હાર્દિક પંડ્યાએ પુત્ર અને પૂર્વ પત્નીને ગિફ્ટમાં આપી લક્ઝરી કાર; કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક 2014માં અલગ થઇ ગયા હતા અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. છૂટાછેડા બાદ, પંડ્યા હવે મહિકા શર્માને ડેટ કરી રહ્યો છે. આ દરમિયાન હાર્દિક ચર્ચામાં આવી ગયો છે. ભલે હાર્દિક અને નતાશા અલગ થઈ ગયા હોય, પરંતુ તે પોતાના પુત્ર, અગસ્ત્યને ઉછેરવા માટે પૂરી રીતે સાથે છે. હાર્દિક પંડ્યાએ તાજેતરમાં તેના પુત્ર અને પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકને એક ખાસ ગિફ્ટ આપી છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

hardik-pandya3
x.com/TheBrief_India

હાર્દિકે પુત્ર અને પૂર્વ પત્નીને એક લક્ઝરી SUV લેન્ડ રોવર ગિફ્ટમાં આપી છે, જેની કિંમત 3-4 કરોડ રૂપિયા વચ્ચે હોવાનો અંદાજ છે. નતાશા અને અગસ્ત્યના કાર સાથે પોઝ આપતા ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હકીકતમાં, કાર રીસિવ કરતી વખતની તસવીર અને વીડિયોમાં તેની પાછળ એક બેનર દેખાય છે, જેના પર લખ્યું છે, ‘પિતા તરફથી અગસ્ત્યને ભેટ. હાર્દિકે પુત્રને આશરે 4 કરોડની કિંમતની લેન્ડ રોવર ડિફેન્ડર કાર ભેટમાં આપી છે.

હાર્દિક પંડ્યાએ ખાસ કરીને આ ભેટ તેના પુત્ર અગસ્ત્યને આપી છે. પરંતુ તેની પૂર્વ પત્ની નતાશા , અગસ્ત્યની સંભાળ રાખે છે, જેના કારણે કાર રીસિવ કરવા માટે તે પહોંચી હતી. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ હાર્દિકના આ પગલાંની પ્રશંસા કરી રહી છે.

નોંધનીય છે કે હાર્દિક પંડ્યા અને નતાશાએ 31 મે, 2020ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ તેમણે 14 ફેબ્રુઆરી, 2023ના રોજ ઉદયપુરમાં હિન્દુ અને ખ્રિસ્તી વિધિઓ અનુસાર ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા. જોકે, 2024માં તેઓ અલગ થઈ ગયા હતા.

હાર્દિક પંડ્યા હાલમાં માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે, તાજેતરમાં જ હાર્દિકે તેના નામના પહેલા અક્ષરોનું ટેટૂ કરાવ્યું હતું. હાર્દિકે તેનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો.

Ahmedabad-sabarmati-riverfront-project4
sabarmatiriverfront.com

હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપમાં બોલથી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે, પાવરપ્લેમાં પણ બોલિંગ કરી રહ્યો છે. તેણે નામિબિયા સામે 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 5 વિકેટ ઝડપી છે. આજે, ભારત સુપર-8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમશે.

About The Author

Related Posts

Top News

મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

બાગપતમાં કિસાન દિવસની મીટિંગ દરમિયાન, એક વાંદરો અચાનક મીટિંગમાં પહોંચી ગયો હતો. ત્યારે એક ક્ષણનો પણ ખચકાટ કર્યા વિના...
National 
મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદામાં સુધારો કરતા સંસદમાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. આ બિલો પર આગામી 3 દિવસ...
National 
લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

રાજકુમાર રાવની ફિલ્મ 'ટોસ્ટર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ

બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, રાજકુમાર રાવ જો કોઈ ડાર્ક કોમેડી લઈને આવે છે તો કોઈ પણ તેની પાસેથી સુંદર...
Entertainment 
રાજકુમાર રાવની ફિલ્મ 'ટોસ્ટર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!

અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઉથલપાથલ થઇ ગઈ છે. તેલ પુરવઠામાં વિક્ષેપને કારણે શિપિંગ ખર્ચ અને મોંઘવારી વધી છે. આ દરમિયાન...
Business 
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.