કેન્સરમાં ઉપયોગી કાંચકા ઔષધી ખેતરની વાડ પર સાવ મફતમાં ઉગાડી કમાણી કરો  

જ્યાં સુધી નિંદામણ દૂર કરવા માટેની ખતરનાક દવા ન હતી ત્યાં સુધી ખેડૂતોની વાડમાં વેલ પર આ કાંચકા - કાંચકો થતો હતો. હવે ખડનાશક દવાએ તેનો ખાત્મ બોલાવી દીધો છે. જ્યાં ખડનાશક દવા નથી છંટાતી ત્યાં વનવગડામાં તે થાય છે. કાંચકાના અનેક અદભૂત ઉપયોગો બહાર આવી રહ્યાં છે. વિદેશમાં તે અંગેના સંશોધનો થયા છે જેમાં મેલેરિયા અને કેન્સરના કોષ અને શરીરની ગાંઠને ઓગાળવામાં તેનો સારો ઉપયોગ થઈ શકે છે. વાડમા ઉગાડવા માટે સારી વનસ્પતિ છે. ગુજરાતમાં લગભગ તમામ 50 લાખ ખેડૂતો તે વાડમાં ઉગાડીને જાતે તેનું ચૂર્ણ બનાવીને કમાણી કરી શકે છે. 

બીજ ભૂરા રંગના હોય છે, આંખની કીકી જેવું લાગે છે, સંસ્કૃત નામ કુબેરક્ષી નામ છે. જેનો મતલબ કુબેર છે, જે ધનિકનો હિંદુ દેવ છે. તાવ નટ તરીકે ઓળખાય છે. વટાણા કુટુંબની વનસ્પતિ છે. વજ્ર જેવા બીજ, હીરા જેવો સખત સ્વભાવ છે. છાલ શુદ્ધિકરણ માટે વપરાય છે. કાંચકા - સિઝાલપિનિયા બોન્ડક, Fever Nut - Caesalpinia bonduc જે સિઝાલપિનિએસી કુળની છે. caesalpinia cristaનો ઉપયોગ ગુજરાતમાં દરેક ઘરમાં થતો રહ્યો હતો.

હવે તેનું કોઈ મહત્વ રહ્યું નથી. કારણ કે તે સરળતાથી મળતી વેલાનો ઠળિયો હતો. શુષ્ક અને ભેજવાળા પાનખર જંગલો, દરિયાકાંઠાના વિસ્તારો, અંતરિયાળ જંગલો અને ગૌણ જંગલોમાં ઉગે છે. 5-7.5 લાંબા અને 4.5 સે.મી. બીજ હોય છે. બારેમાસ લીલો રહેતો વેલની જેમ આધાર સાથે ચડતો કાંટાળો છોડ છે. તેને પીળા ફૂલ આવે પછી ફળ બેસે અને પાકે ત્યારે એટલા સખત હોય છે કે તેને ભાંગવા માટે હથોડી કે પથ્થરનો ઉપયોગ કરવો પડે છે. અખરોટની જેમ. જેના ચોરસ ચપટા સખત કઠણ ફળને કે નટને કાકચિયો કે સાગરગોટા કહે છે. પાણી હોય ત્યાં થાય છે. તે ખૂબ કડવી છે. એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો માટે જાણીતા છે.

તાવ અને પેટ માટે ઉપયોગી

અજમો, સંચળ અને કાચકાના બીજનું ચૂર્ણ કરીને સરખા ભાગે લઈને પા ચમચી રોજ સવારે 8 દિવસ લેવાથી પેટના કૃમિ નિકળી જાય છે, તેવું આયુર્વેદ જણાવે છે. પછી ભૂખ લાગે, ગેસ મટે, મળ સાફ ઉતરે, પેટનો દુઃખાવો મટે, આંકડી મટે, જીણો તાવ, દાહ મટાડે, ચામડી, ખીલ મટાડે છે. વજન ઘટાડે છે કારણ કે તે એસ્ટ્રોજનના સ્તરને અંકૂશમાં રાખે છે.  સોરાયિસસ , કફ, સંધિવા, કબજિયાત, હરસ, અલ્સરની સારવાર માટે ભલામણ કરવામાં આવે છે.

ચૂર્ણનો અનેક રોગમાં ઉપયોગ

જખમ પર એરંડીના તેલમાં શેકી તેના કુમળા પાન લગાડવાથી રાહત મળે છે. કાકચિયાને થોડા શેકી તેની મીજનું ચૂર્ણ બનાવી પા ચમચી સવાર સાંજ અનેક રોગમાં ઔષધ તરીકે વપરાય છે. જેના બીનું તેલ જ્ઞાનતંતુના કારણે પેદા થતાં રોગોમાં ઉપયોગી છે. કાળા મરી (1: 3 રેશિયો) સાથે પાવડર કરીને મધ સાથે એક ચમચી મેળવી ગોળી બનાવી લઈ શકાય છે. અસ્થમા માટે મધ સાથે કરવામાં આવે છે.

સ્ત્રી રોગનું ઉત્તમ ઔષધ

સ્ત્રીઓ માટે એક વરદાન છે. અનિયમિત સમયગાળા, વંધ્યત્વ, ફાઇબ્રોઇડ્સની સારવાર માટે તમિળનાડુમાં ખૂબ પ્રખ્યાત છે. ખીલ મટાડે છે. પીરિયડ્સ દરમિયાન પીડાને સરળ કરવામાં મદદ કરે છે. તે અનિયમિત માસિક ચક્રને પણ નિયમન કરે છે.

કેન્સરમાં ઉપયોગી

જૂદાજૂદા જાતના કેન્સરની રાહત માટે ઉપયોગી છે. એન્ટી બેક્ટેરિયલ છે. ગાંઠ વિરોધી ગુણધર્મોને કારણે પાંદડાનો ઉપયોગ થાય છે. તેના અર્કથી ગાંઠનું કદ, ગાંઠના કોષનું પ્રમાણ અને ગાંઠના કોષ ઓછા થઈ શકે છે.
 

 

About The Author

Top News

પૈસા ઓછા છતા IPLને છોડીને PSL રમવા કેમ ગયો એડમ ઝમ્પા? જણાવ્યું કારણ

દુનિયાનો દરેક ક્રિકેટરની ઈચ્છા IPLમાં રમવાની હોય છે. તેની પાછળનું કારણમાં અહી મળતા પૈસા અને આ T20 લીગનું હાઇ-ક્લાસ...
Sports 
પૈસા ઓછા છતા IPLને છોડીને PSL રમવા કેમ ગયો એડમ ઝમ્પા? જણાવ્યું કારણ

નિર્મલા સીતારમણના કેસમાં કોર્ટે કહ્યું- ‘Floccinaucinihilipilification’, જાણો આ શું હોય છે?

દિલ્હીની એક કોર્ટે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સામે દાખલ કરાયેલી માનહાનિની અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજીને ‘Floccinaucinihilipilification’ (ફ્લોસીનાઉસિનીહિલિપિલિફિકેશન)...
National 
નિર્મલા સીતારમણના કેસમાં કોર્ટે કહ્યું- ‘Floccinaucinihilipilification’, જાણો આ શું હોય છે?

લાખો રૂપિયા પગાર છતા દોઢ લાખની લાંચ લેતા GST અધિકારી ઝડપાયો, સેટલમેન્ટના 5 લાખ માંગેલા

મધ્યપ્રદેશના રતલામમાં ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ GST વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શંકર પરમારની 1.5 લાખ રૂપિયાની લાંચ...
National 
લાખો રૂપિયા પગાર છતા દોઢ લાખની લાંચ લેતા GST અધિકારી ઝડપાયો, સેટલમેન્ટના 5 લાખ માંગેલા

એક ચાર્જ પર 400 Km દોડતું દેશનું સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર 'સિમ્પલ અલ્ટ્રા' લોન્ચ, પણ બહુ મોંઘું છે

ભારતમાં EV સ્કૂટર સેગમેન્ટમાં ધમાલ મચી ગઈ છે. સિમ્પલ એનર્જીનું નવું સિમ્પલ અલ્ટ્રા એક જ ચાર્જ પર 400 Kmની...
Tech and Auto 
એક ચાર્જ પર 400 Km દોડતું દેશનું સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર 'સિમ્પલ અલ્ટ્રા' લોન્ચ, પણ બહુ મોંઘું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.