મુશ્કેલીમાં અજયની ફિલ્મ 'મેદાન', કોર્ટે ફિલ્મની રીલિઝ પર આ કારણે લગાવી રોક

અજય દેવગન અભિનીત 'મૈદાન'ની રીલિઝ ડેટની ફેન્સ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2024ની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ આજે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રીલિઝ થવાની હતી. જો કે, હવે એમ લાગી રહ્યું છે કે આ ફિલ્મની રીલિઝ ડેટ ટળી ગઈ છે. આ સ્પોર્ટ્સ ડ્રામા કાયદાકીય દાવપેચમાં ફસાઈ ગઈ છે. મૈસૂર કોર્ટે ફિલ્મની રીલિઝ પર રોક લગાવવાના આદેશ જાહેર કર્યા છે. ચાલો આ આર્ટિકલમાં આગળ જાણીએ કે રીલિઝ પર રોક લગાવવાનું કારણ શું છે?

મીડિયા રિપોર્ટ મુજબ, કર્ણાટકના એક સ્ક્રિપ્ટ રાઇટરે આરોપ લગાવ્યો છે કે બોની કપૂર અને Zee સ્ટુડિયો દ્વારા નિર્મિત ફિલ્મ ભારતના પૂર્વ ફૂટબોલના કોચ સૈયદ અબ્દુલ રહિમના જીવન પર તેમની સ્ક્રિપ્ટ ચોરવામાં આવી છે. એવામાં મૈસૂર કોર્ટે સ્ક્રિપ્ટ રાઇટરનું સાહિત્ય ચોરી કરવાના આધાર પર ફિલ્મની રીલિઝ ડેટ પર રોક લગાવવાનો આદેશ જાહેર કર્યો છે. મૈસુરના લેખક અનિલ કુમારે લિન્ક્ડઇન પર કહાનીનો પોતાની પક્ષ શેર કર્યો છે.

તેમણે લખ્યું કે, '2010માં મેં કહાની લખવાની શરૂ કરી અને વર્ષ 2018માં મેં તેની બાબતે એક પોસ્ટ કરી અને હું પોતાની લિન્ક્ડઇન પોસ્ટના માધ્યમથી ડિરેક્ટર સુખદાસ સૂર્યવંશીના કોન્ટેક્ટમાં આવ્યો. તેમણે મને બોમ્બે (મુંબઈ) બોલાવ્યો અને સ્ક્રિપ્ટ લાવવા કહ્યું. મારી પાસે આખી ચેટ હિસ્ટ્રી છે. તેમણે મને કહ્યું કે, તેઓ મારી મુલાકાત આમીર ખાન સાથે કરાવશે, પરંતુ કેટલાક કારણોસર હું તેમને ન મળી શક્યો. મેં તેમને કહાની આપી અને તેને સ્ક્રીન રાઇટર્સ એસોસિએશન સાથે રજીસ્ટર કરવી.

તેમણે કહ્યું કે, સુખદાસ સૂર્યવંશી મૈદાનમાં સહાયક ડિરેક્ટર બન્યા હતા. હાલમાં જ મેં સાંભળ્યું કે, મૈદાન નામની એક ફિલ્મ રીલિઝ થઈ રહી છે. હું હેરાન હતો કેમ કે મારી પણ આ જ કહાની છે. જ્યારે મેં ટીઝર અને તેમના નિવેદન જોયા તો ખબર પડી કે આ મારી કહાની હતી. તેમણે મુખ્ય સ્ટોરીને તોડી મરોડીને આ ફિલ્મ બનાવી દીધી છે. મેં કહાનીનું નામ પાદકંદુકા રાખ્યું.' તો અનિલના મૈસુરના મુખ્ય જિલ્લા અને સેશન કોર્ટમાં ગયા બાદ કોર્ટે ફિલ્મની રીલિઝ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. હવે આ મામલાની આગામી સુનાવણી 24 એપ્રિલે થવાની છે.

સત્ય ઘટના પર આધારિત ફિલ્મ મૈદાન દેશના સૌથી પ્રખ્યાત ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહિમની લાઈફ પર બેઝ્ડ છે. તેમણે પોતાનું જીવન ફૂટબોલ માટે સમર્પિત કરી દીધું હતું અને ભારતને ખૂબ ગૌરવ અપાવ્યું. ફિલ્મમાં અજય દેવગને સૈયદ અબ્દુલ રહિમનો રોલ નિભાવ્યો છે. ફિલ્મની આ સ્ટાર કાસ્ટમાં પ્રિયમણી, ગજરાજ રાવ અને બંગાળી એક્ટર રુદ્રનીલ ઘોષ સામેલ છે. ફિલ્મમાં ઓસ્કાર વિજેતા એ.આર. રાહમાને મ્યુઝિક કમ્પોઝ કર્યું છે. બુધવારે સાંજે આ ફિલ્મના કેટલાક પેઇડ પ્રિવ્યૂ પણ થયા હતા.

Related Posts

Top News

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.