SBI વેચી રહી છે 25000 કરોડના શેર, પરંતુ તમે નહીં કરી શકો એપ્લાઈ; જાણો કેમ?

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)QIPના માધ્યમથી ફંડ એકત્ર કરવાની જાહેરાત કરી છે. બુધવારે રોકાણકારો માટે QIP ઓપન થઈ ગયું છે. SBIના QIPને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. QIPના માધ્યમથી 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો બેન્ક પ્લાન છે. આ દરમિયાન, ગુરુવારે SBIના શેર પર નજર નાખીએ, તો NSE પર આ શેર 4.70 રૂપિયા એટલે કે 0.57 ટકાના વધારા સાથે હાલમાં 837 પર ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે 4.92 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે.

QIPની ફ્લોર પ્રાઈસ 811 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જે તેના વર્તમાન ભાવ કરતા લગભગ 2.5 ટકા ઓછી છે. મોટાભાગના રિટેલર્સને ખબર નથી કે તેઓ QIP માટે અરજી નહીં કરી શકે. તમારા મનમાં પણ સવાલ ઉઠી રહ્યો હશે કે તો પછી QIP કોના માટે છે, કોણ એપ્લાઈ કરી શકે છે?

SBI1
indiahood.in

ચાલો સૌથી પહેલા જાણીએ QIP શું છે?

QIPનું પૂરું નામ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ છે. આ એક પૂંજી એકત્ર કરવાની એક રીત છે, જેના હેઠળ કોઈપણ લિસ્ટેડ કંપની પોતાના શેરોને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) જેમ કે મ્યૂચ્યુઅલ ફંડ્સ, બેન્કો, વીમા કંપનીઓ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FII) અને અન્ય સંસ્થાગત રોકાણકારોને ખાનગી રીતે વેચે છે. આ આખી પ્રક્રિયા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ના દિશા-નિર્દેશો હેઠળ થાય છે અને તેનો હેતુ કંપનીને જલદી અને યોગ્ય જગ્યાએથી ધન એકત્ર કરવામાં મદદ કરવાનો છે.

QIPના માધ્યમથી ફંડ એકત્ર કરવાનું કામ સામાન્ય રીતે કંપનીઓ કારોબારને વિસ્તાર, લોન ચૂકવણી, વર્કિંગ કેપિટલ અને અન્ય રણનીતિક હેતુઓ માટે કરે છે. કેમ કે QIP હેઠળ શેરોનું વેચાણ પબ્લિક ઇશ્યૂ (જેમ કે IPO અથવા FPO)ની તુલનમાં તેજ અને ઓછું ખર્ચાળ છે. કેમ કે તેમાં સામાન્ય રોકાણકારોને એટલે કે રિટેલને સામેલ કરવામાં આવતા નથી અને નિયમનકારી પ્રક્રિયાઓ ઓછી જટિલ હોય છે.

stock-market
businesstoday.in

QIP કેવી રીતે કામ કરે છે?

સૌથી પહેલા કંપનીનું બોર્ડ QIPના માધ્યમથી પૂંજી એકત્ર કરવાનો પ્રસ્તાવ પસાર કરે છે, પછી શેરધારકો પાસેથી મંજૂરી લેવામાં આવે છે. કંપની એ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs)નો સંપર્ક કરે છે જેઓ આ રોકાણમાં રુચિ ધરાવે છે. ખાસ કરીને QIBs કેટેગરીમાં મ્યૂચ્યુઅલ ફંડ, વિદેશી સંસ્થાગત રોકાણકાર (FIIs), વીમા કંપનીઓ, પેન્શન ફંડ અને કોમર્શિયલ બેન્ક સામેલ હોય છે.

QIPમાં શેરોની કિંમત SEBIના દિશા-નિરદેશના આધાર પર નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ કિંમત વર્તમાન શેર મૂલ્યની સરેરાશ (ફ્લોર પ્રાઈસ) પર આધારિત હોય છે, જેમાં કેટલીક છૂટ આપી શકાય છે. જેમ કે, SBના QIPમાં વર્તમાન ભાવથી લગભગ 2.50 ટકાની છૂટ આપવામાં આવી છે. પ્રોસેસ પૂરી થયા બાદ QIBsને શેર ફાળવવામાં આવે છે, અને આ પ્રક્રિયા સ્ટોક એક્સચેન્જના માધ્યમથી પૂરી થાય છે. QIP હેઠળ જાહેર કરાયેલા શેર સ્ટોક એક્સચેન્જમાં ફરી લિસ્ટ થાય છે, જેથી તેઓ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થઈ જાય છે.

SBI1
indiahood.in

QIPમાં કેવી રીતે રોકાણ કરાય છે?

QIPમાં રોકાણ માત્ર ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) જ કરી શકે છે. સામાન્ય રોકાણકારોને તેમાં ભાગ લેવાની તક મળતી નથી. QIBs પોતાના રોકાણના લક્ષ્યો અને જોખમ વિશ્લેષણના આધાર પર એ નક્કી કરે છે કે તેઓ QIPમાં ભાગ લેશે કે નહીં.

Related Posts

Top News

આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

થોડા દિવસ પહેલા, મહારાષ્ટ્ર વિધાનસભામાં હળવાશથી CM દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પક્ષ બદલીને શાસક પક્ષમાં જોડાવાનું કહ્યું. જો આ...
National 
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (...
Business 
રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા, CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી

જો તમે ChatGPT પર તમારા દિલની વાત કરો છો, તો સાવચેત રહો, કારણ કે તમારા રહસ્યો સુરક્ષિત નથી....
World 
ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા,  CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી

બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ

દેશની પ્રખ્યાત ઓટો કંપની બજાજ ઓટોને મોટો ઝટકો લાગી શકે છે. કંપનીના MD રાજીવ બજાજે કહ્યું છે કે, જો...
Business 
બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.