- Business
- PM મોદી આ 3 રાજ્યોની 3 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે
PM મોદી આ 3 રાજ્યોની 3 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ, 2024ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. PMના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરીને અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ માર્ગો મેરઠ-લખનઉ, મદુરાઈ - બેંગલુરુ અને ચેન્નાઈ - નાગરકોઈલ પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે.
મેરઠ સિટી - લખનઉ વંદે ભારત બંને શહેરો વચ્ચે હાલની સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં મુસાફરોને લગભગ 1 કલાકની બચત કરવામાં મદદ કરશે. એ જ રીતે, ચેન્નાઈ એગમોર - નાગરકોઇલ વંદે ભારત અને મદુરાઈ - બેંગલુરુ વંદે ભારત ટ્રેનો અનુક્રમે 2 કલાકથી વધુ અને લગભગ 1 કલાક 30 મિનિટની મુસાફરીને આવરી લેશે.
આ નવી વંદે ભારત ટ્રેનો આ ક્ષેત્રના લોકોને ઝડપ અને સુવિધા સાથે મુસાફરી કરવા માટે વૈશ્વિક કક્ષાનું માધ્યમ પ્રદાન કરશે તથા ત્રણ રાજ્યો – ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકને સેવા પૂરી પાડશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી રેલવે સેવાના એક નવા માપદંડની શરૂઆત થશે, જે નિયમિત મુસાફરો, વ્યાવસાયિકો, વ્યવસાયીઓ અને વિદ્યાર્થી સમુદાયની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
Related Posts
Top News
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા
Opinion
