શું કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાવાના છે? ખડગેએ નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની શક્યતા પર મોટું નિવેદન આપ્યું છે. કેટલાક પાર્ટી નેતાઓની ટિપ્પણીઓ પર તેમણે સોમવારે કહ્યું કે, આવા મામલાઓ પર હાઈકમાન્ડ નિર્ણય લેશે અને કોઈએ બિનજરૂરી સમસ્યાઓ ઉભી ન કરવી જોઈએ. ઓક્ટોબરમાં મુખ્યમંત્રી બદલવા અંગે રાજ્યના કેટલાક કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવા પર મીડિયાના પ્રશ્નોના જવાબમાં ખડગેએ કહ્યું, 'જુઓ, તે હાઈકમાન્ડના હાથમાં છે. અહીં કોઈ કહી શકતું નથી કે હાઈકમાન્ડના મનમાં શું ચાલી રહ્યું છે. તે હાઈકમાન્ડ પર છોડી દેવામાં આવ્યું છે અને તેમને આગળનો કોઈ નિર્ણય લેવાનો અધિકાર છે. પરંતુ કોઈએ બિનજરૂરી સમસ્યાઓ ઉભી ન કરવી જોઈએ.'

Mallikarjun Kharge
bhaskar.com

અહીં તમને જણાવી દઈએ કે મે 2023માં કર્ણાટકમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા પછી CM પદ માટે ત્યારે સિદ્ધારમૈયા અને DK શિવકુમાર વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી. જો કે કોંગ્રેસ હાઇકમાન્ડ DK શિવકુમારને DyCMનું પદ સ્વીકાર કરવા માટે મનાવવામાં સફળ રહ્યું હતું.

Mallikarjun Kharge
tv9hindi.com

જ્યારે 2023માં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની, ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે સિદ્ધારમૈયા અને DK શિવકુમાર અઢી અઢી વર્ષ માટે રાજ્યનું નેતૃત્વ કરશે. જોકે, પાર્ટીએ આવા દાવાઓની પુષ્ટિ કે ખંડન કર્યું નથી (વારાફરતી CM બનાવવાના). હાલમાં, સિદ્ધારમૈયા CM છે અને શિવકુમાર DyCM છે. કોંગ્રેસના ધારાસભ્ય HA ઇકબાલ હુસૈને રવિવારે દાવો કર્યો હતો કે, શિવકુમારને આગામી બે થી ત્રણ મહિનામાં રાજ્યના CM બનવાની તક મળી શકે છે. શિવકુમારના નજીકના ગણાતા ધારાસભ્યની આ ટિપ્પણી રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે આવી છે.

Mallikarjun Kharge
oneindia.com

ઇકબાલ હુસૈનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે સહકાર મંત્રી KN રાજન્નાએ તાજેતરમાં સપ્ટેમ્બર પછી રાજ્યમાં ક્રાંતિકારી રાજનીતિક ઘટના બનાવાના સંકેત આપ્યા હતા. રામનગરમાં જ્યારે શિવકુમારને પૂછવામાં આવ્યું કે, શું તમારી પાસે CM બનવાની તક છે, ત્યારે હુસૈને કહ્યું હતું કે, 'તમે બધા જાણો છો કે, આ સરકાર સત્તામાં આવતા પહેલા અમારી તાકાત શું હતી. બધા જાણે છે કે કોણે સંઘર્ષ કર્યો, પરસેવો પાડ્યો, સખત મહેનત કરી અને કોણ આ જીત મેળવવામાં રસ ધરાવતું હતું. શિવકુમારની રણનીતિ અને કાર્યક્રમો હવે ઇતિહાસ બની ગયા છે. હું અટકળોમાં માનતો નથી. અમને પૂર્ણ વિશ્વાસ છે કે હાઇકમાન્ડ પરિસ્થિતિથી વાકેફ છે અને તેમને તક આપવા માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.'

Related Posts

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.