મુકેશ અંબાણીની સંપત્તિમાં એક દિવસમાં 19,177 કરોડનો ઘટાડો અને અદાણીની...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં મોટો ઘટાડો થયો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે રિલાયન્સના શેરમાં ઘટાડો થયો હતો. તેની અસર મુકેશ અંબાણીની નેટવર્થ પર જોવા મળી હતી. બીજી તરફ, શુક્રવારે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો હતો. ચાલો જાણીએ કે, આ બંનેની નેટવર્થમાં કેટલો ઘટાડો થયો છે અને હાલમાં વિશ્વના ટોચના 5 સૌથી અમીર લોકો કોણ છે.

શુક્રવારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, શુક્રવારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 2.30 બિલિયન ડૉલર અથવા રૂ. 19,177 કરોડનો ઘટાડો થયો છે. આ સાથે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ઘટીને 111 અબજ ડૉલર થઈ ગઈ છે. હાલમાં તેઓ વિશ્વના 11મા સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ આ વર્ષે અત્યાર સુધીમાં 14.3 અબજ ડૉલર વધી છે.

અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીની વાત કરીએ તો તેઓ હાલમાં વિશ્વના 14મા સૌથી અમીર વ્યક્તિ છે. શુક્રવારે ગૌતમ અદાણીની નેટવર્થમાં 611 મિલિયન ડૉલર (રૂ. 50.94 અબજ)નો ઘટાડો થયો હતો. આ કારણે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 98.5 બિલિયન ડૉલર થઈ ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ગૌતમ અદાણીની નેટવર્થ 14.2 બિલિયન ડૉલર વધી છે.

LVMH CEO બર્નાર્ડ આર્નોલ્ટ લાંબા સમયથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની રહેલા છે. તેમની કુલ નેટવર્થ (બર્નાર્ડ આર્નોલ્ટ) 218 બિલિયન ડૉલર છે. આ વર્ષે તેની નેટવર્થમાં 10.7 બિલિયન ડૉલરનો વધારો થયો છે. એમેઝોનના સહ-સ્થાપક જેફ બેઝોસ 208 અબજ ડૉલરની સંપત્તિ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે તેની નેટવર્થ 31.3 બિલિયન ડૉલર વધી છે. ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સના માલિક એલોન મસ્ક 192 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની કુલ સંપત્તિમાં 36.7 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. Meta CEO માર્ક ઝકરબર્ગ 161 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની કુલ સંપત્તિમાં 32.8 બિલિયન ડૉલરનો વધારો થયો છે. જાણીતા અબજોપતિ બિલ ગેટ્સ 149 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. બિલની નેટવર્થ આ વર્ષે અત્યાર સુધીમાં 8.33 બિલિયન ડૉલર વધી છે.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.