ધોનીએ 2000 કડકનાથ મરઘા ખરીદ્યા, માહી કરે છે આમાંથી કડક કમાણી

ટીમ ઇન્ડિયાના ધૂંરધર ખેલાડી,CSKના પૂર્વ કેપ્ટન અને જેમને COOL ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે તેવા મહેન્દ્ર સિંહ ધોની ક્રિક્રેટ, જાહેરખબરો અને એવા બધામાંથી તો ધૂમ કમાણી કરે જ છે, પરંતુ  સાથે સાથે રાંચીના પોતાના ફાર્મ હાઉસ પર મોંઘી જાતના કડકનાથ મરઘાં પણ ઉછેરે છે, જેમાંથી પણ ધોની તગડી કમાણી કરે છે.

મધ્યપ્રદેશની એક સહકારી મરઘા ઉછેર કેન્દ્રએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના આદેશ પર પ્રોટીનથી ભરપૂર કડકનાથ જાતિના 2000 મરઘાંઓ ઝારખંડના રાંચીમાં તેમના ફાર્મમાં મોકલ્યા છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના બ્લેક કડકનાથ ચિકનને છત્તીસગઢ સાથેની કાનૂની લડાઈ બાદ 2018માં  Geographical Indications (GI) ટેગ મળ્યો હતો. આ મરઘો, તેના ઈંડા અને માંસ અન્ય જાતિઓ કરતાં વધુ કિંમતે વેચાય છે.

ઝાબુઆના કલેક્ટર સોમેશ મિશ્રાએ જણાવ્યું કે ધોનીએ સ્થાનિક સહકારી ફર્મને 2000 કડકનાથ મરઘાંઓનો ઓર્ડર આપ્યો હતો, જેને વાહનમાં રાંચી મોકલવામાં આવ્યા હતા.તેમણે કહ્યું,ધોની જેવા સ્ટારે કડકનાથ ચિકન બ્રીડમાં રસ દાખવ્યો છે તે સારું પગલું છે. કોઈપણ વ્યક્તિ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે, જેનાથી આ જાતિના મરઘાંઓ ઉછેરતા આદિવાસીઓને ફાયદો થશે.

ઝાબુઆના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા આઈએસ તોમરે જણાવ્યું હતું કે ધોનીએ થોડા સમય પહેલા ઓર્ડર આપ્યો હતો પરંતુ બર્ડ ફ્લૂ ફાટી નીકળવાના કારણે તેને મોકલી શકાયા નહોતા. ધોનીએ ઝાબુઆના રૂંડીપાડા ગામમાં કડકનાથ જાતિના ચિકનના ઉછેરમાં સંકળાયેલી સહકારી મંડળી ચલાવતા વિનોદ મેડાને ઓર્ડર આપ્યો હતો. મેડાએ કહ્યું કે ઝાબુઆની આદિવાસી સંસ્કૃતિના તીર કમાન્ડ પણ ધોનીને મોકલવામાં આવશે.

સોનાના ઈંડા આપનારી મરઘીની કહેવત તો તમે સાંભળી જ હશે, મરઘાંની એક દુર્લભ પ્રજાતિ કડકનાથ વિશે ઘણાં ઓછાં લોકો જાણે છે. આ મરઘાંના મોંઘા ઈંડા અને ચિકનથી દર મહિને લાખોનો કારોબાર થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક હજાર કડકનાથથી થોડાં જ દિવસોમાં દસ લાખ રૂરિયાની કમાણી થઇ શકે છે.આ મરઘાનું એક ઈંડું 17 રૂપિયામાં તો તેનું ચિકન 900 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સિવાય મહારાષ્ટ્ર, તમિલનાડૂ, આંધ્રપ્રેદેશમાં પણ આ મરઘીની સારી કમાણી થઇ રહી છે.

કડકનાથ તેના સ્વાદ અને ઔષધીય ગુણ માટે પણ પ્રખ્યાત છે. તેનું લોહી, માંસ અને શરીર કાળા રંગનું હોય છે. અન્ય મરઘાની તુલનામાં તેના માંસમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું હોય છે. તેમાં 18 પ્રકારના જરૂરી અમીનો એસિડ પણ મળી આવે છે. તેના મીટમાં વિટામિન બી-1, બી-2, બી-12, બી-6, સી અને વિટામિન ઈની માત્રા પણ મળી આવે છે. તે ઔષધી સ્વરૂપે નર્વસ ડિસઓર્ડરને ઠીક કરવામાં પણ ઉપયોગી થાય છે. તેનાથી લોહી સંબંધી અનેક બીમારીઓ ઠીક થઇ જાય છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.