોનની શ્રેણી ભારતમાં લોન્ચ થાય તે પહેલા, કંપનીએ એક કોન્સેપ્ટ ફોન રજૂ કર્યો છે.

Realme-GT-Concept1
91mobiles.com

આ બ્રાન્ડનો કોન્સેપ્ટ ફોન ખૂબ જ ખાસ છે, કારણ કે તેમાં 10 હજાર mAh બેટરી આપવામાં આવી છે. આટલી મોટી બેટરી હોવા છતાં, ફોનની જાડાઈ કે વજનમાં કોઈ ખાસ વધારો થયો નથી. જો કે આ એક કોન્સેપ્ટ ફોન હોવાથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, કંપની ભવિષ્યમાં આ ટેકનોલોજી સાથે ફોન લોન્ચ કરશે.

કંપનીએ આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 10000mAh બેટરી સાથે આવે છે, જે 320W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીએ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને આ માહિતી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, કંપનીએ આ સ્માર્ટફોનને Realme GT 7 શ્રેણી હેઠળ ટીઝ કર્યો છે. એટલે કે, આ ફોન Realme GT 7 શ્રેણીનો ભાગ હોઈ શકે છે.

Realme-GT-Concept2
indianexpress.com

જો કે આ સ્માર્ટફોન એક કોન્સેપ્ટ ફોન હોવાથી, આ હેન્ડસેટ લોન્ચ થશે કે નહીં તે જાણી શકાયું નથી. આ સ્માર્ટફોન 8.5mm જાડાઈ સાથે આવે છે અને તેનું વજન લગભગ 200 ગ્રામ છે. એટલે કે દેખાવમાં આ ફોન કોઈપણ સામાન્ય ફોન જેવો દેખાશે. આ ફોન અર્ધ-પારદર્શક બેક કવર સાથે દેખાય છે.

બ્રાન્ડનું કહેવું છે કે, તેમાં મીની ડાયમંડ આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ફોનમાં મોટી બેટરી આપવાનું શક્ય બન્યું છે. કંપનીએ કહ્યું છે કે, Realme GT કોન્સેપ્ટ ફોનમાં 'અલ્ટ્રા-હાઈ સિલિકોન કન્ટેન્ટ એનોડ બેટરી'નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Realme-GT-Concept3
wccftech.com

આ પહેલીવાર નથી જ્યારે Realmeએ બેટરી અને ચાર્જિંગ ટેકનોલોજીના સંદર્ભમાં મોટું પગલું ભર્યું હોય. કંપનીએ GT Neo 3માં 150W ચાર્જિંગ આપ્યું છે. જ્યારે Realme GT3માં, કંપનીએ 240W ચાર્જિંગ ટેકનોલોજી આપી હતી. આ અગાઉ, કંપની 320W ચાર્જિંગ બતાવી ચૂકી છે. Realme GT 7 શ્રેણીમાં આપણે ઘણી નવીનતાઓ જોવા મળી શકે એમ છે.

Related Posts

Top News

એક એવો મલ્ટીબેગર શેર કે 1 લાખના 84 લાખ થઇ ગયા, તમારી પાસે છે?

આજે એક એવા મલ્ટીબેગર સ્ટોકની વાત કરવી છે જેણે રોકાણકોરાને ન્યાલ કરી દીધા છે. કોઇ રોકાણકારે જો 1 વર્ષ પહેલાં...
Business 
એક એવો મલ્ટીબેગર શેર કે 1 લાખના 84 લાખ થઇ ગયા, તમારી પાસે છે?

‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી

રાહુલ ગાંધીની નજરમાં, આજે અંગ્રેજી વિના પ્રગતિ શક્ય નથી. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના...
National 
‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી

આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

થોડા દિવસ પહેલા, મહારાષ્ટ્ર વિધાનસભામાં હળવાશથી CM દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પક્ષ બદલીને શાસક પક્ષમાં જોડાવાનું કહ્યું. જો આ...
National 
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (...
Business 
રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.