ધર્મેન્દ્રનો પરિવાર, 2 પત્નીઓ, દીકરીઓ લાઈમલાઇટથી દૂર રહે છે

પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થઈ ગયું છે. સમાચાર એજન્સી IANS અનુસાર, ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના નિધન બોલિવુડ માટે ક્યારેય પૂરી ન શકાય તેવી ક્ષતિ છે. 89 વર્ષના ધર્મેન્દ્રના નિધનથી બોલિવુડમાં એક યુગનો અંત આવ્યો છે. સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. પરંતુ અભિનેતાના નિધનથી તેમનો પરિવાર સૌથી વધુ દુઃખી છે. ધર્મેન્દ્ર એક પરફેક્ટ ફેમિલી મેન હતા અને તેમના પરિવારની ખૂબ નજીક હતા. ચાલો જાણીએ કે ધર્મેન્દ્રના પરિવારમાં કોણ-કોણ છે?

બોલિવુડમાં કારકિર્દી બનાવતા પહેલા, ધર્મેન્દ્રએ 1954માં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. આ અરેન્જ મેરેજ હતા. ધર્મેન્દ્રને આ લગ્નથી 4 બાળકો છે: બે પુત્રો- સની અને બોબી દેઓલ, અને બે પુત્રીઓ- વિજેતા અને અજિતા દેઓલ. ધર્મેન્દ્રના મોટા પુત્ર સની દેઓલને પણ બોલિવુડ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક માનવામાં આવે છે. સનીએ ઘાયલ’, ‘બોર્ડર અને ગદર જેવી ક્લાસિક ફિલ્મોમાં અભિનય કર્યો છે. સનીએ 1984માં પૂજા સાથે લગ્ન કર્યા હતા. અભિનેતાને બે પુત્રો છે કરણ અને રાજવીર દેઓલ છે.

dharmendra
indianexpress.com

બોબી દેઓલ ધર્મેન્દ્રનો નાનો પુત્ર છે. 1996માં બોબીએ તાન્યા આહૂજા સાથે લગ્ન કર્યા હતા. બોબી અને તાન્યાને બે પુત્રો છે- આર્યમન અને ધરમ દેઓલ. બંને સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની પુત્રી અજિતા દેઓલ લાઈમલાઈટથી દૂર રહે છે. તે અમેરિકામાં રહે છે અને મનોવિજ્ઞાનની શિક્ષિકા છે. તેના લગ્ન ભારતીય ડેન્ટિસ્ટ કિરણ ચૌધરી સાથે થયા છે. આ દંપતીને બે પુત્રીઓ છે- નિકિતા અને પ્રિયંકા. ધર્મેન્દ્રની બીજી પુત્રી- વિજેતા દેઓલ- પિતા ધર્મેન્દ્રના વ્યવસાયમાં સામેલ છે. ધર્મેન્દ્રનું પ્રોડક્શન હાઉસ, વિજેતા પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ, તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિજેતાના લગ્ન વિવેક ગિલ સાથે થયા છે. તેમને બે બાળકો છે- સાહિલ અને પ્રેરણા.

પરિણીત ધર્મેન્દ્ર હેમા માલિનીને ફિલ્મ"તુમ હસીન મેં જવાનના સેટ પર મળ્યા હતા અને ત્યારે જ તેમના પ્રેમમાં પડી ગયા. ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ 1980માં લગ્ન કર્યા. આ લગ્નથી આ દંપતીને 2 પુત્રીઓ છે: ઇશા અને અહાના દેઓલ.

dharmendra
indianexpress.com

હેમા અને ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલ પણ અભિનેત્રી છે. ઈશાએ 2002માં ફિલ્મ કોઈ મેરે દિલ સે પૂછેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂં કર્યું હતું. તેની કારકિર્દીમાં ઈશાએ ધૂમ અને નો એન્ટ્રી જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 2012માં ઈશાએ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને બે પુત્રીઓ છે. પરંતુ, ઈશાએ 2024માં તેના પતિ ભરત સાથે છૂટાછેડા થઈ ગયા હતા.

આહાના દેઓલે 2024માં દિલ્હીના ઉદ્યોગપતિ વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને 3 બાળકો છે: એક પુત્ર અને જોડકી પુત્રીઓ. દીકરાનું નામ ડેરિયન છે, અને દીકરીઓના નામ અસ્ત્રયા અને આદ્યા છે. અજિત સિંહ દેઓલ ધર્મેન્દ્રના પિતરાઈ ભાઈ હતા. અજિત સિંહ એક અભિનેતા હોવા ઉપરાંત, લેખક અને નિર્માતા પણ હતા. તેમનું 2015માં નિધન થઈ ગયું હતું. અજિત સિંહને 3 બાળકો છે: અભય દેઓલ, વીરતા અને રીતુ સિંહ. અભય દેઓલે પણ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. જોકે, તેને તેના ભાઈઓ સની અને બોબી જેવું પ્લેટફોર્મ ન મળ્યું. ધર્મેન્દ્રના આખા પરિવારને મળીને તમને કેવું લાગ્યું?

About The Author

Related Posts

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.