ધ વર્લ્ડ : હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટરનો 17મીએ યોજાશે ગૃહ પ્રવેશ

ભારતની સ્માર્ટ સિટીની હરોળમાં પ્રથમ ગણાતા સુરત તેમજ વર્ષ 2013 અને 2019માં બેસ્ટ સિટી ટુ લિવ ઈન તરીકે સ્થાન પામેલા સુરત શહેરમાં નિર્મિત ગુજરાતનું પહેલું હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થતાં દેશને એક ભેટ સ્વરૂપે આગામી 17મી સપ્ટેમ્બર, 2023એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગૃહ પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પર્વ પર આયોજિત ઇન્વેસ્ટર્સ મીટ & ગ્રીટમાં કેયુર ખેની દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

અગાઉ આ પ્રોજેક્ટનું સોફ્ટ લોન્ચ દર્શના જરદોશ (સુરત સાંસદ અને રાજ્યમંત્રી - રેલ્વે અને કાપડ) અને સી. આર. પાટીલ (નવસારી સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ) ના વરદ હસ્તે થયેલ હતું, ત્યારે દર્શના જરદોશે આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું કે "અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનના નજીક વિસ્તારમાં તેમજ ડાયમંડ અને ટેક્ષટાઇલ હબ માં આકાર પામેલ ધ વર્લ્ડ સુરતનું એક સુંદર નજરાણું બની રહેશે", તેમજ સી. આર. પટેલે ઉમેર્યું કે "સુરતમાં આજે હોસ્પિટાલિટી પ્રોપર્ટીની ખુબજ માંગ છે અને શહેરના મધ્યબિંદુમાં સ્થિત આ પ્રોજેક્ટ કદની દૃષ્ટિએ સૌથી વિશાળ છે જે સુરતમાં ઘણા સમયથી ચાલી આવતી હોસ્પિટાલિટી સ્પેસ ની ઉણપ ને પુરી કરશે".

ધ વર્લ્ડ ખાતે 15મી ઓગસ્ટ, મંગળવારના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્વેસ્ટર્સ મીટ & ગ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેયુર ખેનીએ સમગ્ર પ્રોજેક્ટ અંગે રોકાણકારોને વિસ્તૃત માહિતી આપવા સાથે જ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. કેયુર ખેનીએ જણાવ્યું હતું કે તેઓ ધ વર્લ્ડ - હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટર ની સાથે લાઈફસ્ટાઈલ ફેમિલી ક્લબ ડિલિવર કરી રહ્યા છે. જ્યાં વ્યક્તિ અનંત સંસાધનોનો ઉપયોગ કરી શકે છે અને તેમની ક્ષમતાઓને અડગ રીતે વિકસાવી શકે છે. સુરતનું આ પહેલું હોસ્પિટાલીટી એન્ડ કન્વેન્શન સેન્ટર છે જે કેન્દ્રીય ટુરિઝમ મંત્રાલય અને ગુજરાત ટુરિઝમ ની પોલિસી અનુરૂપ બનેલું છે. ધ વર્લ્ડ ખાતે આધુનિક સુવિધાઓથી સુસજ્જ કુલ 288 ડીલક્સ અને એક્ઝિક્યુટિવ પ્રીમિયમ એપાર્ટમેન્ટ રૂમ્સ છે. આ ઉપરાંત મિટિંગ, ઇવેન્ટ અને સેલિબ્રેશન સ્પેસ જેવા ઘણા એરિયા ખુબજ સારી રીતે વિકસાવવામાં આવ્યા છે, જે તમારા પ્રસંગોની ઉજવણી યાદગાર બનાવી દેશે.

ધ વર્લ્ડ માં 'યુ!થીન્ક' નામ થી બિઝનેસ ઓરિએન્ટ સ્પેસ પણ છે જ્યાં કો-વર્ક માટેની જગ્યા ભાડેથી મળશે એટલું જ નહીં પણ દેશના યુવાનો, ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો અને કોર્પોરેટ્સ માટે એક વર્ચ્યુઅલ એડ્રેસ બની રહેશે.

આ પ્રસંગે કેયુર ખેની એ ધ વર્લ્ડમાં રોકાણ કરનારાઓને થનારી આવક વિશે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ધ વર્લ્ડ હવે સંપૂર્ણ રીતે સંચાલન માટે સજ્જ છે તેમજ હાલ માં હોટેલ કોઈપણ પ્રસંગ અથવા ઇવેન્ટના આયોજન માટે કાર્યરત થઇ ચુકી છે અને આગામી 17મી સપ્ટેમ્બરના રોજ ગૃહ પ્રવેશ યોજાશે. ત્યારબાદ 15મી ઓક્ટોબર થી નવરાત્રિની ઉજવણી, 9 થી 14 નવેમ્બર સુધી દિવાળી પર્વ ની ઉજવણી, 25 મી ડિસેમ્બરે ક્રિસમસ અને 31મી ડિસેમ્બરે ન્યૂ ઇયર સેલિબ્રેશન થશે.

 

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.