MLA મેડમે આપી ગ્રેજ્યુએશનની પરીક્ષા, દીકરીએ ખવડાવ્યું દહીં અને સાકર

રાજનીતિમાં ગર્જના કરનારા ધારાસભ્ય કંચન તનવે હવે શિક્ષણના મેદાનમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 14 જૂનના રોજ જ્યારે આખું શહેર તેમનો જન્મદિવસ મનાવી રહ્યું હતું, ત્યારે ધારાસભ્ય મેડમે દિવસની શરૂઆતમાં 2 કલાકનો અભ્યાસથી કર્યો અને પછી તેમની પુત્રીએ દહીં અને શાકર ખવડાવ્યું અને પછી BSWમાં છેલ્લા વર્ષની પરીક્ષા માટે રવાના થઈ ગયા.  ધારાસભ્ય કંચન તનવેએ કહ્યું કે, ‘શિક્ષણ સિંહણનું દૂધ છે, જે કોઈ તેને પીશે એજ ગર્જના કરશે. રાજનીતિમાં આવ્યા બાદ, તેમણે આ વાતને પોતાની જિંદગીનો મંત્ર બનાવી લીધી છે. એટલે જ હવે તેઓ રાજનીતિ સાથે-સાથે શિક્ષણમાં પણ સતત આગળ વધી રહ્યા છે.

kanchan-tanve2
hindi.news24online.com

 

પરીક્ષા અગાઉ, પુત્રી નિકિતાએ શુભેકામના સ્વરૂપ દહીં-શાકર ખવડાવ્યા. ધારાસભ્યએ મંદિરમાં પૂજા-અર્ચના કરીને પરીક્ષા આપવાનો સંકલ્પ લીધો અને સવારે 9:30 વાગ્યે વિદ્યાર્થીની જેમ કેન્દ્ર તરફ રવાના થઈ ગયા. ગરીબી અને કૌટુંબિક જવાબદારીઓને કારણે કંચન તનવેએ વર્ષ 1997માં ધોરણ 10 બાદ અભ્યાસ છોડી દીધો હતો. પરંતુ તેમના પતિ મુકેશ તનવેના પ્રોત્સાહનથી તેમણે વર્ષ 2005માં ફરીથી ધોરણ 11માં એડમિશન લીધું અને વર્ષ 2009માં ધોરણ 12 પાસ કર્યું. ત્યારબાદ, તેઓ આંગણવાડી કાર્યકર્તા બન્યા અને 8 વર્ષ સુધી સેવા આપી.

kanchan-tanve1
hindi.news24online.com

 

વર્ષ 2023માં ભાજપે તેમને ખંડવા વિધાનસભાની ટિકિટ આપી. મોટા માર્જિનથી જીતીને ધારાસભ્ય બન્યા બાદ, તેમણે પહેલું પગલું ઉઠાવ્યું ગ્રેજ્યુએશનમાં એડમિશન માટેનું. હવે તેઓ કહે છે કે, ‘હું રાજનીતિની સાથે-સાથે અભ્યાસ પણ કરીશ, કારણ કે માત્ર શિક્ષિત નેતા જ લોકોને ન્યાય આપી શકે છે. ધારાસભ્યએ કહ્યું કે, સ્નાતક થતા જ, માસ્ટર ઇન સોશિયલ વર્ક (MSW) કરશે, અને ત્યારબાદ તેઓ કાયદાનો પણ અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું રાજનીતિની પીચ પર છું, ત્યાં સુધી શિક્ષણની બેટ ચાલતી રહેશે.

Related Posts

Top News

ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
Business 
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

  IVFએ એક એવી તકનીક છે, જે આજના ઘણા યુગલોને માતાપિતા બનવાનો આનંદ આપે છે. આ તકનીક ફક્ત એક...
Lifestyle 
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને ધમકીઓ આપવા માટે કુખ્યાત કિર્તી પટેલની જ્યારે 17 જૂને સુરત પોલીસે ધરપકડ કરી ત્યારે...
Gujarat 
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર   માસ - તિથિ-  શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.