જૂન પહેલા આ ઈલેક્ટ્રિક સ્કૂટરની ખરીદીથી થશે રૂ.35,000ની બચત

આજકાલ ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની લોકપ્રિયતા વધી રહી છે. પરંતુ આવનારા સમયમાં તેના નવા ગ્રાહકો માટે મુશ્કેલી ઊભી થવાની છે, કારણ કે આ વાહનો 1 જૂન, 2023થી મોંઘા થઇ જવાના છે, જેના કારણે કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર FAME 2 સબસિડીની રકમ ઘટાડશે. એટલે કે, તમે 1 જૂન પહેલા Ola, Ather, Bajaj Chetak, TVS iQube અથવા અન્ય કોઈપણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદશો તો તમને તેના પર 35,000 રૂપિયા સુધીની બચત થઇ શકે એમ છે.

ઇલેક્ટ્રીક અને હાઇબ્રિડ વાહનોના ઝડપી દત્તક અને ઉત્પાદન યોજના હેઠળ ભારતમાં FAMEને 2015માં પ્રથમ વખત પર્યાવરણને અનુકૂળ વાહનોના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં આવી હતી. તેનો બીજો તબક્કો 1 એપ્રિલ, 2019ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. જેની માન્યતા માર્ચ 2022 સુધી હતી. પરંતુ પછી તેને 31 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી હતી. સરકારે FAME 2 યોજના માટે સબસિડી તરીકે રૂ.10,000 કરોડની રકમ નક્કી કરી હતી. ઉપરાંત, ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની માંગ વધારવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલયે પ્રોત્સાહક રકમ 10,000 રૂપિયા પ્રતિ kWhથી વધારીને રૂપિયા 15,000 પ્રતિ kWh કરી હતી, જેણે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સેગમેન્ટને વિકાસ માટે મોટું પ્રોત્સાહન આપ્યું હતું.

સરકાર દ્વારા 1 જૂન, 2023થી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર FAME સબસિડી હાલ જે રૂ.15,000 પ્રતિ kWh છે તે ઘટાડીને રૂ.10,000 પ્રતિ kWh કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે MRP પર હાલની 40 ટકા સબસિડી છે તે ઘટાડીને મહત્તમ 15 ટકા કરવામાં આવશે.

ઓલા ઈલેક્ટ્રીક, એથર એનર્જી અને બજાજ ઓટો જેવા ઘણા EV ઉત્પાદકોએ જાહેરાત કરી છે કે, તેઓ આવતા મહિને તેમના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરશે. એટલે કે, એકંદરે ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમતોમાં રૂ. 25,000થી લઈને રૂ.35,000 સુધીનો વધારો થવાની શક્યતા રહેલી છે.

હાલમાં કિંમતના કેટલાક લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં Ather 450Xની કિંમત રૂ.98,079 થી શરુ કરીને રૂ.1.28 લાખ, બજાજ ચેતકની કિંમત રૂ.1.22 લાખથી શરુ કરીને રૂ.1.52 લાખ, TVS iCubeની કિંમત રૂ.1.06 લાખ, Ola S1 Airની કિંમત રૂ.84,19,19 લાખ છે. S1 માટે લાખ અને S1 પ્રો (એક્સ-શોરૂમ દિલ્હી) માટે રૂ.1.25 લાખ રાખવામાં આવી છે.

હાલમાં સોશિયલ મીડિયા પર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેને એકદમથી અચાનક જોયા જાણ્યા વગર ફોલો ન કરવો જોઈએ, કારણ કે તેનાથી તમારા જીવને જોખમ પણ ઉભું થઇ શકે છે. સોશિયલ મીડિયા પર તમે જે જુઓ છો તે હંમેશા સાચું જ હોય છે તે માની લેવાની જરૂર નથી. ખાસ કરીને આ AIના નવા યુગમાં તમારે વધારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે, અહીં રાતોરાત નકલી વસ્તુઓ બની જવાની શક્યતાઓ વધારે રહેલી છે. આજકાલ સોશિયલ મીડિયા પર ડીઓ-ડોરન્ટ એટલે કે પરફ્યુમ સૂંઘવાનો અને તેનો નશો કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેને અંગ્રેજીમાં ક્રોમિંગ કહે છે. ઓસ્ટ્રેલિયામાં યુવાનોમાં આ ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે અને યુવા પેઢી આ ટ્રેન્ડને અનુસરવા માટે પાગલ થઇ રહી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.