રીક્ષા ચલાવ્યા વિના આ ઓટોવાળા ભાઈ દર મહિને 5-8 લાખ રૂપિયા કમાય છે, આ છે બિઝનેસ પ્લાન

મુંબઈના એક ઓટોવાળા ભાઈની કહાની આજકાલ ચર્ચામાં છે. આ ઓટો ડ્રાઈવર ફેમસ થવાનું કારણ એ છે કે તે ઓટો ચલાવ્યા વિના દર મહિને લગભગ 5-8 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. તમે પણ વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે બની શકે છે અને તેનો એવો કઈ વસ્તુનો બિઝનેસ છે? તો ચાલો જાણીએ તેના ખાસ બિઝનેસ આઇડિયા બાબતે.

પહેલા તો અમે તમને જણાવી દઈએ કે આ ઓટોવાળો ભાઈ મુસાફરોને લાવવા લઈ જવા માટે ઓટો ચલાવતો નથી અને એક ખાસ ટ્રિકથી પૈસા કમાઈ રહ્યો છે. લેન્સકાર્ટના કર્મચારીએ પોતાના લિંક્ડઇન પેજ પર આ વ્યક્તિની કહાની શેર કરી છે. તેણે જણાવ્યું કે આ ઓટોવાળો ભાઈ અમેરિકાના વાણિજ્ય દૂતાવાસ બહાર જ વ્યાપાર કરે છે અને અહીં વિઝા અરજદારોને સરળ બેગ-હોલ્ડિંગ સર્વિસ આપે છે. તેનો બિઝનેસ ઓટો ચલાવવાનો નથી, પરંતુ બેગ-હોલ્ડિંગ સર્વિસનો છે. દાવો છે હવે આ બિઝનેસમાંથી દર મહિને 5-8 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે.

Mumbai-auto-driver1
business-standard.com

 

અમેરિકન દૂતાવાસમાં વિઝાના કામથી ગયેલા એક કર્મચારી રાહુલ રૂપાણીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, હું આ અઠવાડિયે પોતાના વિઝા માટે અમેરિકન વાણિજ્ય દૂતાવાસ બહાર હતો, ત્યારે સિક્યોરિટીએ મને જણાવ્યું કે હું પોતાની બેગ અંદર લઈ જઇ શકતો નહોતો. કોઈ લૉકર નથી. મારી પાસે કોઈ ઓપ્શન નહોતું. ત્યારબાદ તે કોઈ વિકલ્પ શોધી રહ્યો હતો અને ફૂટપાથ પર ઊભો હતો, એજ સમયે એક ઓટો ચાલક ત્યાં આવ્યો અને તેણે 1000 રૂપિયા લઈને પોતાની બેગ સુરક્ષિત રાખવાની રજૂઆત કરી.

તેણે કહ્યું કે પહેલા તો તે ખચકાયો, પરંતુ પછી તેણે હાર માની લીધી. ત્યારબાદ તેને આ વ્યક્તિના બિઝનેસ બાબતે ખબર પડી. રૂપાણીએ ઓટો ડ્રાઈવરના બિઝનેસ મોડ્યૂલ બાબતે જણાવ્યું કે તે એક દિવસમાં 20-30 ગ્રાહકોની બેગ સંભાળે છે, બધા 1,000 રૂપિયા પ્રતિ ગ્રાહક પ્રમાણે ચૂકવણી કરે છે. તેનો અર્થ એ છે કે તેની માસિક આવક 5-8 લાખ રૂપિયા છે અને તે ઓટો પણ ચલાવતો નથી.

Mumbai-auto-driver2
marksmendaily.com

 

શું છે બિઝનેસ પ્લાન?

તેમણે જણાવ્યુ કે ખાસ વાત એ છે કે તે કાયદેસર રૂપે પોતાની ઓટોમાં 30 બેગ રાખી શકતો નથી, એટલે તેણે એક સ્થાનિક પોલીસ અધિકારી સાથે પાર્ટનરશિપ કરી છે જેની પાસે એક નાની લોકર સ્પેસ છે. બેગ ત્યાં જાય છે અને સુરક્ષિત પણ રહે છે. ઓટો માત્ર એક સહારો બને છે. રૂપાણીનું કહેવું છે કે એક તરફ લોકો અમેરિકાના વિઝાના ઇન્ટરવ્યૂ માટે પરસેવો વહાવી રહ્યા રહ્યા છે, તો આ વ્યક્તિ અલગ જ ટ્રિકથી કામ કરી રહ્યો છે. તેણે કોઈ MBA કર્યું નથી અને ન તો સ્ટાર્ટ-અપની કોઈ સિસ્ટમ છે. કોઈ સમસ્યા વિના કામ ચાલી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!

અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઉથલપાથલ થઇ ગઈ છે. તેલ પુરવઠામાં વિક્ષેપને કારણે શિપિંગ ખર્ચ અને મોંઘવારી વધી છે. આ દરમિયાન...
Business 
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-04-2026 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

BYD કંપનીએ તેની સૌથી નાની કાર લોન્ચ કરી છે. અમે વાત કરી રહ્યા છીએ BYD Atto 1 વિશે, જે...
Tech and Auto 
BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)માં થયેલા દુ:ખદ નાવ અકસ્માત વચ્ચે એક ચોંકાવનારી કહાની સામે આવી છે. અકસ્માતમાં બચી ગયેલી અને...
National 
‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.