- Business
- 600 એકરમાં ફેલાયેલી ધારાવીનું રિડેવલપમેન્ટ, અદાણીને સોનાની લગડી મળી ગઈ
600 એકરમાં ફેલાયેલી ધારાવીનું રિડેવલપમેન્ટ, અદાણીને સોનાની લગડી મળી ગઈ

એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી મુંબઇની ધારાવીના રિડેવલમેન્ટનું કામ ગૌતમ અદાણીની કંપનીને મળી ગયું છે અને કામ પણ શરૂ થઇ ગયું છે. ગૌતમ અદાણીની કંપની અદાણી પ્રોપર્ટીઝે રિડેવલપમેન્ટ માટે જાણીતા આર્કિટેકટ હાફિઝ કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે અને હાફીઝે આના માટે અમેરિકાની ડિઝાઇન કંપની સાસાકી અને બ્રિટનની જાણીતી કન્સલ્ટન્ટ કંપની બુરો હાપોલ્ડ સાથે કરાર કર્યા છે. ગૌતમ અદાણીએ સિંગાપોરના રિઅલ એસ્ટેટના નિષ્ણાતોને પોતાની ટીમ સાથે રાખ્યા છે, મતલબ કે ધારાવીના આખા રંગરૂપ બદલાઇ જવાના છે. અદાણી ધારાવીને સિંગાપોર જેવું બનાવી દેવાના છે.
મુંબઇના હાજી અલી દરગાહ અને માહિમ અને સાયણ સ્ટેશનની વચ્ચે આવેલી ધારાવી ઝુપડપટ્ટી કુલ 600 એકર વિસ્તારમાં પથરાયેલી છે અને અહીં 10 લાખો લોકો રહે છે. ઉપરાંત 6,000 નાના મોટા ઉદ્યોગો છે અને 12000 કોર્મશિયલ કોમ્પ્લેક્સ છે.
મુંબઇમાં જમીનનો એક ટુકડો મળવો મુશ્કેલ હોય છે ત્યારે ગૌતમ અદાણીને સોનાની લગડી જેવી જમીન મળી ગઇ છે. અદાણીને જે એકસ્ટ્રા જગ્યા વાપરવા મળશે તેમાંથી કરોડો રૂપિયાની કમાણી થશે.