14 મિનિટમાં ચાર્જ થઈને 300 કિમી ચાલશે ટેસલા કાર, ભારતમાં પહેલું સુપરચાર્જિંગ સ્ટેશન લોન્ચ

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક Teslaએ સોમવારે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં અપસ્કેલ વનમાં ભારતમાં પોતાનું પહેલું સુપર ચાર્જિંગ સ્ટેશન સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું. મુંબઈમાં પોતાનો પહેલો શૉરૂમ ખોલ્યા બાદ, કંપનીએ હવે શહેરમાં પહેલું સુપરચાર્જિંગ સ્ટેશન પણ સ્થાપિત કરી દીધું છે, જે દેશમાં લોન્ચ થનાર પહેલું સુપરચાર્જિંગ સ્ટેશન બની ગયું છે.

ગત 15 જુલાઈના રોજ, Teslaએ ભારતમાં પોતાની પહેલી કાર Tesla Model Yને સત્તાવાર રીતે લોન્ચ કર્યું હતું. તેની શરૂઆતની કિંમત 59.89 લાખ રૂપિયાથી 73.89 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) સુધીની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સુપરચાર્જિંગ સ્ટેશન કોમ્પેટિબલ કાર માટે ખૂબ જ ફાસ્ટ ચાર્જિંગ સ્પીડ પ્રદાન કરશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે માત્ર 14 મિનિટના ચાર્જિંગમાં લગભગ 300 કિમીની રેન્જ પ્રદાન કરવામાં સક્ષમ છે.

Tesla
ndtv.com

ચાર્જિંગ પર કેટલો ખર્ચ થશે?

કહેવામાં આવી રહ્યું છે કે, આ નવા ચાર્જિંગ સેન્ટરમાં 4 V4 સુપરચાર્જર સ્ટોલ (DC ફાસ્ટ ચાર્જર) અને 4 ડેસ્ટિનેશન ચાર્જિંગ સ્ટોલ (AC ચાર્જર) લગાવવામાં આવ્યા છે. 250 kW સુધીની ક્ષમતાવાળા સુપરચાર્જરની કિંમત પ્રતિ kWh 24 રૂપિયા છે, જ્યારે ડેસ્ટિનેશન ચાર્જર 14 રૂપિયા પ્રતિ kWhના દરથી 11 kWની ચાર્જિંગ સુવિધા પ્રદાન કરશે. કંપનીની યોજના સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં લોઅર પરેલ, થાણે અને નવી મુંબઈમાં આવા 3 વધુ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાની છે.

તમને જણાવી દઈએ કે, Teslaનો દાવો છે કે ભારતમાં કંપનીની પહેલી કાર 'Model Y' મોડેલ માત્ર 15 મિનિટના 'સુપરચાર્જિંગ' સાથે 267 કિમી સુધીની રેન્જ પૂરી પ્રદાન કરવામાં સક્ષમ છે. યુઝર્સ Tesla એપના માધ્યમથી ચાર્જિંગને ઍક્સેસ, મોનિટર અને પેમેન્ટ કરી શકે છે, જે રીઅલ-ટાઇમ ચાર્જિંગ સ્ટોલની ઉપલબ્ધતા અને ચાર્જિંગ સ્થિતિની પણ માહિતી પ્રદાન કરશે.

Tesla
aajtak.in

મુંબઈમાં ‘Tesla Model Y’ના લોન્ચ સાથે જ, દેશભરમાં તેનું સત્તાવાર બુકિંગ શરૂ ચૂક્યું છે. હવે કોઈપણ વ્યક્તિ કાશ્મીરથી લઇને  કન્યાકુમારી સુધીની Teslaની પહેલી કાર દેશભરમાં બૂક કરી શકે છે. જોકે, કંપનીએ પોતાના અગાઉના નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે, હાલ માટે કારની ડિલિવરીના સંદર્ભમાં મુંબઈ, દિલ્હી, ગુરુગ્રામ અને પુણેને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ, ફેઝ મેનરમાં બીજા રાજ્યોમાં કાર ડિલિવરીની યોજના છે.

કેવી છે Tesla Model Y

‘Tesla Model Y’ને ભારતીય બજારમાં 2 અલગ-અલગ બેટરી પેક (60 kWh અને મોટા 75 kWh બેટરી પેક) સાથે રજૂ કરવામાં આવ્યું છે. તેના સ્ટાન્ડર્ડ વેરિયન્ટમાં એક જ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે લગભગ 295 hpનો પાવર જનરેટ કરે છે. આ ઉપરાંત, 60 kWh બેટરી એક જ ચાર્જ પર 500 કિમીની ડ્રાઇવિંગ રેન્જ (WLTP સર્ટિફાઇડ) આપે છે. જ્યારે લોંગ રેન્જ વેરિયન્ટ 622 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.

Teslaનો દાવો છે કે, રીઅર વ્હીલ ડ્રાઇવ વર્ઝન 5.9 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે, જ્યારે લોંગ રેન્જ વર્ઝનને આજ અંતર કાપવામાં 5.6 સેકન્ડનો સમય લાગે છે. આ કારની બેટરી સુપરચાર્જરથી માત્ર 15 મિનિટમાં ચાર્જ થઈ જશે અને તમને લગભગ 238 કિમીથી 267 કિમીની ડ્રાઇવિંગ રેન્જ મળશે.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.