ડર્લેક્સ ટોપ સરફેસનો IPO 19 જૂનથી ખૂલ્યો

સોલિડ સરફેસના વ્યવસાયમાં રહેલી અગ્રણી કંપની ડર્લેક્સ ટોપ સરફેસ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 40.80 કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ તરફથી પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 19 જૂનથી ખૂલશે અને 21 જૂને બંધ થશે. આ ઇશ્યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્સનો કાર્યશીલ મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે. એક્સપર્ટ ગ્લોબલ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

રૂ. 40.80 કરોડના આઈપીઓમાં રૂ. 28.56 કરોડના ફ્રેશ ઇશ્યૂ (42 લાખ ઇક્વિટી શેર્સ) તથા રૂ. 12.24 કરોડના (18 લાખ શેર્સના) ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 65-68નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. રૂ. 28.56 કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી કંપની રૂ. 17.50 કરોડનો કાર્યશીલ મૂડી જરૂરિયાતોને આંશિક નાણાં પૂરા પાડવા માટે ઉપયોગ કરવા તથા રૂ. 6 કરોડનો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 2,000 શેર્સ છે જેના પગલે અરજી દીઠ રોકાણ રૂ. 1.30 લાખ-1.36 લાખનું થાય છે. આઈપીઓ માટે રિટલ ઇન્વેસ્ટર ક્વોટા ઓફરના લઘુતમ 35 ટકા રાખવામાં આવ્યો છે જ્યારે ક્યુઆઈબી ઇન્વેસ્ટર માટેનો ક્વોટા નેટ ઓફરના મહત્તમ 50 ટકા તેમજ એચએનઆઈ ક્વોટા ઓફરના લઘુતમ 15 ટકા છે. ઇશ્યૂ પૂર્વે પ્રમોટર હોલ્ડિંગ 95.44 ટકા છે જે ઇશ્યૂ પછી 60.35 ટકા રહેશે.

વર્ષ 2010માં સ્થપાયેલી ડર્લેક્સ ટોપ સરફેસ લિમિટેડ સોલિડ સરફેસ મટિરિયલનું ઉત્પાદન કરે છે. કંપની પાસે LUXOR અને ASPIRON નામની બે બ્રાન્ડ છે. LUXOR બ્રાન્ડ એક્રેલિક યુવી સોલિડ શીટ્સ ઓફર કરે છે જ્યારે ASPIRON મોડિફાઇડ સોલિડ શીટ્સ ઓફર કરે છે. બંને બ્રાન્ડ સરળ ડિઝાઇન, એન્ટીબેક્ટેરિયલ અને અગ્નિરોધક ગુણધર્મો પ્રદાન કરે છે તથા ઉચ્ચ ગુણવત્તાની સોલિડ શીટ્સની વ્યાપક શ્રેણી સુનિશ્ચિત કરે છે. પ્રોડક્ટ્સનો ઉપયોગ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, હોસ્પિટાલિટી, હેલ્થકેર, આઉટડોર અને અન્ય વિવિધ ઉદ્યોગોમાં થાય છે, જે કાઉન્ટરટોપ્સ, વેનિટી, ઓફિસ, રિટેલ સ્પેસીસ, હોટેલ્સ, હોસ્પિટલો, આઉટડોર પ્રોજેક્ટ્સ અને અન્ય માટે સ્ટાઇલિશ અને ટકાઉ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપનીનું ઉત્પાદન એકમ ગુજરાતના વાપીમાં આવેલું છે. કંપની 19 દેશોમાં નિકાસ પણ કરે છે. કંપનીના ઉત્પાદન એકમને ISO 9001:2015 અને ISO 14001:2015ને અનુરૂપ પ્રમાણિત કરવામાં આવી છે.

કંપનીએ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ઉત્તમ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી નોંધાવી છે. કંપનીએ વર્ષોથી આવક અને નફાકારકતામાં અનેક ગણી વૃદ્ધિ જોઈ છે. માર્ચમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 2.09 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 66.84 કરોડની ચોખ્ખી આવક નોંધાવી હતી જેની સામે નાણાંકીય વર્ષ 2022-24માં રૂ. 5.05 કરોડનો ચોખ્ખો નફો (141 ટકાની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) અને રૂ. 90.84 કરોડની આવક (141 ટકાની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) નોંધાવી છે. માર્ચ, 2024ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 21.84 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 9.42 કરોડ અને એસેટ બેઝ રૂ. 105.53 કરોડ રહ્યો છે. માર્ચ, 2024 સુધીમાં કંપનીની આરઓઈ 26.20 ટકા, આરઓસીઈ 20.20 ટકા અને આરઓએનડબ્લ્યુ 23.12 ટકા રહી છે.

About The Author

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.