વાઘાણીના શહેરમાં શાળાની મુલાકાતે પહોંચ્યા સિસોદિયા, શાળાની સ્થિતિ પર બોલ્યા...

આજે દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતની સરકારી શાળાની મુલાકાતે આવ્યા હતા. જીતુ વાઘાણીના શિક્ષણના સ્તર અંગેના નિવેદન બાદ મનિષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે, તેઓ સોમવારે ગુજરાતની સરકારી શાળાની મુલાકાત લેવા આવશે અને આજે તેઓ ભાવનગર ખાતે જીતુ વાઘાણીના જ મત વિસ્તારની સરકારી શાળાની મુલાકાત લેવા આવી ગયા હતા.

સરકારી શાળાની મુલાકાત બાદ મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રીએ એવું જણાવ્યું હતું કે, અમે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા એટલી સારી બનાવી દીધી છે. તમે અહીંયા ગુજરાતમાં ભણો અને જેમને ગુજરાતમાં ન ભણવું હોય તે બીજે ચાલ્યા જાવ. તેમનું આ નિવેદન થોડું અલગ લાગ્યું એટલે મને પણ એમ થયું કે, 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે. એટલે ત્યાં જઈને પણ જોઈએ કે ભાજપે શું કર્યું. એટલા માટે હું આવ્યો છું શિક્ષણ મંત્રીજીના વિધાનસભાના વિસ્તારમાં અને મને એવું હતું કે શિક્ષણ મંત્રીએ તેમના વિસ્તારમાં શાળાઓ છે તેમાં બદલાવ કરી દીધો હશે કે, તેમના મત વિસ્તારના લોકોને મુશ્કેલી ન પડે.

તેમણે કહ્યુ કે, હું અહીંયા આવ્યો અને મેં જોયું તો શિક્ષણ મંત્રીના મત વિસ્તારની શાળાઓ નાની છે અને શાળાની દીવાલો પણ તૂટેલી છે. તેમને ખબર હતી કે હું શાળાની મુલાકાતે આવવાનો છું એટલે તેમણે સ્કૂલમાં સાફસફાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ હજુ પણ દીવાલ પર કરોળિયાના ઝાળા જોવા મળી રહ્યા છે. તૂટેલી દીવાલો વચ્ચેનો પાછળનો હોલ મધ્યાહ્નન ભોજનનો હોલ છે.

મનિષ સિસોદિયાએ કહ્યું કે, ખુલ્લા મેદાનમાં કલાસ ચાલી રહ્યા છે. શાળાની અંદર પણ કલાસ ચાલી રહી છે. ખાલી શાળાની બહાર એક સ્માર્ટ બોર્ડ લટકાવી દો તો શું શાળા સારી થઈ ગઈ? શાળામાં તૂટેલી દીવાલો અને જ્યારે કલાસરૂમમાં ગયો ત્યારે જોવા મળ્યું કે બાળકોની પાસે બેસવા માટે લાદી પણ નથી. આ ઉપરાંત હું આવવાનો હતો એટલે કરોળિયાની ઝાળ સાફ કરવાના પ્રયાસ થયા પણ તે બરાબર સફાઈ થઈ શકી નહીં. શાળામાં 4 સ્માર્ટ બોર્ડ લટકાવી દીધા છે અને તેઓ કહે છે કે અમારી શિક્ષણ વ્યવસ્થા બરાબર થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે, આ ગુજરાત ગાંધી અને સરદાર પટેલની ધરતી છે. તેમને શિક્ષણ માટે કામ કર્યું છે. હવે તંત્ર કંઈ શીખે અને સમજી લે હજી પણ પાંચ મહિનાનો સમય છે ચૂંટણીમાં. નહીં તો જનતા એવી સરકાર લાવશે કે જે શાળાઓ સારી બનાવશે.

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.