ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે

ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ગુજરાત ભાજપના મહામંત્રી અને ભાવનગરના પ્રભારી રત્નાકર ભાવનગર પહોંચે તે પહેલા મેયરના આ મેસેજે રાજકારણ ગરમાવી દીધું છે.

ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડે એક વ્હોટસએપ ગ્રુપમાં લખ્યું કે, તેમને સતત દબાવવાની ભાજપ નેતાઓ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે. તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

બારડે લખ્યું કે, જો મને વધારે દબાવવામાં આવશે તો જાહેરમાં આકરું પગલું ભરી લઇશ. આ મેસેજને કારણે હડકંપ મચ્યો અને ગ્રુપ એડમીને મેયરનો મેસેજ ડિલીટ કરી નાંખ્યો.

પછી ભરત ભારડે પણ યુ-ટર્ન મારી દીધો અને કહ્યું કે, હું પોતે વરિષ્ઠ છુ એટલે મારી કોઇની સામે કોઇ ફરિયાદ નથી.

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.