ફોટો પડાવવાના બહાને વ્યક્તિએ બળજબરીથી પૂનમ પાંડેને કિસ કરવાનો કર્યો પ્રયાસ, એક્ટ્રેસે તેને...

પૂનમ પાંડે અને વિવાદ સાથે-સાથે ચાલે છે. એક્ટ્રેસ ક્યારેક પોતાના વીડિયોઝને કારણે, તો ક્યારેક પોતાના બોલ્ડ લુકને કારણે ઈન્ટરનેટ પર ચર્ચામાં આવી જાય છે. ગયા વર્ષે તો તેણે પોતાના મોતની ખોટી અફવા ફેલાવીને લોકોમાં ગુસ્સો ભરી દીધો હતો. હવે ફરી એક વખત બોલ્ડ ક્વીન પૂનમ પાંડે ચર્ચાનો વિષય બની છે અને તેનું કારણ છે તેનો એક વાયરલ વીડિયો.

https://www.instagram.com/reel/DGVbQO8hxUo/?utm_source=ig_embed&utm_campaign=loading

તાજેતરમાં જ, તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક્ટ્રેસની પાછળથી આવીને એક પુરૂષ ફેને તેના ગાલ પર બળજબરીથી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની આ હરકતથી માત્ર પૂનમ પાંડે જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના યુઝર્સ પણ હેરાન રહી ગયા હતા. શું છે આ સમગ્ર મામલો અને શા માટે એક્ટ્રેસ ડરી ગઇ? ચાલો જાણીએ.

poonam-pandey2

પૂનમ પાંડેનો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને બોલિવુડ ફ્લેશ નામના ઈન્સ્ટાગ્રામ પેજ દ્વારા તેના સત્તાવાર પેજ પર શેર કરવામાં આવ્યો છે. લાલ રંગના લાંબા ડીપનેક ડ્રેસ સાથે ડેનિમ જેકેટમાં પૂનમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. પાપારાઝી રસ્તા પર તેની તસવીરો લઈ રહ્યા હતા, ત્યારે એક્ટ્રેસ તેમને પોતાની ફિલ્મ બાબતે જણાવી રહી હતી અને ટ્રેલર લૉન્ચ પર આવવાનું આમંત્રણ આપી રહી હતી.

poonam-pandey1

આ દરમિયાન અચાનક તેની પાછળ એક ફેન આવ્યો, તો એક્ટ્રેસ ડરી ગઈ. ફેને પૂનમ પાંડેને સેલ્ફી લેવા માટે વિનંતી કરી, એક્ટ્રેસે સહમતિ આપતા જ ફોટો લેવાના બહાને તે વ્યક્તિ તેની નજીક આવવા લાગ્યો અને તેના ગાલ પર ચુંબન કરવાનો પ્રયાસ કર્યો. ફેનની આ હરકત જોઈને એક્ટ્રેસ થોડી નર્વસ થઈ ગઈ અને તેણે તરત જ વ્યક્તિને ધક્કો મારીને દૂર કરી દીધો. આ જોઈને પાપારાઝીએ પણ ફેનને એક્ટ્રેસથી દૂર કરી દીધો હતો.

વ્યક્તિની આ ગેરવર્તણૂકને લઇને જ્યાં કેટલાક ફેન ગુસ્સામાં છે, તો બીજી તરફ કેટલાક ફેન્સનું માનવું છે કે આ એક્ટ્રેસનો માત્ર પબ્લિસિટી સ્ટંટ છે. એક યુઝરે લખ્યું કે, આ શખ્સ ફ્રેમમાં આવે તે અગાઉ પૂનમ પાંડે ખૂબ જ કંફર્ટેબલ હતી. આપણા સમાજમાં આ શખ્સ જેવા બીજા ઘણા લોકો છે. આશા રાખીએ છીએ કે તેમને તેનાથી ટ્રોમા ન થાય.

અન્ય યુઝરે લખ્યું, તે જે એક્ટિંગ કરી રહી છે, તે પૂરી રીતે સ્ક્રિપ્ટેડ લાગી રહી છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, શું હું એકલો જ છું જેને એવું લાગે છે કે આ સ્ક્રિપ્ટેડ છે? શરૂઆતમાં તે જે રીતે અનકમ્ફોર્ટેબલ થઈ ગઈ હતી, તેનાથી એવું જ લાગી રહ્યું હતું.

About The Author

Related Posts

Top News

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત

માઇક્રોસોફ્ટ તેની ખાસ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી રહ્યું છે. અમેરિકન ટેક કંપનીએ 9 ફેબ્રુઆરીથી...
Tech and Auto 
9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.