'2 ઓક્ટોબર કો વિજય સલગાંવકર કહા થા...' 'દૃશ્યમ 3' રીલિઝ થઈ ગઈ છે, જોવાનો પ્લાન હોય તો પહેલા રિવ્યૂ વાંચી લેજો

અજય દેવગણની 'દૃશ્યમ 3' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. આ વખતે, તેની સાથે જયદીપ અહલાવત, પ્રકાશ રાજ, તબ્બુ અને કમલેશ સાવંત મુખ્ય ભૂમિકાઓમાં જોડાશે. જો તમે ફિલ્મ જોવી કે નહીં તે અંગે વિચારી રહ્યા હોવ, તો ટિકિટ બુક કરાવતા પહેલા આ રિવ્યૂ વાંચી લો.

દૃશ્યમ 3 થોડી ધીમી ગતિએ શરૂ થાય છે, જેમાં એક જૂના કેસની તપાસ, નવા પુરાવાઓની શોધ અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક તરીકે જયદીપ અહલાવતની એન્ટ્રીનો સમાવેશ થાય છે. કેટલાક દ્રશ્યો જોઈને એવું લાગે છે કે, વાર્તા ફરી એકવાર એ જ જૂના પ્રશ્નોના જવાબો શોધી રહી છે. જોકે, જેમ જેમ વાર્તા આગળ વધે છે, તેમ તેમ તે પોતાની પકડ મજબૂત બનાવે છે.

Drishyam-3
ndtv.in

અંતરાલ પહેલા, વિજય સાલગાંવકર અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક (જયદીપ અહલાવત)ના પાત્રો પહેલીવાર એકબીજાનો સામનો કરે છે. બંને વચ્ચેનો તણાવ અને એકબીજાની ચાલનો અંદાજ લગાવવાના તેમના પ્રયાસો આ દ્રશ્યને શક્તિશાળી બનાવે છે. અહિયાંથી જ ફિલ્મની વાર્તામાં ઇંટ્રેસ્ટ વધી જાય છે.

દર્શકો જાણે છે કે વિજય સરળતાથી હાર માનવાનો નથી, પરંતુ આ વખતે, પોલીસ પાસે જે પુરાવા છે તે તેની મુશ્કેલીઓમાં વધારો કરે છે. તેનો ઇનકાર કરવો લગભગ અશક્ય લાગે છે. એટલે જ વિજય આ વિશે આગળ શું કરશે, આ ઉત્સુકતા બીજા ભાગમાં દર્શકોને ફિલ્મમાં જકડી રાખે છે. સસ્પેન્સના સ્તરો એક પછી એક ખુલતા જાય છે, અને દરેક જવાબ વાર્તાને એક નવા વળાંક પર લઈ જાય છે.

Drishyam-32
navbharattimes.indiatimes.com

અજય દેવગણ ફરી એકવાર વિજય સાલગાંવકર તરીકે પ્રભાવિત કરે છે. તેનું મૌન, વિરામ અને આંખના હાવભાવ પાત્રની આંતરિક અશાંતિને બહાર લાવે છે. તેના પરિવારને બચાવવાની ચિંતા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સંયમ જાળવવાના તેના પ્રયાસો તેના અભિનયમાં સ્પષ્ટપણે દેખાય છે.

જયદીપ અહલાવત એક કઠોર અને તીવ્ર બુદ્ધિવાળા પોલીસ અધિકારી તરીકે શક્તિશાળી દેખાય છે. તેનું પાત્ર વિજયને પડકાર આપે છે અને વાર્તામાં તણાવ જાળવી રાખે છે. અજય અને જયદીપ વચ્ચે ચાલી રહેલી માઈન્ડ ગેમ ફિલ્મના સૌથી રસપ્રદ ભાગોમાંના એક છે.

Drishyam-33
reddit.com

આ વખતે, સેમને ન્યાય અપાવવાની જવાબદારી દેશના પ્રખ્યાત વકીલ પર આવે છે, જે પ્રકાશ રાજ દ્વારા ભજવવામાં આવ્યો છે. તેમનો સંવાદ અને કોમિક ટાઇમિંગ ઉત્તમ છે. જ્યારે, ઇન્સ્પેક્ટર ગાયતોંડે તરીકે કમલેશ સાવંત પહેલા ભાગમાં કેટલીક હળવી ક્ષણો લાવે છે. તેમનો કોમિક ટાઇમિંગ સસ્પેન્સ વચ્ચે થોડી રાહત આપે છે.

ફિલ્મમાં અલગથી ગીતો રાખવામાં આવ્યા નથી, જે વાર્તાના પ્રવાહને જાળવી રાખે છે. પૃષ્ઠભૂમિનું સંગીત તણાવ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ખાસ કરીને સંઘર્ષ અને સસ્પેન્સપૂર્ણ દ્રશ્યોમાં.

Drishyam-34
hindi.news18.com

ફિલ્મની શરૂઆત થોડી ધીમી ગતિએ થાય છે. મુખ્ય વાર્તા સુધી પહોંચવામાં સમય લાગે છે, અને જૂના પુરાવાઓની શોધ સાથે સંકળાયેલા કેટલાક દ્રશ્યો એ જ વસ્તુઓને ફરીથી રજૂ કરવા જેવું લાગે છે. પરંતુ, ઈન્ટરવલની આસપાસ, વાર્તા ગતિ પકડી લે છે, અને પછી ફિલ્મ જોવામાં આનંદ આવે છે.

'દૃશ્યમ 3'માં, અજય દેવગણ અને જયદીપ અહલાવત વચ્ચે સંઘર્ષ જોવામાં આનંદ આવે છે. તેઓ એકબીજાની ચાલ સમજવાનો અને એકબીજાને હરાવીને આગળ નીકળવાનો પ્રયાસ કરે છે. જ્યારે ફિલ્મનો અંત તમને ચોંકાવી દેશે.

Drishyam-35
jagran.com

શરૂઆત થોડી ધીમી જરૂર છે, પરંતુ આગળ શું થાય છે તે જાણવાની ઉત્સુકતા પણ રહે છે. જો તમને સસ્પેન્સપૂર્ણ ફિલ્મો ગમે છે, જેનું રહસ્ય અંત સુધી સમજાતું નથી, તો તમે ફિલ્મ 'દૃશ્યમ 3' જોઈ શકો છો.

About The Author

Top News

કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને લદ્દાખી નેતાઓ વચ્ચેની વાતચીત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થયાના એક દિવસ પછી, પર્યાવરણ કાર્યકર્તા...
National 
કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા અને ધારાસભ્ય વિજય સરદેસાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે...
National 
ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની બીજી વખત સફાઈ કર્યા પછી, 20 વર્ષીય પર્યાવરણવાદી સુરેન્દ્ર સિંહ ચૌધરી (જે 'બિટ્ટુ તબાહી' ...
National 
આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા 5 દેશો પર 100 ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાના એક...
Business 
રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.