ભારતમાં 4 દિવસમાં 120 કરોડની કમાણી કરનારી ફાઇટર ફિલ્મે વિદેશમાં રેકોર્ડ બનાવ્યો

રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ ફાઈટર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ દરરોજ નવા કિર્તિમાન સ્થાપિત કરી રહી છે. પઠાન બાદ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટર હોલિવુડને પણ ટક્કર આપી રહી છે. ફિલ્મે ભારતમાં પહેલા વિકેન્ડ પર 120 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ભારતમાં જ નહીં પણ ઈન્ટરનેશનલ લેવલે પણ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે. કોમસ્કોરના ડેટા મુજબ ફાઇટર ફિલ્મેો રવિવાર સુધીમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં 25 મિલિયન ડોલર એટલે કે 208 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મે આ આંકડો ફક્ત 4 દિવસમાં પાર કરી લીધો છે.

ફાઇટર ફિલ્મે છેલ્લી અમુક મોટી હોલિવુડ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. એનીવન બટ યુ ફિલ્મે 19 મિલિયન અને જેસન સ્ટેથમમની ધ બીકીપર ફિલ્મે વિકેન્ડમાં 18 મિલિયન ડોલરની કમાણી કરી હતી, પરંતુ રિતિકની ફિલ્મ એનાથી પણ આગળ નિકળી ગઈ છે

'ફાઇટર' જોવા જવાના હોવ તો પહેલા ફેન્સના રિવ્યૂ વાંચી લેજો

25 જાન્યુઆરી 2023ના રોજ સિદ્ધાર્થ આનંદ 'પઠાણ'ને શાહરૂખ ખાન સાથે લાવ્યો અને તેણે કિંગ ખાનનું નસીબ બદલી નાખ્યું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવામાં સફળ રહી હતી અને શાહરૂખ ખાનની ફિલ્મની કિસ્મતને પાટા પર પાછી લાવી હતી. વર્ષ 2024છે અને તે જ દિવસ 25મી જાન્યુઆરી છે. સિદ્ધાર્થ આનંદ ફરી એકવાર દેશભક્તિ પર આધારિત ફિલ્મ ફાઈટર લઈને આવ્યા છે, જેમાં અનિલ કપૂર, દીપિકા પાદુકોણ, રિતિક રોશન અને કરણ સિંહ ગ્રોવર મુખ્ય ભૂમિકામાં છે.

26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પહેલા રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ ફાઈટર 25મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેની છેલ્લા ઘણા દિવસોથી ખૂબ ચર્ચા થઈ રહી હતી. હવે ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા ગયેલા ચાહકોએ ફિલ્મ કેવી છે તેના રિવ્યુ આપવાનું શરૂ કરી દીધું છે. આ કારણે સોશિયલ મીડિયા પર ફાઈટર ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ટ્રેન્ડ કરી રહ્યો છે અને લોકો પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, મેં જોઈ લીધી છે. ફાઇટર શ્રેષ્ઠ છે, રિતિક શ્રેષ્ઠ છે, દીપિકા શ્રેષ્ઠ છે, અની શ્રેષ્ઠ છે અને સિદ્ધાર્થ પણ શ્રેષ્ઠ છે. સૌને સલામ. અન્ય યુઝરે લખ્યું, ફાઈટરનો એરિયલ શોટ માત્ર એક સીન નથી. આ તે ક્ષણ છે, જે આપણા શ્વાસને ઝડપી કરી દે છે. એક સારી ફિલ્મ છે રિતિક રોશન.

ત્રીજા યુઝરે લખ્યું, આ સિવાય એક યુઝરે દર્શકોના રિવ્યુ શેર કર્યા છે અને ફિલ્મની પ્રશંસા કરી છે. પાંચમા યુઝરે લખ્યું, રિતિક રોશને ફરી એકવાર સાબિત કરી દીધું કે, તે શા માટે શ્રેષ્ઠ છે. આપણી પાસે જે બધી પ્રતિભાઓ છે તેમાંથી એક છે અને આ વખતે તે ફાઈટરની સાથે ગ્રાન્ડ વિનર સાથે આવ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, ફાઈટરની મોંઘી ટિકિટો હોવા છતાં પણ ફિલ્મને પ્રેમ મળી રહ્યો છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર ઉપરાંત કરણ સિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરોય પણ જોવા મળશે. કેટલાક અખાતી દેશોમાં ફિલ્મને રિલીઝ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, UAE સિવાય ખાડી દેશોમાં ફાઈટરને રિલીઝ કરવાને લઈને થોડી મૂંઝવણ છે.

સિદ્ધાર્થ આનંદે પઠાણનું દિગ્દર્શન કર્યું હતું અને ફાઈટરમાં તે દિગ્દર્શક તરીકે ટોચ પર ગયો છે. જો કે, વાર્તા થોડી નબળી છે અને ફિલ્મ ઘણા મોરચે ખેંચાયેલી લાગે છે. પરંતુ તે સારી રીતે જાણે છે કે, ફિલ્મમાં દેશભક્તિની ભાવના કેવી રીતે વણી શકાય. ત્યારપછી દીપિકા અને રિતિકે ફિલ્મને મજબૂતીથી પકડી રાખી હતી. સિદ્ધાર્થ આનંદે વિઝ્યુઅલ અને એક્શન દ્વારા ફિલ્મને એક નવી ઉંચાઈ પર લઈ ગયા. આ રીતે સિદ્ધાર્થ આનંદે દર્શકોની નાડ સમજી લીધી છે.

About The Author

Related Posts

Top News

સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો...
Business 
સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.