- Business
- RBI લાવશે 5 એપિસોડની વેબ સીરિઝ, 90 વર્ષ પૂર્ણ થવાના અવસર પર હશે ખાસ
RBI લાવશે 5 એપિસોડની વેબ સીરિઝ, 90 વર્ષ પૂર્ણ થવાના અવસર પર હશે ખાસ

દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પોતાના કામકાજ અને 90 વર્ષના સફર પર 5 એપિસોડની વેબ સીરિઝ લાવવાની યોજના બનાવી રહી છે. રિઝર્વ બેંકના 90 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં વેબ સીરિઝ બનાવવા અને તેના ડિસ્ટ્રિબ્યુશન માટે ઇ-ટેન્ડરના માધ્યમથી બોલીઓ આમંત્રિત કરનાર સત્તાવાર ડૉક્યૂમેન્ટ મુજબ, વેબ સીરિઝ લગભગ 3 કલાકની હશે. તેના એક એપિસોડની અવધિ 25-30 મિનિટ રાખવાનો પ્રસ્તાવ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેને ટી.વી. ચેનલ કે OTT પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિઝર્વ બેંકની સ્થાપના 1935માં થઇ હતી અને આ વર્ષે એપ્રિલમાં તેણે 90 વર્ષ પૂરા કરી લીધા. 5 એપિસોડની આ સીરિઝ અર્થવ્યવસ્થામાં કેન્દ્રીય બેંકની મહત્ત્વપૂર્ણ ભૂમિકા બાબતે જનતાની સમજ માટે વધુ જોડાણને પ્રોત્સાહન આપવા અને નીતિઓમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ બનાવવા માટે એક સંશધનના રૂપમાં કામ કરશે. વેબ સીરિઝ માટે રિઝર્વ બેન્કે કેટલાક પ્રોડક્શન હાઉસ, ટી.વી. ચેનલ અને OTT પ્લેટફોર્મ્સ પાસે પ્રસ્તાવ આમંત્રિત કર્યા છે. આ વેબ સીરિઝનું પહેલું ઉદ્દેશ્ય એક વ્યાપક અને આકર્ષક સીરિઝ બનાવવાનું છે, જે રિઝર્વ બેંકના 90 વર્ષના સફર દરમિયાન તેના કામકાજ અને સંચાલનની સખત તપાસ પ્રદાન કરે.
ડૉક્યૂમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સીરિઝમાં રિઝર્વ બેંકના વિઝનને ઉજાગર કરવામાં આવશે. તેની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ અને પહેલોને પ્રદર્શિત કરવી જોઇએ અને ચાલી રહેલા વિકાસ અને સહયોગો બાબતે જાણકારી પ્રદાન કરવી જોઇએ. રિઝર્વ બેન્કે કહ્યું કે, આ સીરિઝનું ઉદ્દેશ્ય જટિલ નાણાકીય અવધારણાઓને વ્યાપક દર્શકો માટે સુલભ અને રોચક બનાવવાનું છે, જેનાથી નાણાકીય સાક્ષરતામાં યોગદાન મળશે. સાથે જ આ સીરિઝ કેન્દ્રીય બેંક માટે એક મૂલ્યવાન કમ્યૂનિકેશન ડિવાઇસ તરીકે પણ કામ કરશે જે તેની નીતિ જાહેરાતો અને રણનીતિક સંદેશાઓને સમર્થન કરતા અર્થવ્યવસ્થામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા બાબતે વધુમાં વધુ સાર્વજનિક જોડાણ અને સમાજને પ્રોત્સાહન આપશે.