રોડ પર મોમોઝ વેચીને આ વ્યક્તિ મહિને 31 લાખ રૂપિયા કમાયો

શું કોઈ મોમોઝ વેચનાર દરરોજના રૂ. 1 લાખ કમાઈ શકે છે? તમારો જવાબ ગમે તે હોય શકે, પરંતુ, જો આ વીડિયો પર વિશ્વાસ કરવામાં આવે તો તે શક્ય છે, જે આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પછી, બેંગલુરુમાં એક મોમોઝની દુકાન ઇન્ટરનેટ પર પ્રખ્યાત થઇ ગઈ. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ત્યાં મોમોઝ વેચનાર યુવક ઘણા કોલેજ ગ્રેજ્યુએટ્સ કરતા પણ વધુ કમાણી કરે છે.

ઇન્સ્ટાગ્રામ ક્રિએટર cassiusclydepereiraએ એક વીડિયો બનાવ્યો અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. આ વીડિયોમાં કૈસી પોતે બેંગલુરુમાં એક પ્રખ્યાત મોમોઝની દુકાન પર એક દિવસ કામ કરતા દેખાય છે. તે એ સાબિત કરવા માંગતો હતો કે, શું મોમોઝ વેચનાર BCom ગ્રેજ્યુએટ કરતા વધુ કમાણી કરી શકે છે. આ કામ કરવા માટે, તેણે મોમોઝ સજાવવાનું, ગ્રાહકો સાથે વાતચીત કરવાનું અને દુકાનના કામકાજને સમજવાનું શીખ્યો. કૈસીને શરૂઆતમાં થોડો ગભરાટ થયો હતો, પરંતુ જેમ જેમ ગ્રાહકો આવવા લાગ્યા, તેને સમજાયું કે આ દુકાન કેટલી લોકપ્રિય અને વ્યસ્ત છે.

06

વિડિઓ અનુસાર, દુકાન શરૂઆતથી જ ગ્રાહકોથી ભરેલી હતી. પહેલા કલાકમાં, દુકાને 118 પ્લેટ મોમો વેચી દીધા. સાંજ પડતાં ભીડ વધુ વધતી ગઈ. પીક અવર્સ દરમિયાન, કૈસીને એકસાથે ઘણા કાર્યો કરવા પડ્યા હતા, મોમો તળવાનું  ખાસ પ્લેટ ગોઠવવાનું, લાઇનમાં ઉભેલા લોકોને ગરમ સૂપ પીરસવાનું અને પાણી આપતો પણ જોવા મળ્યો હતો.

https://www.instagram.com/reel/DQmKBUeEga4/

આ મોમોઝની દુકાન દિવસમાં ફક્ત પાંચ કલાક માટે ખુલ્લી રહે છે, સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. જે ​​દિવસે કૈસીએ આ વીડિયો બનાવ્યો, તે દિવસે દુકાને લગભગ 950 પ્લેટ મોમોઝ વેચી. દરેક પ્લેટની કિંમત રૂ. 110 હતી. આનો અર્થ એ થયો કે દુકાને એક સાંજે કુલ રૂ. 1,04,500 કમાયા. આની ગણતરી કરતા વીડિયોમાં દુકાનની માસિક આવક લગભગ રૂ. 31.35 લાખ હોવાનો અંદાજ બતાવવામાં આવ્યો.

05

આ આંકડા બિલકુલ સાચા હોય કે ન હોય, આ વીડિયોએ લોકોની અંદર જબરદસ્ત ચર્ચા જગાવી છે. વીડિયો ઝડપથી વાયરલ થયો, અને તેણે લાખો લાઈક્સ મેળવ્યા. ટિપ્પણી વિભાગ મીમ્સ અને રમુજી પ્રતિક્રિયાઓથી ભરાઈ ગયો. એક યુઝરે મજાકમાં પૂછ્યું કે, શું દુકાન ઇન્ટર્નશિપ પણ કરાવે છે. બીજાએ લખ્યું કે, તેની રોજની કમાણી પોતાની એક વર્ષની કમાણી કરતાં વધુ હતી. જોકે, બધા આ વાત સાથે સંમત ન હતા. કેટલાક વપરાશકર્તાઓએ એવી ગણતરી કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે પાંચ કલાકમાં 900થી વધુ પ્લેટ વેચવી લગભગ અશક્ય લાગી રહ્યું છે.

About The Author

Top News

ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) ભરતી કૌભાંડ અંગે CID પૂછપરછ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલ...
National 
ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.