ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, RBI એ રદ કર્યું આ બેંકનું લાયસન્સ

RBI એ લખનૌની HCBL કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવનાઓ નહોતી, જેના કારણે તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. RBI એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 મેની સાંજથી બેંકનું સંચાલન બંધ થઈ ગયું છે.ઉત્તર પ્રદેશની કો-ઓપરેટિવ કમિશનર અને રજિસ્ટ્રાર બેંક બંધ કરવાનો આદેશ જારી કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે.

RBI
indiatv.in

98.69 ટકા ગ્રાહકોને મળી જશે ખાતામાં જમા થયેલા બધા પૈસા

લિક્વિડેશન પર દરેક જમાકર્તા ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી 5 લાખ રૂપિયા સુધીની જમારાશિ પર ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર રહેશે. RBI એ જણાવ્યું હતું કે બેંક ડેટા મુજબ, 98.69 ટકા જમાકર્તા DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે. DICGC એ 31 જાન્યુઆરી, 2025 સુધીમાં કુલ વીમાકૃત થાપણોમાંથી 21.24 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને એપ્રિલમાં, RBI એ ઘણી બેંકો સામે કાર્યવાહી કરી હતી અને ઘણી સહકારી બેંકોના લાયસન્સ રદ કર્યા હતા. ગયા મહિને જે સહકારી બેંકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા તેમાં અમદાવાદની કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક, ઔરંગાબાદની અજંતા અર્બન કો-ઓપરેટિવ બેંક અને જલંધરની ઇમ્પિરિયલ અર્બન કો-ઓપરેટિવ બેંકનો સમાવેશ થાય છે.

RBI1
moneycontrol.com

ગ્રાહકો ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં

આરબીઆઈએ જણાવ્યું હતું કે લખનૌની HCBL કો-ઓપરેટિવ બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કેટલીક કલમોની જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે અને બેંકનું ચાલુ રાખવું તેના જમાકર્તા અથવા ગ્રાહકોના હિતમાં નથી. લાયસન્સ રદ કરવાના પરિણામે, HCBL સહકારી બેંકને તાત્કાલિક અસરથી જમા અને ઉપાડ સહિત બેંકિંગ કામગીરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ થયો કે HBL કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો ન તો તેમના ખાતામાં પૈસા જમા કરાવી શકશે અને ન તો ખાતામાંથી પૈસા ઉપાડી શકશે.

 

About The Author

Top News

કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

મેગન કેરીગન બેરન, જે એક અનુભવી શિક્ષિકા અને બે બાળકોની માતા છે, અચાનક ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી છે....
World 
કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.