હાર્દિક પંડ્યા સાથે ડેટિંગના સમાચારો પર ઈશા ગુપ્તાએ તોડ્યું મૌન, બોલી- ‘અમારી બંને વચ્ચે..’

ઈશા ગુપ્તાએ હાલમાં જ ઘણી વસ્તુઓને લઈને ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે હાઉસફુલની શૂટિંગ દરમિયાન તેના અને સાજિદ ખાન વચ્ચે થયેલા ઝઘડા બાબતે જણાવ્યું હતું. તેની સાથે જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે શું તે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ડેટ કરી છે. આ સવાલના જવાબમાં, એક્ટ્રેસે એવી વાત કહી દીધી કે તેનું નિવેદન ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

esha gupta
facebook.com/EshaGuptaOfficial

 

સિદ્ધાર્થ કનનને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું કે, ‘હા, અમે લોકોએ થોડા મહિનાઓ સુધી વાત કરી, પરંતુ એવું લાગતું નથી કે અમે લોકોએ એક-બીજાને ડેટ કરી. કદાચ થોડા સમય બાદ એવું થતું કે પછી ન થતું. પરંતુ ડેટિંગ સ્ટેજ પર પહોંચવા અગાઉ જ અમારા સંબંધ સમાપ્ત થઈ ગયા. તો ડેટિંગ નહોતી. અમે લોકો એક કે બે વખત મળ્યા. તે થોડા મહિનાઓનું હતું અને ખતમ થઈ ગયું. અમારી વચ્ચે કોઈ કનેક્શન નહોતું. જે એક સંબંધ માટે જરૂરી હોય છે. દરેક વ્યક્તિનો એક પ્રકાર હોય છે. હું એક સેલ્ફ ઓબ્સેસ્ડ લોકો સાથે નહીં રહી શકું. હું રોજ સવારે મારા પોતાના વખાણ સાંભળી શકતી નથી, આ મારા વશની વાત નથી.

esha gupta
facebook.com/EshaGuptaOfficial

 

ઇશાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ આગામી સમયમાં કપલ બની શકે છે, ત્યારે તેણે કહ્યું કે, ‘બની શકતું હતું, પરંતુ એવું લાગે છે કે અમે બંને એક-બીજા માટે બન્યા નથી. પરંતુ, ટીવી પર જેવું જ કંઈક ઑનએર થયું તો એ ગરીબ લોકો ખૂબ ઝીલી રહ્યા હતા. ત્યારબાદ થોડા સમય બાદ અમારા બંનેની વાતચીત બંધ થઈ ગઈ. એક્ટ્રેસને જ્યારે પૂછવામાં આવ્યું કે શું કરણ જોહરના શૉ 'કોફી વિથ કરણ'એ તમને ઇફેક્ટ કર્યા, જેમાં કેએલ રાહુલ સાથે હાર્દિક પંડ્યા આવ્યો હતો, તો એક્ટ્રેસે કહ્યું કે એ વિવાદથી તેના પર કોઈ ફરક પડ્યો નથી. ઈશાએ આગળ કહ્યું કે, ‘ત્યાં સુધી હું જાડી ચામડીની થઈ ગઈ હતી. જ્યારે કરણનો એપિસોડ ઑન એર થયો તો તેનાથી મારા પર કોઈ ફરક ન પડ્યો. અને એ ગરીબ છોકરા પહેલાથી જ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.