'બિનજરૂરી પ્રદર્શનોમાં ભાગ ન લો'; દિલ્હીમાં મસ્જિદના માઈક પરથી પોલીસકર્મીએ જાહેરમાં સલાહ આપી!

દિલ્હી પોલીસે જૂની દિલ્હીની એક મસ્જિદનો ઉપયોગ કરીને લોકોને એવા પ્રદર્શનો વિરુદ્ધ સાવધાન કર્યા, કે જેને તેઓ 'જરૂરત વગરના પ્રદર્શનો' બતાવી રહી છે.

ગુરુવાર સાંજે સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં, એક પોલીસકર્મી જૂની દિલ્હી વિસ્તારની એક મસ્જિદમાંથી લોકોને સૂચનાઓ વાંચતો જોવા મળે છે. પોલીસકર્મી વીડિયોમાં કહે છે, 'મહેરબાની કરીને તમારા બાળકો અને પરિવારના સભ્યોને કહો કે તેઓ કોઈપણ બિનજરૂરી પ્રદર્શનોમાં ભાગ ન લે.'

12

પોલીસકર્મીને એમ પણ કહેતા સાંભળી શકાય છે કે, 'કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરો કે ધ્યાન ન આપો. કોઈપણ ભડકાઉ સંદેશાઓનો શિકાર ન બનો. જવાબદાર નાગરિક બનો અને કાયદાનું પાલન કરો. તમારા વિસ્તારની સુરક્ષા જાળવવા માટે પોલીસ અને વહીવટીતંત્રને સહયોગ આપો.'

'મહેરબાની કરીને તમારા બાળકો અને પરિવારના સભ્યોને કહો કે તેઓ કોઈપણ બિનજરૂરી પ્રદર્શનોમાં ભાગ ન લે, કારણ કે વહીવટીતંત્ર તેનું કામ કરી રહ્યું છે. તેમને કોઈપણ રીતે નુકસાન ન પહોંચાડવું જોઈએ.'

આ એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષી પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે દરરોજ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. CJPએ શનિવારે જંતર મંતર પર મોટા પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. આ દરમિયાન, કેન્દ્ર સરકારે સુરક્ષા દળો તૈનાત કર્યા છે, જેનો હેતુ વિરોધ પ્રદર્શનોને રોકવા અથવા પ્રદર્શનકારીઓ પર દબાણ લાવવાનો છે.

દિલ્હી પોલીસે પોતાની અપીલ ધાર્મિક સ્થળો સુધી મર્યાદિત રાખી નથી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય મેળાવડા અને બજારોનો ઉપયોગ 'માહિતી ફેલાવવા' માટે પણ કરવામાં આવ્યો છે. આ સ્થળોએ લોકોને 'ગેરકાયદેસર' વિરોધ પ્રદર્શનોમાં ભાગ ન લેવા અપીલ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, 'છેલ્લા કેટલાક દિવસોમાં રાજધાનીના રસ્તાઓ પર આટલી મોટી સંખ્યામાં એકઠા થવા માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી, અને 10 ઓક્ટોબરના રોજ પ્રદર્શનના આહ્વાન માટે સ્થિતિ એવી જ છે.'

13

તેમણે વધુમાં કહ્યું કે, 'એમાં કોઈ મૂંઝવણ નથી કે આ બધું ભેગા થઈને પ્રદર્શન કરવું ગેરકાનૂની સભા કરવા જેવું છે. તેથી, છેલ્લા કેટલાક દિવસોથી, આ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હોવાથી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.'

ગુરુવારે સોશિયલ મીડિયા પર સામે આવેલા આ ખાસ વીડિયોનો ઉલ્લેખ કરતા, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, પોલીસકર્મીનો એકમાત્ર હેતુ 'યુવાનોને ગેરમાર્ગે દોરવામાં ન આવે તેની ખાતરી કરવાનો હતો, જેથી કરીને ગેરકાયદેસર પ્રદર્શનમાં ભાગ લઈને યુવાનો ગેરમાર્ગે ન દોરાય.'

તેમણે મીડિયા સૂત્રને જણાવ્યું, 'વીડિયોમાં દેખાતો પોલીસકર્મી અને અન્ય ઘણા લોકો અન્ય ધાર્મિક સ્થળો કે બજારોમાં આવી સૂચનાઓ આપી રહ્યા છે, તે ફક્ત એ સુનિશ્ચિત કરવા માટે છે કે યુવાનો ગેરમાર્ગે ન દોરાય અને કોઈપણ ગેરકાયદેસર પ્રદર્શનમાં ભાગ ન લે.'

About The Author

Top News

અમેરિકાએ Infosys, HCL, TCS સહિતની ભારતીય કંપનીઓ સામે જે એક્શન લીધા એનાથી કોને અસર થશે?

અમેરિકાએ અનેક મોટી IT કંપનીઓ સામે મોટા પગલાં લીધા છે. તેમાં ભારતીય કંપનીઓ પણ સામેલ છે.  અમેરિકન શ્રમ વિભાગે તેમને...
World 
અમેરિકાએ Infosys, HCL, TCS સહિતની ભારતીય કંપનીઓ સામે જે એક્શન લીધા એનાથી કોને અસર થશે?

ગ્રાહક મહિલાએ કેબ ડ્રાઇવરને ફોન કરી કહ્યું- ઘરમાં અંદર આવ 1000 રૂપિયા આપીશ, મારી સાથે 10 મિનિટ વિતાવ...' વીડિયો વાયરલ

એક કેબ ડ્રાઇવર અને રાઇડ બુક કરાવતી મહિલા વચ્ચેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલા...
National 
ગ્રાહક મહિલાએ કેબ ડ્રાઇવરને ફોન કરી કહ્યું- ઘરમાં અંદર આવ 1000 રૂપિયા આપીશ, મારી સાથે 10 મિનિટ વિતાવ...' વીડિયો વાયરલ

દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી કરી દીધી, ગમે તે થાય કાલે સવારે 10 વાગ્યે પ્રદર્શન થઈને રહેશેઃ CJP

શુક્રવારે, કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું, અને આરોપ લગાવ્યો કે સરકાર Gen-Zથી ડરી ગઈ...
National 
દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી કરી દીધી, ગમે તે થાય કાલે સવારે 10 વાગ્યે પ્રદર્શન થઈને રહેશેઃ CJP

'બિનજરૂરી પ્રદર્શનોમાં ભાગ ન લો'; દિલ્હીમાં મસ્જિદના માઈક પરથી પોલીસકર્મીએ જાહેરમાં સલાહ આપી!

દિલ્હી પોલીસે જૂની દિલ્હીની એક મસ્જિદનો ઉપયોગ કરીને લોકોને એવા પ્રદર્શનો વિરુદ્ધ સાવધાન કર્યા, કે જેને તેઓ 'જરૂરત...
National 
'બિનજરૂરી પ્રદર્શનોમાં ભાગ ન લો'; દિલ્હીમાં મસ્જિદના માઈક પરથી પોલીસકર્મીએ જાહેરમાં સલાહ આપી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.