નાની ઉંમરે CA બની છોકરીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 13 વર્ષની ઉંમરે 10મું પાસ, 15ની ઉંમરે 12મું પાસ

સપના જોવાની કોઈ ઉંમર હોતી નથી અને તેને પૂર્ણ કરવા માટે કોઈ વય મર્યાદા નથી. CA નંદિની અગ્રવાલની વાર્તા આ વાત સાચી સાબિત કરે છે. તેમની વાર્તા સખત મહેનત, સમર્પણ અને ધ્યાનનું પરિણામ છે. નંદિની અગ્રવાલ વિશ્વની સૌથી નાની વયની મહિલા CA છે, એટલું જ નહીં, તેણે AIR 1 હાંસલ કર્યું એટલે કે તે સમગ્ર ભારતમાં પ્રથમ આવી.

Nandini-Agrawal

માત્ર 19 વર્ષની ઉંમરે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવો એ સરળ કાર્ય નથી. આ તેમની મહેનત અને અભ્યાસમાં બુદ્ધિમત્તા દર્શાવે છે. નંદિની મધ્યપ્રદેશના મુરેના શહેરની વતની છે. તેણે CA ફાઇનલ પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું.

નંદિનીએ શાળામાં બે વર્ગો છોડી દીધા હતા. તેણે 8મા ધોરણ પછી સીધા 10મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. આમ કરવાથી તેનો સમય બચ્યો અને તે ઝડપથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકી.

Nandini-Agrawal4

નંદિની અગ્રવાલ હંમેશા પોતાના સમય કરતાં આગળ રહી છે. તેમણે માત્ર 13 વર્ષની ઉંમરે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી અને 12મા ધોરણની પરીક્ષા પણ 15 વર્ષની ઉંમરે પાસ કરી.

નંદિની અગ્રવાલને વિશ્વની સૌથી નાની વયની મહિલા CAનો ખિતાબ મળ્યો છે. આ ટાઇટલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા આપવામાં આવ્યું છે.

નંદિનીના પરિવારમાં બધા જ હોશિયાર છે અને તેના મોટા ભાઈ સચિને પણ તે જ વર્ષે AIR 18 મેળવ્યું હતું. ત્યારે સચિન 21 વર્ષનો હતો. 2021માં, નંદિનીએ CA ફાઇનલ પરીક્ષામાં 800 માંથી 614 ગુણ (76.75 ટકા) મેળવ્યા. તેણે 83,000 ઉમેદવારોને પાછળ છોડી દીધા. સચિને 568 ગુણ મેળવ્યા હતા.

Nandini-Agrawal1

નંદિનીની સફળતામાં તેના મોટા ભાઈનો મોટો ફાળો છે. તે પણ CA પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને તેણે નંદિનીને અભ્યાસમાં પણ ઘણી મદદ કરી.

નંદિનીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક પાસેથી પ્રેરણા મળી. તે એકવાર તેમની શાળામાં આવ્યો હતો. ત્યારથી, નંદિની પોતાનું નામ બનાવવા માટે મક્કમ હતી. તેનો ધ્યેય સૌથી નાની ઉંમરના CA બનવાનો હતો.

નંદિનીની આટલી સફળતા સુધીની સફર સરળ નહોતી. માત્ર 16 વર્ષની ઉંમરે, ઘણી કંપનીઓ તેને એપ્રેન્ટિસ તરીકે નોકરી પર રાખતા ડરતી હતી, પરંતુ નંદિનીએ હાર ન માની. પોતાની મહેનત અને એકાગ્રતાથી તેણે બધી મુશ્કેલીઓનો સામનો કર્યો અને પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

Nandini-Agrawal5

ધોરણ 10 અને 12ની પરીક્ષા ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કર્યા પછી, નંદિનીએ CAનો અભ્યાસ શરૂ કર્યો. CA એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ એક એવો કોર્ષ છે કે તેને પાસ કર્યા પછી, તમે એકાઉન્ટિંગ અને ફાઇનાન્સના નિષ્ણાત બનો છો.

19 વર્ષની ઉંમરે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ જ્યારે તેણે CA ફાઇનલમાં ટોચનું સ્થાન મેળવ્યું ત્યારે તેની ઉંમર માત્ર 19 વર્ષ અને 330 દિવસ હતી.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.