- Astro and Religion
- ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે જોડાયેલી 4 લોકવાયકા જાણો
ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે જોડાયેલી 4 લોકવાયકા જાણો
-copy11.jpg)
ભગવાન જગન્નાથની રથ યાત્રા અષાઢ માસના શુક્લા પક્ષની દ્રિતીયા તિથિએ દર વર્ષ નિકળે છે. 27 જૂન, ગુરુવારે અષાઢી બીજ છે એટલે દેશભરમાં ભગવાન જગન્નાથની રથ યાત્રા નિકળશે. ભગવાનની રથ યાત્રા વિશે 4 લોક વાયકા છે.
એક વાયકા એ છે કે રાજા ઇન્દ્રધૂમે ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાની પ્રતિમાઓ બનાવી હતી અને આ પ્રતિમા બનતા રાણી ગુંડીયાએ જોઇ હતી એ પછી પ્રતિમા અધૂરી રહી. એ વખતે આકાશમાંથી અવાજ આવ્યો કે, આ જ સ્થિતિમાં મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરવાની છે અને વર્ષમાં એક વખત ભગવાનની નગરયાત્રા કાઢવાની છે. રાજાએ જે દિવસે નગરયાત્રા કાઢી તે દિવસ અષાઢી બીજ હતો. બીજી વાયકા એ છે કે, બહેન સુભદ્રાની દ્રારકા જોવાની ઇચ્છા હતી એટલે ભગવાને નગરયાત્રા કરાવેલી, ત્રીજી વાયકા એ છે કે,જ્યારે ભગવાન,બળદેવ અને સુભદ્રા વૃંદાવન ગયા હતા ત્યારે ગોપીઓએ ત્રણેયને નગરમાં ફેરવેલા અને ચોથી વાયક એ છેકે, ભગવાન,બળદેવ અને સુભદ્રાના અંતિમ સંસ્કાર દ્રારકાના દરિયા કિનારે થયેલા, પરંતુ વાવાઝોડાને કારણે ત્રણેય મૃતદેહો પુરીના દરિયા કિનારે પહોંચ્યા હતા ત્યારે લોકોએ ત્રણેય મૃતદેહોને આખા નગરમાં ફેરવ્યા હતા.
Related Posts
Top News
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!
રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા
ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા, CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી
Opinion
