અઠવાડિયામાં 4 દિવસ કામ કરો, અઢી કરોડ સુધી કમાઓ! JPMorganના CEOએ AIને લઈ કરી મોટી ભવિષ્યવાણી!

જેમી ડિમોન જે JPMorgan Chaseના CEO છે, એમણે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, AI એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે સરકારોને પણ તેના વૈશ્વિક ફેલાવાને રોકવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. શિકાગોના ઇકોનોમિક ક્લબમાં બોલતા, જેમી ડિમોને કહ્યું કે, AI ઔદ્યોગિક ક્રાંતિ કરતાં વધુ ઝડપથી વિકાસ કરી રહ્યું છે, દર થોડા અઠવાડિયે નવી ક્ષમતાઓ ઉમેરી રહ્યું છે. ચીન સહિત ઘણા દેશોમાં ઓપન-સોર્સ AI મોડેલો અને સિસ્ટમો ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે સરકારો માટે આ ટેકનોલોજીને નિયંત્રિત કરવી મુશ્કેલ બની રહી છે.

jp-m.jp2g

મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, જેમી ડિમોન માને છે કે, AIના કારણે કાર્યક્ષમતામાં વધારો થશે. જેના કારણે આગામી 30 વર્ષમાં, લોકોને અઠવાડિયામાં ફક્ત સાડા ત્રણથી ચાર દિવસ જ કામ કરવું પડશે, અને તેમની વાર્ષિક કમાણી 3 લાખ ડૉલર સુધી પહોંચી શકે છે. Dimonનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મોટી ટેક કંપનીઓ AIમાં ઝડપથી રોકાણ કરી રહી છે. Google, Amazon, Microsoft અને Metaએ આ વર્ષે AI-સંબંધિત માળખાગત સુવિધાઓમાં મોટા રોકાણોની યોજના બનાવી છે. આ કંપનીઓનો કુલ મૂડી ખર્ચ 700 અરબ ડૉલરથી વધુ થવાનો અંદાજ છે.

jp-m.jp2g.jpg26

એટલું જ નહીં, ડિમોને તો ચેતવણી આપી હતી કે, AI એજન્ટો દિવસ-રાત સાયબર હુમલાઓ કરી શકે છે. જો તેમને લોકો વતી ચુકવણી કરવા માટે બેંક ખાતાઓની ઍક્સેસ આપવામાં આવે, તો આ સુરક્ષા જોખમો ઉભા કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો AI એજન્ટો નાણાકીય ખાતાઓની ઍક્સેસ મેળવ્યા પછી વપરાશકર્તાઓના શ્રેષ્ઠ હિતમાં કાર્ય નહીં કરે, તો લોકો જોખમમાં મુકાઈ શકે છે.

ડિમોનના મતે, કંપનીઓ અને સરકારોએ આ સાયબર સુરક્ષા જોખમોને સંબોધવા માટે ઝડપી પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે, AIના ફેલાવાને રોકવાને બદલે, પ્રાથમિકતા એ હોવી જોઈએ કે તેના આગળ વધવાને કારણે ઉદ્ભવતા જોખમોની સંભાળ રાખવાની.

jp-m

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ બેંક ઓફ અમેરિકાએ અદ્યતન AI મોડેલો દ્વારા જાહેર કરાયેલી સોફ્ટવેર નબળાઈઓને દૂર કરવા માટે 1000 બાહ્ય સલાહકારોની નિમણૂંક કરી હતી. જેમાં નાણાકીય ક્ષેત્રમાં AI-સંબંધિત સુરક્ષા જોખમો વિશે વધતી ચિંતાઓ બહાર આવી છે.

About The Author

Related Posts

Top News

'વૈભવ સૂર્યવંશીને ક્યારે તક મળશે?' શ્રેયસ ઐયરે પણ ગૌતમ ગંભીર જેવો જ જવાબ આપ્યો

વૈભવ સૂર્યવંશીને રમાડ્યા વિના બીજી T20I શ્રેણી સમાપ્ત થઈ. તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I શ્રેણીમાં રમવાની તક મળી ન હતી....
Sports 
'વૈભવ સૂર્યવંશીને ક્યારે તક મળશે?' શ્રેયસ ઐયરે પણ ગૌતમ ગંભીર જેવો જ જવાબ આપ્યો

અઠવાડિયામાં 4 દિવસ કામ કરો, અઢી કરોડ સુધી કમાઓ! JPMorganના CEOએ AIને લઈ કરી મોટી ભવિષ્યવાણી!

જેમી ડિમોન જે JPMorgan Chaseના CEO છે, એમણે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, AI એટલી ઝડપથી આગળ...
Education 
અઠવાડિયામાં 4 દિવસ કામ કરો, અઢી કરોડ સુધી કમાઓ! JPMorganના CEOએ AIને લઈ કરી મોટી ભવિષ્યવાણી!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 19-10-2026 દિવસ: સોમવાર મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, સાવચેતી રાખીને આગળ વધવું, આવનારા વિઘ્નો હળવા થતા જણાય. વૃષભ: દિવસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એવું શું થયું કે આખું ફ્રાન્સ સળગી રહ્યું છે, લાખો લોકો રસ્તા પર, 143 વર્ષ જૂનો સિટી હોલ આગને હવાલે

પેરિસ સળગી રહ્યું છે. ફ્રાન્સની રાજધાનીમાં વાહનો સળગાવવામાં આવ્યા, દુકાનો લૂંટવામાં આવી અને સરકારી ઇમારતોને આગ ચાંપી દેવામાં આવી....
World 
એવું શું થયું કે આખું ફ્રાન્સ સળગી રહ્યું છે, લાખો લોકો રસ્તા પર, 143 વર્ષ જૂનો સિટી હોલ આગને હવાલે
Copyright (c) Khabarchhe All Rights Reserved.