- Politics
- સરકારે હાર માની છતા ઉદ્ધવ-રાજ ઠાકરે એકસાથે રેલી કરશે
સરકારે હાર માની છતા ઉદ્ધવ-રાજ ઠાકરે એકસાથે રેલી કરશે
મહારાષ્ટ્ર સરકારે આ વર્ષના એપ્રિલ મહિનાથી ધોરણ 1થી 5માં ત્રીજા ભાષા તરીકે હિંદીને ફરજિયાત કરી હતી, આ નિર્ણય રાજ્યની બધી મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં લાગૂ કરવામાં આવ્યો હતો. જો કે, ભારે વિવાદ ઉભો થતા મહારાષ્ટ્ર સરકારે નિર્ણય બદલ્યો હતો અને ત્રીજી ભાષા તરીકે હિંદી સિવાય અન્ય ભારતીય ભાષાનો વિકલ્પ મળશે. ગઈકાલે સરકારે હિન્દી ભાષા જરૂરી વાળો નિર્ણય પાછો લઈ લીધો હતો, તેમ છતા ઉદ્ધવ અને રાજ ઠાકરે રેલી કરવા મક્કમ છે, જેને તેમણે વિજય રેલી નામ આપી દીધું છે.
પરંતુ શિવસેના UBTના નેતા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ભાષાના વિરોધમાં 5 જુવાઇએ રેલી કરવાની જાહેરાત કરી છે. 20 વર્ષ પછી બંને ભાઇઓ એક મંચ પર સાથે જોવા મળશે. ઉદ્ધવ- રાજ ઠાકરે સાથે આવવાની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે હિંદી ભાષાના વિરોધી નથી, પરંતુ મરાઠી લોકો પર હિંદી થોપી શકાય નહીં.

