લોનધારકો માટે RBIના મોટા નિર્ણયો, આ પેનલ્ટી નાબૂદ કરી, જલદી લોન ચૂકવનારાને વધુ ફાયદો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લાખો લોન લેનારાઓને મોટી રાહત આપી છે. હવે જો તમે તમારી હોમ લોન, બિઝનેસ લોન અથવા અન્ય ફ્લોટિંગ રેટ લોન સમય પહેલાં ચૂકવો છો, તો બેંક અથવા નાણાકીય સંસ્થા તમારી પાસેથી કોઈપણ પ્રકારનો પ્રી-પેમેન્ટ પેનલ્ટી અથવા ચાર્જ વસૂલ કરી શકશે નહીં. આ નિયમ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે અને આનો સૌથી મોટો ફાયદો તે લોકોને થશે જેઓ તેમની લોન વહેલી ચૂકવવાની યોજના બનાવે છે.

RBI ની નવી માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ વ્યક્તિ અથવા નાના ઉદ્યોગ (માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ - MSEs) ફ્લોટિંગ રેટ પર લોન લે છે, અને સમય પહેલાં તેને આંશિક અથવા સંપૂર્ણ રીતે ચૂકવે છે, તો કોઈ પૂર્વ ચુકવણી ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આમાં ખાસ વાત એ છે કે ચુકવણી કોઈપણ સ્ત્રોતમાંથી કરવામાં આવે પછી ભલે તે તમારી બચતમાંથી હોય કે અન્ય કોઈ સંસ્થામાંથી લોન લઈને તો પણ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. ઉપરાંત, લોક-ઇન પીરિયડની ફરજ પણ નાબૂદ કરવામાં આવી છે.

loan1
india.com

નવો નિયમ કઈ લોન પર લાગુ થશે?

* હોમ લોન, પર્સનલ લોન અને અન્ય નોન-બિઝનેસ લોન

* નાના વ્યવસાયો (MSEs) ને આપવામાં આવતી ફ્લોટિંગ રેટ આધારિત બિઝનેસ લોન

* લોનની રકમ આંશિક રીતે કે સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવે તો પણ મુક્તિ લાગુ પડશે.

કઈ બેંકો અને સંસ્થાઓ આ નિયમને આધીન રહેશે?

આ નિયમ બધી કોમર્સિયલ બેંકો (પેમેન્ટ બેંકો સિવાય), સહકારી બેંકો, NBFCs અને અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓને લાગુ પડશે. જોકે, કેટલીક ખાસ સંસ્થાઓને આંશિક મુક્તિ આપવામાં આવી છે. મુક્તિ પામેલી બેંકો અને સંસ્થાઓ - સ્મોલ ફિનાન્સિયલ બેંકો, રિજનલ રૂરલ બેંકો, લોકલ અરિયાની બેંકો,અર્બન કો-ઓપરેટિવ બેંકો (Tier 4), NBFC-UL અને ઓલ ઈન્ડિયા ફાયન્સિયલ ઈન્ટિટ્યુટ્સ. આ સંસ્થાઓ માટે ₹ 50 લાખ સુધીની લોન માટે કોઈ પ્રી-પેમેન્ટ ચાર્જ રહેશે નહીં. એટલે કે, નાના દેવાદારોને પણ આમાં રાહત મળશે.

loan
india.com

સૌથી વધુ લાભ કોને મળશે?

* જે લોકોએ ફ્લોટિંગ રેટ હોમ લોન લીધી છે તેમને આ નિર્ણયનો સીધો લાભ મળશે.

* નાના ઉદ્યોગસાહસિકો, જેઓ વ્યવસાય માટે બેંકમાંથી લોન લે છે, તેઓ હવે સમય પહેલાં ચુકવણી પર વધારાના પૈસા ચૂકવશે નહીં.

* લોનની EMI ઘટાડવા માટે વહેલા ચુકવણી કરવા માંગતા લોકો માટે આ એક નફાકારક તક છે.

આ નિર્ણય શા માટે મહત્વપૂર્ણ છે?

અત્યાર સુધી, બેંકો સમય પહેલાં લોન ચૂકવવા માટે ભારે ફી વસૂલતી હતી, જેના કારણે લોકોના નાણાકીય આયોજન પર અસર પડતી હતી. હવે RBIના આ નિર્ણયથી માત્ર લોન લેનારાઓને રાહત મળશે જ, પરંતુ તે સ્માર્ટ કર્જ મેનેજમેન્ટને પણ પ્રોત્સાહન આપશે.

 

 

 

 

About The Author

Top News

ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) કેરળની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ હબનો...
Politics 
ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

વનપ્લસ, જે એક સમયે તેના લોન્ચ અને ચાહકોમાં થયેલી ભારે ચર્ચા સાથે સ્માર્ટફોન માર્કેટમાં ખલેલ પહોંચાડવા માટે જાણીતું થયું...
Tech and Auto 
શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા હતા, તેમણે અચાનક U-...
Business 
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત...
Sports 
ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.