ગાયકવાડની કુલ સંપત્તિ કેટલી? જાણો CSKનો નવો કેપ્ટન દર મહિને કેટલી કમાણી કરે છે

દેશ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ઉત્સાહ અનુભવી રહ્યો છે, પરંતુ IPL 2024ની શરૂઆત પહેલા જ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. ગુરુવારે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ 5 વખત IPL ટાઈટલ જીતનાર મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને કમાન સોંપી છે. ગાયકવાડ 27 વર્ષના છે અને ખૂબ જ ઓછા સમયમાં તેણે ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવ્યું છે અને ઘણી કમાણી પણ કરી છે. CSKના નવા કેપ્ટન પાસે કરોડોની સંપત્તિ છે.

ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનો જન્મ 31 જાન્યુઆરી 1997ના રોજ મહારાષ્ટ્રના પુણે શહેરમાં થયો હતો. બાળપણથી જ ક્રિકેટમાં રસ ધરાવતા ઋતુરાજ ગાયકવાડે 19 વર્ષની ઉંમરે 2016-17ની રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. IPLમાં તેની એન્ટ્રી વર્ષ 2019માં થઈ હતી, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેને હરાજી દરમિયાન 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. હવે તેને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, ઋતુરાજ ગાયકવાડની નેટવર્થ કરોડોમાં છે. તેની સંપત્તિનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે, તેની IPLની ફી કરોડોમાં છે. તેમની અંદાજિત નેટવર્થ 30-36 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે. BCCIના C કેટેગરીના ખેલાડી ઋતુરાજ ગાયકવાડ માત્ર મેચ ફી દ્વારા જ કમાતા નથી, પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરી રહ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર, ઋતુરાજ ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી રહ્યો છે. જેમાં ગેમ્સ 24X7, GO Kratos, Mount Road Social, SS ક્રિકેટ કિટ્સ અને અન્ય નામો સામેલ છે. મેચ ફી ઉપરાંત, ઋતુરાજ ગાયકવાડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતો દ્વારા દર મહિને લગભગ 50-60 લાખ રૂપિયા કમાય છે, જ્યારે તેની વાર્ષિક કમાણી લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. IPL 2024 માટે તેની ફી 6 કરોડ રૂપિયા છે. IPL કોન્ટ્રાક્ટ, મેચ ફી, એન્ડોર્સમેન્ટની સાથે તેણે સ્ટોક્સ અને પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે, જ્યાંથી તેને જંગી વળતર મળે છે.

કરોડો રૂપિયાની કમાણી કરનાર ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ પાસે પુણેમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ છે, જેની અંદાજિત કિંમત લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘર સોમેશ્વરવાડીમાં આવેલું છે. CSKના નવા કેપ્ટન ગાયકવાડને મોંઘી કારનો પણ શોખ છે અને તેના કાર કલેક્શનમાં ઘણી લક્ઝરી કાર છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ઋતુરાજ ગાયકવાડના કાર કલેક્શનમાં Audi અને BMW M8 જેવી કાર છે.

About The Author

Top News

Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

Oppo Reno 13 પછી, ચીની કંપની વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના કેમેરા અને ડિઝાઇન...
Tech and Auto 
Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

મહેન્દ્ર સિંહ ધોનીની  હાલમાં કોઈને પરિચય આપવાની જરૂર નથી. IPLમાં કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે, પરંતુ શું...
Sports 
સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

બસ આ જ સત્ય હશે કે... રાજકારણીઓના નિવેદનો થશે, સોશિયલ મીડિયામાં ચર્ચા થશે અને દુઃખદ ઘટનાઓ ભુલાઈ જશે

ભારત આપણો દેશ જેની ગરિમા અને વૈવિધ્ય વિશ્વભરમાં વખણાય છે. આજે એક પેચીદા પ્રશ્નના ચોકઠામાં ઊભો છે. શું આપણે બુદ્ધની...
Opinion 
બસ આ જ સત્ય હશે કે... રાજકારણીઓના નિવેદનો થશે, સોશિયલ મીડિયામાં ચર્ચા થશે અને દુઃખદ ઘટનાઓ ભુલાઈ જશે

સીમા હૈદર કહે હું ભારતની વહુ છું, પાકિસ્તાન પાછું તેને નથી જવું

પહેલગામની ઘટના પછી ભારતે પાકિસ્તાન સામે જે 5 પગલાં લીધા તેમાં પાકિસ્તાની નાગરિકોના ભારતીય વિઝા રદ કરવાનો નિર્ણય પણ મહત્ત્વનો...
National 
સીમા હૈદર કહે હું ભારતની વહુ છું, પાકિસ્તાન પાછું તેને નથી જવું
Copyright (c) Khabarchhe All Rights Reserved.