મસ્કે ટ્વીટર પર એમ કેમ કહી દીધું કે- શું મુકેશ અંબાણી ભારતના બોસ છે? રાહુલને થેંક્યુ કહ્યું, શું મસ્ક Jioની 1600-સેટેલાઇટવાળી તૈયારીથી નારાજ છે?

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની Starlink માત્ર ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી જ કરી રહી નથી. તેની સામે હવે એવી સ્પર્ધામાં છે જ્યાં સમય ખૂબ મહત્ત્વનો છે. એક તરફ Starlink ભારતમાં વ્યાવસાયિક સેવાઓ શરૂ કરવા માટે અંતિમ મંજૂરીઓની રાહ જોઈ રહી છે, ત્યારે Reliance Jioએ ભારતીય સેટેલાઇટ ઇન્ટરનેટ માર્કેટ માટે અંદાજે 1600 સેટેલાઇટ અને 23 ગ્રાઉન્ડ સ્ટેશનોનો એક વિશાળ યોજના સામે રાખી છે.

મસ્કે પહેલા ભારતમાં Starlinkના વિલંબ અંગે ઓલિગાર્ક્સ પર ગુસ્સે થયા હતા. ત્યારબાદ સરકારે તેમના આક્ષેપોને ફગાવી દીધા હતા. તેના થોડા કલાકો પછી જ, મસ્કે સીધો સવાલ કર્યો કે, શું અંબાણી ભારતના અસલી બોસ છે?

Jio
businesstoday.in

સવાલ એ છે કે, મસ્ક આટલા ગુસ્સે કેમ છે? શું તેમને લાગે છે કે મંજૂરીઓમાં વિલંબ એ માત્ર એક નિયમનકારી પ્રક્રિયા છે, કે પછી તેમાં વ્યાપારી હિતો પણ કામ કરી રહ્યા છે? સૌથી મહત્ત્વની વાત એ છે કે, શું Starlinkના વિલંબથી Jioને ફાયદો થઈ રહ્યો છે, અને શું મસ્કને ડર છે કે ભારત તેમને ફર્સ્ટ-મૂવર એડવાન્ટેજ નહીં આપે?

આનો કોઈ ચોક્કસ જવાબ હજુ સુધી કોઈની પાસે નથી. પરંતુ ઘટનાક્રમને એકસાથે જોઇએ તસવીર ખૂબ રસપ્રદ બની જાય છે.

આ વિવાદમાં રાહુલ ગાંધીએ પણ એન્ટ્રી મારી હતી. મસ્કે ટ્વીટ કરીને પૂછ્યું હતું કે, Starlinkને પહેલેથી જ 165થી વધુ દેશોમાં લાયસન્સ મળી ચૂક્યું છે અને કંપની છેલ્લા પાંચ વર્ષથી ભારતના તમામ કાયદાઓ અને જરૂરિયાતોનું પાલન કરવા માટે પ્રયાસ કરી રહી છે, તો પછી અત્યાર સુધી મંજૂરી કેમ આપવામાં આવી નથી? રાહુલે ટ્વીટનો જવાબ આપતા લખ્યું હતું કે ભારતમાં તમારું સ્વાગત છે ઈલોન, બીજા વ્યક્તિને મળવા સુધી રાહ જોજો, મસ્કે આના પર પ્રતિક્રિયા આપતા થેંક્યુ લખ્યું હતું અને કહ્યું હતું આ ખરેખર પરેશાન કરનારું છે

starlink
knnindia.co.in

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026માં, Reliance Jioએ પ્રથમ વખત મોટા પાયે તેની સેટેલાઇટ ઇન્ટરનેટ વિઝન રજૂ કર્યું. કંપની અંદાજે 1600 લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટનું નેટવર્ક બનાવવાની યોજના બનાવી રહી છે, અને સાથે સાથે દેશભરમાં 23 ગ્રાઉન્ડ સ્ટેશનો સ્થાપવાની યોજના પણ છે.

Jioનો દાવો છે કે આ નેટવર્કનો ઉપયોગ ભારતના જમીની અને દરિયાઈ બંને વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે થઈ શકે છે. કંપનીની નજર 6 લાખથી વધુ ગામડાઓમાં કનેક્ટિવિટી પહોંચાડવા પર છે, જેમાં દૂરના ગામડાઓ, ટાપુઓ અને સરહદી વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

પરંતુ, Jioની યોજના માત્ર આકાશમાંથી ઇન્ટરનેટ પહોંચાડવા પૂરતી મર્યાદિત નથી; કંપની તેના હાલના મોબાઇલ અને ફાઇબર નેટવર્કને સેટેલાઇટ નેટવર્ક સાથે જોડવા માંગે છે. એટલે કે જ્યાં Jioના ટાવર્સ અને ફાઈબર પહેલાથા જ પહોંચી ચૂક્યા છે ત્યાં જમીનનું નેટવર્ક કાર્યરત રહેશે અને જ્યાં આવું કરવાનું મુશ્કેલ અથવા અત્યંત ખર્ચાળ છે, ત્યાં સેટેલાઇટ મદદ કરશે.

Jioએ આના ઉપયોગની કલ્પના એન્ટરપ્રાઇઝ, ઉડ્ડયન, દરિયાઈ સેવાઓ, સરકાર, સંરક્ષણ અને આપત્તિના સમયે કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં પણ કરી છે. ગ્રામીણ વિસ્તારો માટે 'ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ' કોલિંગ પણ તેના વિઝનમાં સામેલ છે. સ્પષ્ટ છે કે Jioની મહત્ત્વાકાંક્ષાઓ મોટી છે; કંપની સેટેલાઇટ ટેક્નોલોજીને તેના હાલના ટેલિકોમ નેટવર્કનો અભિન્ન અંગ બનાવવા માંગે છે.

મસ્કની કંપની લગભગ પાંચ વર્ષથી ભારતીય બજારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. તેને GMPCS લાયસન્સ મેળી ચૂક્યુ છે અને IN-SPACe પાસેથી જરૂરી મંજૂરીઓ પણ મળી ચૂકી છે. કંપનીએ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કર્યું છે; Starlinkના જણાવ્યા અનુસાર, દેશભરમાં લગભગ 20 ગેટવે સાઇટ્સ બનાવવામાં આવી છે અને સેંકડો એન્ટેના લગાવવામાં આવ્યા છે. તેમ છતા હજુ સુધી તેનું વ્યાવસાયિક લોન્ચિંગ થયું નથી.

એટલે કે એક તરફ Starlink કહી રહી છે કે તેણે ભારત માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા પ્રણાલીઓ પર વ્યાપક કામ કરી લીધું છે, બીજી તરફ Jio હવે 1600 સેટેલાઇટ્સવાળા પોતાના વિઝન સાથે સામે આવી છે. આનાથી 'ફર્સ્ટ-મૂવર એડવાન્ટેજ' અંગેનો પ્રશ્ન ઊભો થાય છે.

Jio1
upstox.com

'ફર્સ્ટ-મૂવર એડવાન્ટેજ' શા માટે આટલું મહત્ત્વપૂર્ણ છે?

સેટેલાઇટ ઇન્ટરનેટ એવો વ્યવસાય નથી કે જેમાં કોઈ કંપની આજે સેવા શરૂ કરે અને બીજા જ દિવસે લાખો ગ્રાહકો મેળવી લે. આ માટે ઉપગ્રહો, ગ્રાઉન્ડ સ્ટેશન્સ, સ્પેક્ટ્રમ, સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિતરણ નેટવર્ક અને ગ્રાહક ટર્મિનલ્સ જેવી સંપૂર્ણ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાની જરૂર પડે છે. જે કંપની બજારમાં સૌથી પહેલાં પ્રવેશ કરે છે તેને અનેક ફાયદા મળે છે.

તે પહેલા ગ્રાહકો જોડી શકે છે અને સરકાર તથા નિયમનકારો સાથે કામ કરવાનો પ્રારંભિક અનુભવ પ્રાપ્ત કરી શકે છે. તે પોતાના હાર્ડવેર અને સર્વિસના ભાવ અંગે બજારની અપેક્ષાઓ નક્કી કરી શકે છે. સૌથી અગત્યનું, તે એ ગ્રાહકોમાં અને એવા પ્રદેશોમાં પગપેસારો કરી શકે છે જ્યાં હાલમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ વિકલ્પો મર્યાદિત છે.

ભારતમાં Starlink માટે આ ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે, કારણ કે કંપની વિશ્વભરના ઘણા દેશોમાં પહેલેથી જ કાર્યરત છે; તેનું નેટવર્ક અને બ્રાન્ડ પહેલાથી જ તૈયાર છે. જો તેને ભારતમાં જલદી લોન્ચ થયું હોત, તો તે Jioની મોટી સેટેલાઇટ યોજના સંપૂર્ણપણે સાકાર થાય તે પહેલાં તેની બજારમાં હાજરી મજબૂત કરી શક્યું હોત. પરંતુ, હાલની કહાની વિરુદ્ધ દિશામાં આગળ વધી રહી હોય તેવું લાગે છે.

એવો દાવો કરવો જલદી ગણાશે કે મસ્ક ફક્ત Jioના કારણે નારાજ છે; એવા કોઈ સાર્વજનિક પુરાવા નથી. પરંતુ, તેમના વારંવારના નિવેદનો જરૂર બતાવે છે કે, ભારતમાં Starlinkને લઇને થઇ રહેલા વિલંબથી તે ખૂબ પરેશાન છે.

મસ્કે અગાઉ આરોપ લગાવ્યો હતો કે કેટલાક 'ઓલિગાર્ક' Starlinkને ભારતમાં આવતા રોકી રહ્યા છે, જેથી ત તેમની મોનોપોલી  જળવાઇ રહે. તેમણે કોઈનું નામ લીધું નહોતું. ત્યારબાદ, સરકારે જણાવ્યું હતું કે ભારતની સેટેલાઇટ સંચાર નીતિ નિષ્પક્ષ અને ભેદભાવ વિનાની છે.

સરકારના જણાવ્યા અનુસાર, Starlink, Jio Satcom અને Bharti સમર્થિત યુટેલસેટ વનવેબ (Eutelsat OneWeb) બધા એક સમાન નિયમનકારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે અને હાલમાં ત્રણેય માટે સુરક્ષા તપાસની પ્રક્રિયા ચાલી રહી છે. સુરક્ષા મંજૂરી મળ્યા બાદ જ સ્પેક્ટ્રમ ફાળવણી અંગેનો આગામી તબક્કો આગળ વધશે. મસ્ક આ બાબતથી સંતુષ્ટ નહોતા; ત્યારબાદની એક પોસ્ટમાં તેમણે સીધો સવાલ કર્યો કે, Starlinkને પહેલેથી જ 165થી વધુ દેશોમાં લાયસન્સ મળી ચૂક્યું છે અને કંપની છેલ્લા પાંચ વર્ષથી ભારતના તમામ કાયદાઓ અને જરૂરિયાતોનું પાલન કરવા માટે પ્રયાસ કરી રહી છે, તો પછી અત્યાર સુધી મંજૂરી કેમ આપવામાં આવી નથી?

About The Author

Related Posts

Top News

અમેરિકાએ Infosys, HCL, TCS સહિતની ભારતીય કંપનીઓ સામે જે એક્શન લીધા એનાથી કોને અસર થશે?

અમેરિકાએ અનેક મોટી IT કંપનીઓ સામે મોટા પગલાં લીધા છે. તેમાં ભારતીય કંપનીઓ પણ સામેલ છે.  અમેરિકન શ્રમ વિભાગે તેમને...
World 
અમેરિકાએ Infosys, HCL, TCS સહિતની ભારતીય કંપનીઓ સામે જે એક્શન લીધા એનાથી કોને અસર થશે?

ગ્રાહક મહિલાએ કેબ ડ્રાઇવરને ફોન કરી કહ્યું- ઘરમાં અંદર આવ 1000 રૂપિયા આપીશ, મારી સાથે 10 મિનિટ વિતાવ...' વીડિયો વાયરલ

એક કેબ ડ્રાઇવર અને રાઇડ બુક કરાવતી મહિલા વચ્ચેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલા...
National 
ગ્રાહક મહિલાએ કેબ ડ્રાઇવરને ફોન કરી કહ્યું- ઘરમાં અંદર આવ 1000 રૂપિયા આપીશ, મારી સાથે 10 મિનિટ વિતાવ...' વીડિયો વાયરલ

દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી કરી દીધી, ગમે તે થાય કાલે સવારે 10 વાગ્યે પ્રદર્શન થઈને રહેશેઃ CJP

શુક્રવારે, કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું, અને આરોપ લગાવ્યો કે સરકાર Gen-Zથી ડરી ગઈ...
National 
દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી કરી દીધી, ગમે તે થાય કાલે સવારે 10 વાગ્યે પ્રદર્શન થઈને રહેશેઃ CJP

'બિનજરૂરી પ્રદર્શનોમાં ભાગ ન લો'; દિલ્હીમાં મસ્જિદના માઈક પરથી પોલીસકર્મીએ જાહેરમાં સલાહ આપી!

દિલ્હી પોલીસે જૂની દિલ્હીની એક મસ્જિદનો ઉપયોગ કરીને લોકોને એવા પ્રદર્શનો વિરુદ્ધ સાવધાન કર્યા, કે જેને તેઓ 'જરૂરત...
National 
'બિનજરૂરી પ્રદર્શનોમાં ભાગ ન લો'; દિલ્હીમાં મસ્જિદના માઈક પરથી પોલીસકર્મીએ જાહેરમાં સલાહ આપી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.