સલમાન-કેટરીનાની ટાઇગર-3નું ધમાકેદાર ટ્રેલર રીલિઝ, 20 મિનિટમાં 1 મિલિયન વ્યૂ

ફિલ્મઃ ટાઇગર-3

ડિરેક્ટરઃ મનીશ શર્મા

પ્રોડ્યૂસરઃ આદિત્ય ચોપરા

મ્યૂઝીક ડિરેક્ટરઃ પ્રીતમ

ગીતકારઃ ઈર્શાદ કામીલ, અમિતાભ ભટ્ટાચાર્ય

કાસ્ટઃ સલમાન ખાન, કેટરીના કૈફ, ઈમરાન હાશ્મી

રીલિઝ ડેટઃ દિવાળી

સલમાન ખાનની ‘ટાઈગર 3’ના કારણે ‘ધ માર્વલ્સ’ને નથી મળી રહી IMAX સ્ક્રીન્સ

 ‘ટાઇગર 3’ સાથે માર્વલની ફિલ્મ ‘ધ માર્વેલ્સ’ રીલિઝ થઈ રહી છે. માર્વલની ફિલ્મો IMAX ફોર્મેટમાં રીલિઝ થઈ રહી છે. માર્વલની ફિલ્મો IMAX ફોર્મેટમાં રીલિઝ કરવામાં આવે છે. પરંતુ ‘ટાઇગર 3’ના ચક્કરમાં ‘ધ માર્વલ્સ’ને IMAX સ્ક્રીન ન મળવાની વાત કહેવામાં આવી રહી છે. મોટા ભાગે જ્યારે પણ હોલિવુડની ફિલ્મ સાથે ઇન્ડિયન ફિલ્મ IMAX રીલિઝ થાય છે તો IMAX થિયેટર્સ હોલિવુડવાળી ફિલ્મને મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ ‘ટાઇગર 3’એ ખેલ પલટી દીધો.

ગત દિવસોમાં ‘ટાઇગર 3’ના જે પોસ્ટર્સ રીલિઝ કરવામાં આવ્યા છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ IMAXમાં પણ રીલિઝ થશે. દુનિયાભરમાં હોલિવુડ ફિલ્મોને હિન્દી ફિલ્મોની ઉપર મહત્ત્વ આપવામાં આવે છે એટલે મોટા ભાગે IMAX સ્ક્રિન્સ હોલિવુડ ફિલ્મોને આપવામાં આવે છે. આ જ ચલણ ભારતમાં પણ ચાલી રહ્યું હતું. બૉલિવુડ હંગામાના રિપોર્ટ મુજબ, IMAX કોર્પોરેશન નથી ઇચ્છતું કે બે IMAX ફિલ્મો એક જ દિવસે રીલિઝ થાય. ખૂબ ખૂબ બચવા બચાવવા છતા જો એમ થઈ જાય છે તો હિન્દી ફિલ્મોને સાઇડ કરીને અંગ્રેજી ફિલ્મને IMAX સ્ક્રીન આપી દેવામાં આવે છે.

જ્યારે પ્રભાસની ‘આદિપુરુષ’ રીલિઝ થઈ ત્યારે DCની ફિલ્મ ‘ધ ફ્લેશ’ રીલિઝ થઈ હતી એટલ આદિપુરુષને IMAXમાં રીલિઝ કરવામાં આવી નહોતી. આ અગાઉ રણવીર સિંહની ‘83’ પણ ‘સ્પાઇડર મેન- નો વો હોમ’ સાથે રીલિઝ થઈ હતી. એટલે ‘83’ને પણ IMAX સ્ક્રીન ઉપલબ્ધ ન થઈ. પરંતુ ‘ટાઇગર 3’ના કેસમાં મામલો ઊંધો થઈ ગયો. યશરાજ ફિલ્મ્સે પહેલા જ આખા દેશમાં તમામ સ્ક્રીન બુક કરી લીધી છે. તેમાં IMAX સ્ક્રીન્સ પણ સામેલ છે. ‘ટાઈગર’ની ટક્કર થવાની છે ‘ધ માર્વલ્સ’ સાથે. પરંતુ ‘ધ માર્વલ્સ’ને થોડી ઘણી IMAX સ્ક્રીન્સ પર રીલિઝ કરવામાં આવશે કેમ કે મોટા ભાગની IMAX પર ‘ટાઈગર 3’ લાગશે. હકીકતમાં સ્થિતિ શું થશે એ આગામી દોઢ બે અઠવાડિયામાં સ્પષ્ટ થઈ જશે.

તેની પાછળનું કારણ યશરાજ ફિલ્મની ડિસ્ટ્રિબ્યુશન વિંગની તેજ તર્રારી અને સલમાન ખાનના સુપરસ્ટારડમને માનવામાં આવી રહ્યું છે. IMAX નોર્મલ થિયેટરથી અલગ હોય છે. તેમાં સ્ક્રીન સાઇઝ મોટી હોય છે. ફિલ્મની ક્વાલિટી સારી હોય છે. આ પાયાનો ફરક છે. હજુ પણ અંતર હોય છે, પરંતુ એ ટેક્નિક્લિટીઝમાં નથી પડતા. જ્યાં સુધી વાત ‘ટાઈગર 3’ની, તો મેકર્સે અત્યાર સુધી ફિલ્મની સત્તાવાર ડેટ જાહેર કરી નથી. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કટરીના કૈફ, ઈમરાન હાશમી, રણવીર શૌરી, રેવતી અને રિધિ ડોગરા જેવા એક્ટર્સ કામ કરી રહ્યા છે. ‘ટાઈગર 3’ને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે.

About The Author

Related Posts

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.