સની દેઓલે જણાવ્યું તેઓ લોકસભા 2024ની ચૂંટણી લડશે કે નહીં, જુઓ વીડિયો

ભાજપ સાંસદ અને એક્ટર સની દેઓલે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, તેઓ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે જણાવ્યું કે, એક્ટર બનીને રહેવું જ મારી ચૂંટણી છે. મને લાગે છે કે હું એક્ટર તરીકે દેશ સેવા કરું, જે હું કરતો આવી રહ્યો હતો. તમે કોઈ પણ એક જ કામ કરી શકો છો. એક સાથે ઘણા બધા કામ કરવું અસંભવ છે. હું જે વિચાર સાથે રાજનીતિમાં આવ્યો હતો, એ બધા કામ હું એક્ટર રહેતા પણ કરી શકું છું.

સની દેઓલે કહ્યું કે, એક્ટિંગની દુનિયામાં મારું જે દિલ કરે, તે હું કરી શકું છું, પરંતુ રાજનીતિમાં જો કંઈક કમિટ કરી દઉં અને તેને પૂરી ન કરી શકું, તો મને એ સહન થતું નથી. હું એવું નહીં કરી શકું. સની દેઓલની સાંસદ તરીકે લોકસભામાં માત્ર 19 ટકા જ ઉપસ્થિતિ છે જેને લઈને સાંસદે કહ્યું કે, જ્યારે આપણે બીજા લોકોને કહીએ છીએ કે એવો વ્યવહાર ન કરો. જ્યારે એ જોઉ છું તો લાગે છે કે હું એવો નથી. તેનાથી સારું તો એ છે કે હું ક્યાંક દૂર જતો રહું. સાથે જ કહ્યું કે, હું હવે કોઈ ચૂંટણી લડવા માગતો નથી.

ફિલ્મ એક્ટર સની દેઓલે વર્ષ 2019માં પોતાના રાજનૈતિક સફરની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પંજાબના ગુરુદાસપુર લોકસભા સીટ પરથી નસીબ અજમાવ્યું અને જનતાએ પણ તેમને નિરાશ ન કર્યા. ગુરુદાસપુરની જનતાએ 84 હજાર કરતા વધુ અંતરથી ભારે વિજયનો આશીર્વાદ આપીને સની દેઓલને લોકસભામાં મોકલ્યા હતા. સની દેઓલે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકસભા ક્ષેત્રની જનતાને મોટા મોટા વાયદા પણ કર્યા, પરંતુ વાયદા પૂરા કરવાના તો દૂર, તેઓ જીત બાદ ફરીને ગુરુદાસપુર પણ ન ગયા.

તેને લઈને લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. સની દેઓલના ક્ષેત્રથી સતત ગાયબ રહેવા અને લોકસભામાંથી પણ ગેરહાજર રહેવાના કારણે હવે વિરોધી પણ મુદ્દો બનાવવા લાગ્યા છે. ગત દિવસોમાં લોકોએ તેમની વિરુદ્ધ ગુરુદાસપુરમાં પ્રદર્શન પણ કર્યું હતું. ગુરુદાસપુર મોહલ્લા સંત નગરના લોકોએ ફેબ્રુઆરીના મહિનામાં પણ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ચિઠ્ઠી લખીને સની દેઓલની સભ્યતા રદ્દ કરવાની માગ કરી હતી. અમરજોત સિંહે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સની દેઓલ લગભગ 4 વર્ષથી પોતાના લોકસભા ક્ષેત્રથી ગેરહાજર છે. ગુરદાસપુરની જનતાએ તેમને ખૂબ આશાઓ સાથે ચૂંટ્યા હતા.

About The Author

Related Posts

Top News

આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગ અને શહેરી વિકાસને લઈને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે....
Gujarat 
આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ

જાડેજાએ IPL 2026 રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં રહેમાન ડકૈતની સ્ટાઈલમાં એન્ટ્રી કરી!

રણવીર સિંહના 'ધુરંધર' ગીતે માત્ર ચાહકોને જ પ્રભાવિત કર્યા નથી, પરંતુ ક્રિકેટરો અને રાજકારણીઓ પણ તેમના વીડિયોમાં...
Entertainment 
જાડેજાએ IPL 2026 રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં રહેમાન ડકૈતની સ્ટાઈલમાં એન્ટ્રી કરી!

ઈરાનની ખુલ્લી ચેતવણી: ‘ઓઈલના ભાવ 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવા તૈયાર રહો’

ઈરાનના સૈન્ય કમાન્ડ હેડક્વાર્ટર 'ખાતમ અલ-અંબિયા' (Khatam al-Anbiya) એ તેના વિરોધી દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ઈરાને...
World 
ઈરાનની ખુલ્લી ચેતવણી: ‘ઓઈલના ભાવ 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવા તૈયાર રહો’

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 12-03-2026 વાર- ગુરુવાર મેષ - આર્થિક લાભોમાં વધારો થાય, બાળકો પ્રત્યેની ચિંતાઓમાં વધારો થશે, ગુરુજનોની સલાહથી કામ પાર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.