સોનાક્ષી સિન્હાની સીરિઝ ‘દહાડ’ જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

On

ફિલ્મ દબંગમાં તમે સલમાન ખાનની દબંગાઇ તો જોઇ જ હશે. પણ શું તમે વિચાર્યું હતું કે, દબંગની રજ્જો પણ સ્ક્રીન પર પોતાનો રૌબ બતાવશે. વેબ સીરિઝ દહાડમાં સોનાક્ષીની ‘દહાડ’ તેના ફેન્સને ચોંકાવી દેશે. સલમાન ખાન તો ફિલ્મમાં ચુલબુલો હતો, પણ અહીં સોનાક્ષી એન્ગ્રી વુમન રોલમાં છે. ક્રાઇમ, મિસ્ટ્રી, થ્રિલર સીરિઝ ‘દહાડ’ સ્ટ્રીમ થઇ રહી છે.

આ સ્ટોરી રાજસ્થાનના નાના ગામ મંડાવાની છે, જ્યાં કેટલાક ગરીબ ઘરની માસૂમ છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી છે. તેને લગ્નની વાત કરવામાં આવી છે, પછી શારિરિક સંબંધ બનાવ્યા બાદ મારી નાખવામાં આવે છે. અંજલી ભાટી આ કેસની ઇનવેસ્ટિગેટિંગ ઓફિસર છે. જે સીરિયલ કિલર આનંદ સ્વરણકરને કોઇ પણ હાલમાં જેલમાં નાખવા માગે છે. પણ પૂરાવા ન હોવાના કારણે તે સ્ટ્રગલ કરે છે. રાજસ્થાનની 1-2 છોકરીઓના મોતના કેસથી શરૂ થયેલી મર્ડર મિસ્ટ્રી 29 છોકરીઓનો કેસ બની જાય છે. વર્ષોથી આનંદ છોકરીઓને ફસાવી રહ્યો છે. તેનો ઉપયોગ કરીને તેના મોતને સ્યુસાઇડનો કેસ બનાવીને તે બચતો રહે છે. આરોપી અને પોલીસની આ પકડા પકડીમાં સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે. 29 છોકરીઓના મર્ડર કેસનું આખરે શું થાય છે. શું આનંદ પકડાય છે કે નહીં, તે જાણવા માટે તમારે સીરિઝ જોવી પડશે.

આ ડિપાર્ટમેન્ટમાં સોનાક્ષી સિન્હા સરપ્રાઇઝ કરશે. ફિલ્મી પડદા પર ફ્લોપ સોનાક્ષીએ દબંગ લેડી પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ સારો કર્યો છે. આ તેનું OTT ડેબ્યુ છે. કોમિક રોલ્સમાં જ્યાં તેને પસંદ કરવામાં નથી આવતી, ત્યાં તે ગંભીર રોલમાં તેનું કામ દમદાર છે. તેણે એક લેડી ઇન્સ્પેક્ટરનો રોલ ઓર્ગેનિકલી કર્યો છે. આ રોલ માટે તેણે કરેલી મહેનત દેખાઇ આવે છે. સીરિયલ કિલર બનેલા વિજય રાજના કામ પર શંકા ન કરી શકાય. તેનું તો નામ જ કાફી છે. ડાર્લિંગ્સનો હમઝા હોય કે પછી ‘દહાડ’નો આનંદ. ગ્રે શેડ રોલમાં તેનું કામ ઘણું સારું હોય છે. અન્ય કલાકારોમાં શામેલ ગુલશન દેવૈયા, સોહમ શાહે પણ સારું કામ કર્યું છે. વેબ સીરિઝની કાસ્ટિંગ જોરદાર છે. દરેક એક્ટરે પોતાનું 100 કામ આપ્યું છે.

આ સીરિઝ રાજસ્થાનમાં સેટ છે. એવામાં જો તમે વિચારશો કે તેમાં તમને રંગીલા રાજસ્થાનની વાઇબ્રંટ ઝલક જોવા મળશે તો એ ભૂલી જવું જોઇએ. આ સીરિઝ ઘણી પ્રીડિક્ટેબલ છે. પહેલા એપિસોડથી તમને ખબર પડી જાય છે કે, મર્ડરર કોણ છે. પોલીસની રડારમાં તે કેવી રીતે આવે છે, કઇ રીતે તેને પકડવામાં આવે છે, આ પ્રોસેસને તમે સીરિઝમાં જોઇ શકશો. આ જર્નીમાં દમદાર ટ્વીસ્ટ્સ જોવા મળતે તો વધુ મઝા આવતે. આગળ શું થવાનું છે તે તમને પહેલેથી જ ખબર પડી જાય છે. પંચ, ટ્વીસ્ટ્સ, વાઉ ફેક્ટર મિસિંગ છે. આ સીરિઝ ઘણી જગ્યા પર બોર કરે છે.

ક્રાઇમ ડ્રામાના શોખીન છો તો તમારે આ સીરિઝ જોવી જોઇએ. અમુક જગ્યા પર બોર થશો, પણ એક ચાન્સ આ સીરિઝને મળવો જોઇએ. સોનાક્ષીના ફેન્સ છો તો જરૂર જોવી જોઇએ. એક્ટ્રેસે સીરિઝમાં સારું કામ કર્યું છે. તેના કામને જોઇને તમે ખુશ થશો.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.